કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પદાધિકારીઓ, ભાજપ અગ્રણીઓ અને અધિકારીઓએ પ્લાસ્ટીકનો કચરો એકત્ર કર્યો
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજી ડેમ ખાતે નમામિ દેવી નર્મદે મહોત્સવ, નર્મદા નીરના વધામણા, મહાઆરતી તથા વૃક્ષારોપણ કરવામાં આવ્યું પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો જન્મ દિવસ હોઈ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં નમામિ દેવી નર્મદે મહોત્સવ અંતર્ગત નર્મદાના નીરના વધામણા અને પૂજન કાર્યક્રમનું આયોજન કર્યું છે. જેમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સંતો મહંતો, સમાજના શ્રેષ્ઠીઓ અને શહેરીજનોની ઉપસ્થિતિમાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ મેયર બિનાબેન આચાર્યની અધ્યક્ષતામાં નર્મદા મૈયાના નીરના વધામણા, મહાઆરતી, રાસ ગરબા, લોકગીત, લોક સાહિત્ય તા સંતોના આશીર્વચન વિગેરે જેવા ભવ્યાતિભવ્ય કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે મેયર બિનાબેન આચાર્યએ જણાવ્યું હતું કે, આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જન્મ દિવસ છે ત્યારે મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાત રાજ્યમાં નમામિ દેવી નર્મદે મહોત્સવનું આયોજન થયેલ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ફક્ત ૧૭ દિવસમાં ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવરના દરવાજા ચડાવવાની મંજૂરી અપાઈ અને તાજેતરમાં સારા વરસાદી સરદાર સરોવર ડેમ પ્રથમ વખત ૧૩૮.૬૮ મીટર એટલે કે ૪૫૫ ફૂટની સર્વોચ્ચ સપાટી સુધી નર્મદાનીરી ભરાઈ જતા, સમગ્ર ગુજરાતના નાગરિકોમાં અનેરા આનંદ અને ઉત્સાહની લાગણી પ્રસરી હતી. સરદાર સરોવરના કારણે વીજળી, ૪૦૦૦ ગામડાઓને સિંચાઇ, ૧૦,૦૦૦થી વધુ ગામડાઓને પીવાના પાણીની સુવિધા પ્રાપ્ત થયેલ છે.રાજકોટ મહાનગરપાલિકા ઉઈં પાઈપલાઈન બિછાવી તે દિશામાં આગળ વધી રહી છે. ચંદ્રેશનગર વિસ્તારને મોર્ડન એરિયા તરીકે જાહેર કરી મીટર મુકવાની કામગીરી પૂર્ણતાના આરે છે. વિશેષમાં નવા ભળેલ વિસ્તાર કોઠારીયા વાવડીમાં પણ ઉઈં પાઈપલાઈનની કામગીરી ચાલી રહેલ છે. મુખ્યમંત્રી રાજકોટના વિકાસની સતત ચિંતા કરી રહેલ છે અને રાજ્ય સરકાર તરફી ર્આકિ સહયોગ મળતો રહ્યો છે.
આ પ્રસંગે સાંસદ મોહનભાઈ કુંડારિયાએ જણાવ્યું હતું કે, આપણા માટે આજે મહત્વનો દિવસ છે. જેની ૬ દાયકાી રાહ જોઈ રહ્યા હતા તે સપનું આજે સાકાર યું છે. સરદાર સરોવર આજે તેની ૧૩૮.૬૮ મીટરની પૂર્ણ ક્ષમતાએ ભરાઈ ગથયેલ છે. સાથો સાથ આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જન્મ દિવસ પણ છે. સરદાર વલ્લભભાઈ પટેલે નર્મદા ડેમનું જે સ્વપ્ન જોયું હતું તેને વડાપ્રધાન મોદી અને રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ખૂબ જહેમત સો પરિપૂર્ણ કર્યું છે. આજે સરદાર સરોવરના નીર સૌરાષ્ટ્-કચ્છમાં પહોંચી ચુક્યા છે અને જળ કટોકટી ભૂતકાળ બની ગઈ છે. મુખ્યમંત્રીએ નર્મદાના નીર રાજકોટણા આજી-૧ ડેમમાં પહોચાડવાની ૧૮ માસની કામગીરી માત્ર અડધા સમયમાં પૂર્ણ કરાવી આજી ડેમમાં નર્મદા નીરનું અવતરણ કરાવેલ.
