માણાવદરમાં સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ ગાઈડ લાઈન નું તેમજ સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ તંત્રની વખતો વખતની સુચનાઓ નું સંપુર્ણ પાલન કરીને માણાવદર મુસ્લીમ સમાજ તરફથી સાદાઈ, સાવચેચી અને સલામતી સાથે મહોરમ અને તાજીયાની પરંપરા જળવાય રહે એ રીતે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં તાજીયાને સમાજની માલીકીની પેક જગ્યામાં બે દિવસ રાખવામાં આવ્યા હતા. જ્યાં ભીડ ના થાય એ રીતે સોશ્યલ ડીસ્ટન્સ સાથે અનુયાયીઓએ એક પછી એક દિદાર કરેલ હતા. સેનીટાઈઝર અને થર્મલ સ્કેનીંગની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ કાર્યમાં માણાવદર મુસ્લીમ સમાજ, ટ્રસ્ટી મંડળ, તાજીયા કમીટી, પોલીસ તંંત્ર, આરોગ્ય વિભાગ, વહીવટી તંંત્ર અને પત્રકાર મિત્રોનો સંપુર્ણ સહકાર મળેલ હતો એ માટે મુસ્લીમ સમાજ આભાર માને છે. ખાસ માણાવદરના પોલીસ સબ ઈન્સ્પેકટર ધોકડીયા સાહેબ અને તેમના સ્ટાફે તથા હોમગાર્ડ જવાનોએ ખુબ જ મહેનત કરી હતી અને તકેદારી સાથે બંદોબસ્ત જાળવેલ હતો તે માટે મુસ્લીમ સમાજ ધોકડીયા સાહેબનો સવિશેષ આભાર માને છે. મહોરમના દશ દિવસ સુધી મસ્જીદમાં દશ મજલીસનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. જેમાં પીરે તરીકત હજરત બાવામીંયા બાપુ તથા જુમ્મા મસ્જીદના પેશ ઈમામ મૌલાના અકીલ સાહેબે દશ દિવસ તકરીર કરેલ હતી. જેમાં સોશ્યલ ડીસ્ટન્સ જળવાય એ રીતે મર્યાદિત સંખ્યામાં રોટેશન પ્રમાણે અનુયાયીઓ એ ભાગ લીધો હતો. માણાવદર સમસ્ત મુસ્લીમ સમાજના લોકો અને ટ્રસ્ટીઓ તથા તાજીયા કમીટીના યુવાનો એ રોટેશન મુજબ અલગ અલગ સમયે ભાગ લીધો હતો જેના માટે તમામને અભિનંદન આપી તમામનો ટ્રસ્ટી મંડળ આભાર માને છે. રવિવારે ઈશાની નમાજ બાદ રાત્રે ૧૦ વાગે ટ્રસ્ટી મંડળ અને તાજીયા કમીટીના લીમીટેડ અનુયાયીઓ એ તાજીયાની કબ્રસ્તાનની મસ્જીદ ખાતે દફન વિધિ કરી હતી. ત્યાં સુધી પોલીસ સ્ટાફ સાથે પી.એસ.આઈ. ધોકડીયા સાહેબ અને પત્રકાર મિત્રો હાજર રહેલ હતા. મુસ્લીમ સમાજે કોરોના વાયરસ ગાઈડ લાઈનનું સંપુર્ણ પાલન કરીને જે રીતે તાજીયાની પરંપરા જાળવવા સાથે વહીવટી તંત્રને જે સાથ સહકાર આપેલ છે તે માટે ધોકડીયા સાહેબે મુસ્લીમ સમાજને અભિનંદન આપી સમાજનો આભાર માન્યો હતો. તેવું મુસ્લિમ સમાજના પ્રમુખ હુસેન દલની યાદીમાં જણાવાયું છે.
Trending
- ઈન્નરવ્હીલ ક્લબ ઑફ ઉમરગામ દ્વારા ટર્ફ ક્રિકેટ ટૂર્નામેંટનું આયોજન કરાયું
- Surat: કારમાંથી ઝડપાયો 6.21લાખના મુદ્દામાલનો વિદેશી દારૂનો જથ્થો
- Morbi: ટંકારામાં યુવક સાથે યુવતીએ લગ્ન કરી એક લાખની કરી છેતરપિંડી
- Surat: કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલના હસ્તે 2959 આવાસોનો કરાયો કોમ્પ્યુટરાઈઝ ડ્રો
- મારી યોજના પોર્ટલ: ગુજરાતે સ્થાપિત કર્યું સુશાસનનું વધુ એક ઉદાહરણ
- Morbi: યુ-કેજી વિદ્યાર્થીઓ દ્વારા વિશિષ્ટ ફનફેરનું કરાયું આયોજન
- “ડિજિટલ ગુજરાત” પ્રોજેક્ટની વિશેષ સિદ્ધિ
- Jasdan: પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ રૂ.230 લાખના ખર્ચે બનનાર પુલનું કર્યું ખાતમુહૂર્ત