રાજકોટની પારસ સોસાયટીમાં છેલ્લા 20 વર્ષથી બજરંગ યુવા ગ્રુપ દ્વારા આઇશ્રી ખોડીયાર ગરબીનું સુંદર આયોજન કરવામાં આવે છે આઇ શ્રી ખોડીયાર ગરબી મંડળમાં બાળાઓ પાસેથી એક પણ રૂપિયો લેવામાં આવતો નથી આ ગરબીમાં 431 બાળાઓ ગરબા રમવા આવે છે.

આઇશ્રી ખોડીયાર મંડળની 431 બાળાઓ દ્વારા માના ગરબા પર એક સાથે ગરબા રમવામાં આવે છે. આ ગરબીમાં બાળાઓ પાસેથ એક પણ રૂપિયો લેવામાં આવતો નથી. ભાઇ-બહેનો દ્વારા સ્વૈચ્છાએ ફાળો આપવામાં આવે છે. આ ફાળામાંથી દશેરાના દિવસે બાળાઓને જમાડવામાં આવે છે. અને લ્હાણી આપવામાં આવે છે ધીમે ધીમે શેરી ગરબા ખતમ થઇ રહ્યા છે. ત્યારે વધુમાં વધુ શેરી ગરબા થાય શેરી ગરબીઓ ભારતીય સંસ્કૃતિના પ્રાચીન સમા છે તેવું ગરબી મંડળના કાર્યકર્તા દ્વારા જણાવાયું આ ગરબીમાં અલગ અલગ વિસ્તારની 431 બાળાઓ ગરબા રમવા આવે છે. દરરોજ અલગ અલગ રાસ રજુ કરવામાં આવે છે. આ ગરબીનું આયોજન બજરંગ યુવા ગ્રુપના કાર્યકર્તાઓ દ્વારા જહેમત ઉઠાવી છે.

બાળાઓ પાસેથી એક પણ રૂપિયા લીધા વગર નવરાત્રિ મહોત્સવનું કરીએ છીએ: હિરેન સોલંકી

આઇશ્રી ખોડીયાર ગરબી મંડળના કાર્યકર્તા હિરેન સોલંકીએ ‘અબતક’ મીડીયા સાથેથયેલી ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, છેલ્લા ર0 વર્ષથી આઇશ્રી ખોડીયાર મંડળ દ્વારા ગરબી કરવામાં આવે છે. જે બજરંગ યુવા ગ્રુપ દ્વારા આ ગરબીનું આયોજન કરવામાં આવે છે. બાળાઓ પાસેથી એક પણ રૂપિયો લેવામાં આવતો નથી. નવ દિવસ ભાઇઓ-બહેનો સ્વૈચ્છાએ ફાળો આપે છે. તે ફાળામાંથી દશેરાના દિવસે બાળાઓને જમાડીએ છીએ અને લ્હાણી આપીએ છીએ.

શેરી ગરબાએ આપણી સંસ્કૃતિના પ્રતિક સમા છે: નરેન્દ્રભાઇ વાઘેલા

બજરંગ યુગા ગ્રુપના કાર્યકર્તા નરેન્દ્રભાઇએ ‘અબતક’ મીડીયા સાથે થયેલી ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે ધીમે ધીમે આપણી સંસ્કૃતિના પ્રતિક સમા શેરી ગરબા ખતમ થઇ રહ્યા છે. શેરી ગરબાના આયોજન ધીમે ધીમે ઓછા થઇ રહ્યા છે. વધુમાં વધુ શેરી ગરબા થાય તેવો પ્રયત્ન કરીશ પારસ સોસાયટીમાં આયોજકો દ્વારા શેરી ગરબાનું સુંદર મજાનું આયોજન થયું છે.

આઇશ્રી ખોડીયાર ગરબી મંડળમાં છેલ્લા 3 વર્ષથી આવું છું: વાઘેલા નેન્સી

આઇશ્રી ખોડીયાર ગરબી મંડળની બાળા વાઘેલા નેન્સીને ‘અબતક’ મીડીયા સાથે થયેલી વાતચીતમાં જણાવ્યું હતું કે, આ ગરબીમાં છેલ્લા 3 વર્ષથી ગરબા રમવા આવી છું. સૌથી વધુ માઁનો ગરબો રમવા ગમે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.