સૌરાષ્ટ્રભરમાં જલારામ બાપાની ૨૧૯મી જન્મજયંતિની ભાવભેર ઉજવણી કરવામાં આવી રહી છે.
જે અંતર્ગત સુપ્રસિદ્ધ યાત્રાધામ વિરપુર ખાતે પણ સંત શીરોમણી જલારામ બાપા જન્મજયંતિની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી રહી છે. જેને લઈને વીરપુરના ભક્તિમય રંગે રંગાયેલા ગ્રામજનોમાં દિવાળીના તહેવાર જેવો માહોલ જોવા મળી રહ્યો છે. જલારામ મંદિર ખાતે બાપાના દર્શનાર્થે દેશ વિદેશથી ભાવિકોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે. આ તકે જેતપુરના ઉુજઙએ ૫૧ કિલોની કેક કાપી જલારામ બાપાનો જન્મોત્સવ ઉજવ્યો હતો.
જલારામ બાપાની જન્મજયંતિ નિમિતે સમગ્ર વિરપુર શહેરમાં રોશનીના શણગારો કરવામાં આવ્યા છે. તેમજ બજારોમાં વિવિધ રંગોળીઓ સહિત મંડપ કમાનો નાખીને બજારોને શણગારવામાં આવી છે. બાપાની જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. દેનેકો ટુકડા ભલા, લેને કો હરી નામ સૂત્રને સાર્થક કરીને પૂજ્ય જલારામ બાપા દેશ વિદેશમાં ખ્યાતિ પામ્યા છે. જેમના દર્શનાર્થે વહેલી સવારથી જ ભાવિકોની કતારો જોવા મળી હતી.
અમેરિકામાં વસતા એક ભાવિક ભક્ત જગદીશ પટેલ પણ ખાસ બાપાના દર્શનાર્થે આવી પહોંચ્યા હતા. તેઓ છેલ્લા ૨૫ વર્ષથી અમેરીકાથી અન્ન જળનો ત્યાગ કરીને વીરપુર જલારામ બાપા દર્શનાર્થે આવે છે અને બાપાના દર્શન કર્યા બાદ અન્નજળ ગ્રહણ કરે છે. જગદીશભાઈ કહે છે કે, જલારામ બાપાનું મહાત્મ્ય અનોખું છે. જલારામ મંદિર દ્વારા દરરોજ હજારો લોકોને ભોજન પણ કરાવાય છે