રાત્રે જુનાગઢના વિકલાંગ ટ્રસ્ટના કલાકારો પોતાની કૃતિ રજુ કરશે: ગુરુવારે પુર્ણાહુતિ
રાજકોટની ગોવર્ધન ગૌશાળા જયાં ૭૫૦ ગૌમાતા બિરાજે છે. તેના લાભાર્થે યોજાયેલ વિરાટ સોમયજ્ઞનો લાખો લોકો દર્શન પરિક્રમાનો લાભ લઇ રહ્યાં છે. વિષ્ણુગોપાલક યજ્ઞમાં બેસવા માટે અભૂતપૂર્વ ધસારો જોવા મળે છે. આજે સાંજે રથયાત્રા પરિક્રમા માર્ગ થશે. રાત્રે ૮.૩૦ વાગ્યે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાશે.
ગોવર્ધન ગૌશાળા રાજકોટના લાભાર્થે યોજાયેલ વિરાટ સોમયજ્ઞના ૪થા દિવસે ભવ્યાતિ ભવ્ય રીતે હજારો વૈષ્ણવોની ઉ૫સ્થિતિમાં નંદ મહોત્સવ મનાવવામાં આવ્યો હતો. લાખો લોકો વિરાટ સોમયજ્ઞમાં દર્શન તથા પરિક્રમા કરી રહ્યા છે. બુધવાર રાત્રે ૮ વાગ્યે જુનાગઢના મંગલમૂર્તિ વિકલાંગ ટ્રસ્ટના કલાકારો પોતાની કૃતિ રજુ કરશે. પહ્મશ્રી એવમ પહ્મભૂષણ સોમયાજી પૂ. ડો. ગોકુલોતસવજી મહારાજ (ઇન્દોર) તથા યજ્ઞકર્તા-યજ્ઞાચાર્ય સોમયાજી પૂ. ડો. વ્રજોત્સવજી મહોદય (ઇન્દોર) ના સર્વાઘ્યક્ષસ્થાને યોજાયેલ સોમયજ્ઞમાં દક્ષિણ ભારતના ચારેય વેદોના જાણકાર પ્રખર પંડીતો પૂ. મહારાજના માર્ગદર્શન હેઠળ વૈદિક મંત્રોચ્ચાર સાથે યજ્ઞ કરાવી રહ્યા છે. ગુરુવારે છેલ્લો દિવસ છે. હજુ પણ કોઇપણ ભકતજનોને વિષ્ણુપાલ યજ્ઞમાં બેસવું હોય તો સોમયજ્ઞ સ્થળે કાર્યાલયમાં રૂ ૨૧૦૦/- ભરી યજમાન બની યજ્ઞમાં આહુતિ આપવાનો લાભ લઇ શકે છે.