આ કાર્યક્રમમાં શાબ્દિક સ્વાગતમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડએ જણાવેલ કે, આજે આપણા દેશના વડાપ્રધાન અને રાજ્યના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદીનો જન્મ દિવસ છે. આજે નર્મદા-સરદાર સરોવર ડેમની સપાટી ૧૩૮ મીટરને વટી ગઈ છે. માત્ર રાજકોટજ નહિ પરંતુ સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છ આ અવસરની ચાતક નયને વાટ જોઈ રહ્યા હતા. આ સ્વપ્ન આજે સાકાર યું છે.
રાજ્યના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બન્યા અને નર્મદાના અટકેલા કામો આગળ ધપાવ્યા, દરવાજા મુકાવ્યા, સાથો સાથ માન. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજકોટની પીવાના પાણીની ચિંતા ઉકેલવા માટે સૌની યોજના ખૂબ ઝડપે આગળ ચલાવી. ખેડૂતોને ખેતી માટે જરૂરી સિંચાઇનુ પાણી આપવામાં આવે છે. મુખ્યમંત્રી રાજકોટની ચિંતાી સારી રીતે વાકેફ છે અને એટલે જ તેમણે ખૂબ જ ઝડપી સૌની યોજનાનું કામ પૂર્ણ કરાવી નર્મદાનીરી આજી ડેમ ભરી દીધેલ. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની આગેવાની હેઠળ આખા ગુજરાતમાં આજે નર્મદાના નીરના વધામણાના કાર્યક્રમો યોજવામાં આવેલ છે. તેમજ રાજકોટ શહેર તથા સૌરાષ્ટ્રના તમામ શહેર માટે અનુકુળરૂપ થાય તે માટે નવું એરપોર્ટ, અદ્યતન બસ પોર્ટ, એઈમ્સ, ૬- લેન રોડ વિગેરે જેવી સુવિધાઓનું સપનું સાકાર થઇ જવા રહ્યું છે.
આ અવસરે મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે મંચસ્ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. ત્યારબાદ શાશક પક્ષ દંડક અજયભાઈ પરમાર, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન આશિષભાઈ વાગડીયા, બાંધકામ સમિતિ ચેરમેન મનીષભાઈ રાડીયા, આરોગ્ય સમિતિ ચેરમેન જયમીનભાઈ ઠાકર, કોર્પોરેટર દેવુબેન જાદવ, દર્શિતાબેન શાહ દ્વારા મંચસ્ મહેમાનો, સંતો મહંતોનું અને સમાજના શ્રેષ્ઠીઓનું પુસ્તક અર્પણ કરી સ્વાગત કરેલ. જયારે આભારવિધી ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા દ્વારા કરવામાં આવી હતી.આ પ્રસંગે પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાન અનુસંધાને આજીડેમ સાઈટ ખાતે પદાધિકારીઓ તા અન્ય મહાનુભાવો અને અધિકારીઓ દ્વારા પ્લાસ્ટિક એકત્ર કરવામાં આવેલ. તેમજ વ્રુક્ષારોપણ કરવામાં આવેલ ત્યાર બાદ પ્રથમ ઉપસ્થિત સૌ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરેલ ત્યારબાદ પોરબંદર ખાતેના સાંદીપની આશ્રમના શાીઓ દ્વારા નર્મદા થોતમનું ગાન કરેલ તેમજ પવન પુત્ર ગરબી મંડળની બાળાઓ દ્વારા જટાળા જોગી અને ધન્ય છે ગુજરાતની કૃતિઓ રજુ કરી જયારે સ્વામિનારાયણ ગુરુકુળના છાત્રો દ્વારા સોરઠી રાસ રજુ કરી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા.ડાયસ કાર્યક્રમ બાદ ઉપસ્થિત મહાનુભાવો, સંતો, સમાજના શ્રેષ્ઠીઓ તેમજ જાહેર જનતા દ્વારા દીપમાળા દ્વારા નર્મદા મૈયાની મહાઆરતી તેમજ ચૂંદડી, શ્રીફળ, પુષ્પ અર્પણ કરી નીરના વધામણા કરેલ તેમજ રંગબેરંગી ફુગ્ગો ગગનમાં છોડવામાં આવેલ.
