કિસીને ખૂબ કહાં હૈ…”કિતનો દર્દ દેતા હૈ યે મહિના, સાયદ ઇસી લિયે બનાને વાલેને ઇસમે દો દિન કમ રખા હૈ
દુનિયાભરમાં વેલેન્ટાઈન ડે વીકનો પ્રારંભ થઈ ગયો છે. વેલેન્ટાઈન વીકને વધાવવા યુવાધનમાં અનોખો નગનાટ જોવા મળી રહ્યો છે. પ્રેમીઓના હરખના દિવસ એટલે કે વેલેન્ટાઇન્સ ડેને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. પ્રેમની કદર કરનારા માટે આ મહિનો વ્યસ્તતાથી ભરેલો રહેશે, કારણ કે આ મહિનાના મોટાભાગના દિવસ પ્રેમ કરનારાઓ માટે જ છે. આ મહિનામાં પ્રેમનો એકરાર અને પ્રસ્તાવ આપવાના ઘણા દિવસ આવશે, જેમા તમે તમારી ભાવનાઓને તમારા પ્રેમ સુધી સહેલાઈથી પહોંચાડી શકશો.. ભારતીય પરંપરા અને સંસ્કૃતિથી વિપરીત છે. છતાં યુવા હૈયાઓ ઉત્સાહપૂર્વક એની ઉજવણી કરે છે.
વેલેન્ટાઈન વીકના પ્રારંભ સાથે જ સોશિયલ મીડિયા ફેસબુક, વ્હોટ્સએપ, ટ્વીટર, ઈન્સ્ટાગ્રામ વગેરે પર હેપી રોઝ ડેના મેસેજો વહેતા થયા હતા. વેલેન્ટાઈન વીક દરમિયાન આવતીકાલે પ્રપોઝ ડે, શનિવારે ચોકલેટ ડે, રવિવારે ટેડી બિયર ડે, સોમવારે પ્રોમીસ ડે, મંગળવારે કીસ ડે, બુધવારે હગ ડે અને ગુરુવારે લવબર્ડસ માટેના સ્પેશ્યલ ડે વેલેન્ટાઈન ડેની ઉજવણી થશે. આ વેલેન્ટાઈન વીક દરમિયાન અલગ-અલગ દિવસોને લગતા મેસેજો ફરતા રહેશે. વેલેન્ટાઈન વીકને લઈ અત્યારથી જ શુભેચ્છા ઉપરાંત રમુજી મેસેજો પણ ફરતા થવા માંડયા છે.
જાણો દરેક દિવસનું અલગ અલગ મહત્વ…
વેલેન્ટાઈન વીકનો આરંભ: તા.૭ ફેબ્રુઆરીએ રોઝ ડેથી થાય છે. જેમાં પ્રેમીઓ એકબીજાને ગુલાબનું ફૂલ ગીફટમાં આપીને પોતાના પ્રેમની અભિવ્યકિત કરે છે.
૮ ફેબ્રુઆરી પ્રપોઝ ડે : આ દિવસે નવા પ્રેમી પોતાના પ્રેમી પાત્ર સમક્ષ પ્રપોઝલ મૂકે છે. અથવા પ્રેમી પ્રેમીકા ફરીથી એકબીજાને પ્રપોઝ કરે છે.
૯ ફેબ્રુઆરી ચોકલેટ ડે : આ દિવસે નાના મોટા એમ કાષઈ પણ વયના લોકો એકબીજાને ચોકલેટ આપીને પ્રેમની અભિવ્યકિત કરે છે. અથવા દૂર રહેતા પ્રેમી માટે ચોકલેટ મોકલવામા આવે છે.
૧૦ ફેબ્રુઆરી ટેડી ડે : આદિવસે ટેડીનો ઉપહાર પોતાના પ્રેમીને આપો તો તે ખુશ થઈ જશે. કેમ કે ટેડી મોટાભાગે યુવાઓને પણ ગમતુ રમકડુ છે.
૧૧ ફેબ્રુઆરી પ્રોમીસ ડે : આ દિવસે પ્રેમીઓ એક બીજાને સાથ આપવાનો વાયદો કરે છે.
૧૨ ફેબ્રુઆરી હગ ડે : આ દિવસે પ્રેમ કરવા વાળા પોતાના પ્રેમીને ભેટીને એનો પ્રમ વ્યકત કરે છે. હગ ડે ફકત પ્રેમીઓ પૂરતો જ સિમિત નથી પણ તમે તમારા મિત્રો તેમજ સ્નેહીજનોને ભેટીને પણ લાગણી વ્યકત કરી શકે છે.
૧૩ ફેબ્રુઆરી કિસ ડે : વેલેન્ટાઈ સપ્તાહનો સહુથી રોમેન્ટીક આ દિવસ છે. આ દિવસે પોતાના પ્રેમીને કિસ આપીને તમારા પ્રેમને વધુ ગાઢ બનાવી શકો છે.
૧૪ ફેબ્રુઆરી વેલેન્ટાઈન ડે : જેની આતુરતા પૂર્વક રાહ જોવાતી હોય છે.તે આ તારીખના દિવસે તમે તમારા વેલેન્ટાઈન જોડે જેટલો વધુ સમય વિતાવી શકે છે.