આ પ્રસંગે મેયર બિનાબેન આચાર્ય, સાંસદ મોહનભાઈ કુંડારિયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચા પ્રભારી અંજલીબેન રૂપાણી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ, અનુસુચિત જાતિ મોરચાના રાષ્ટ્રીય મોરચા ભાનુબેન બાબરીયા, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી શાસક પક્ષ દંડક અજયભાઈ પરમાર, પૂર્વ મેયર રક્ષાબેન બોળીયા, ડો. જૈમનભાઈ ઉપાધ્યાય, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચા પ્રમુખ નયનાબેન પેઢડીયા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી દેવાંગભાઈ માંકડ, જીતુભાઈ કોઠારી, કિશોરભાઈ રાઠોડ, પૂર્વ ડે. મેયર ડો. દર્શિતાબેન શાહ, બાંધકામ કમિટી ચેરમેન મનીષભાઈ રાડીયા, આરોગ્ય કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકર, સમાજ કલ્યાણ કમિટી ચેરમેન આશિષભાઈ વાગડિયા, માર્કેટ કમિટી ચેરમેન પરેશભાઈ પીપળીયા, શાળા બોર્ડના ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર, મહિલા મોરચાના મહામંત્રી કિરણબેન માકડિયા, પુનીતાબેન પારેખ તેમજ સાધુ સંતો, સમાજના શ્રેષ્ઠીઓ, કોર્પોરેટરો, અધિકારીઓ ઉપરાંત શહેરના આશરે ૮ થી ૧૦ હજાર જેટલા શહેરીજનો ઉપસ્થિત રહેલ.
નર્મદા ડેમ પુરેપુરી જળરાશીથી ભરાતા આજે ગુજરાતનું સ્વપ્ન પુરુ થયું: અંજલીબેન
અબતક સાથેની વાતચીત દરમિયાન અંજલીબેન રુપાણીએ જણાવ્યું હતું કે આજે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો જન્મદિવસ છે. સાથો સાથ ૭૦ વર્ષથી ગુજરાતે જે સ્વપ્ન સેવ્યું હતું કે નર્મદા ડેમ તેની પુરેપુરી ઉંચાઇએ ભરાય. અને આખા ગુજરાતને સુજલામ સુફલામ હરિયાળુ બનાવે તેટલી જલરાશી નર્મદામાં આજે એકત્રીત થઇ છે. ત્યારે ગુજરાતની અલગ અલગ જગ્યાએ જયાં જયાં નર્મદાનું પાણી પહોંચે છે. ત્યાં નર્મદા નદીને માતા માનીએ છીએ. ગુજરાતથી જીવાદોરી માનીએ છીએ તેવા નર્મદા મૈયાને વધાવવાનો કાર્યક્રમ યોજાવામાં આવ્યો છે. ત્યારે રાજકોટમાં આજી ડેમ અડધથી વધારે નર્મદના પાણીથી ભરાઇ ગયો છે. ત્યારે જન ભાગીદારીથી ઉત્સાહથી આ કાર્યક્રમમાં જોડાયાં છે. દસ હજારથી વધુ લોકો મહાઆરતી કરશે તે રીતે નર્મદા મૈયાને વધાવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આજે પ્લાસ્ટિક મુકત ભારત બનાવવાનો સંકલ્પ વડાપ્રધાન મોદીજીએ કર્યો છે. તે રીતે અમે અહિંયા પ્લાસ્ટિક મુકત ગુજરાત રાજકોટ બનાવવાનો સંપલ્પ લેવાના છીએ. પ્લાસ્ટિક એ આપણા માટે નુકશાનકારક છે.