મહાઆરતી-મહાપ્રસાદ સહિતના અનેકવિધ આયોજનો

પૂ. જલારામ બાપાની ૨૧૯મી જન્મ જયંતિ નિમિતે શ્રી રઘુવંશી યુવા ગ્રુપ વોર્ડ નં.૧૦માં જલારામ જન્મજયંતિ નિમિતે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ આ મહોત્સવમાં મહાઆરતીના દર્શન તથા મહાપ્રસાદ લેવા બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.3 32અબતક સાથેની વાતચીત દરમિયાન પરેશભાઈ તન્નાએ જણાવ્યું કે રઘુવંશી યુવા ગ્રુપ વોર્ડ નં.૧૦ દ્વારા છેલ્લા ૧૨ વર્ષથી જલારામ જન્મોત્સવ ઉજવવાનું આયોજન કરવામાં આવે છે. જલારામ જન્મજયંતિ નિમિતે સૌને મહાપ્રસાદ આપવામાં આવે છે. અમારા ૨૨ લોકોની કમીટી છેલ્લા એક મહિનાથી સતત કાર્યરત રહીને આ સુંદર આયોજન કર્યું છે. આશરે ૧૦ થી ૧૨ હજાર લોકો પ્રસાદનો લાભ લેવા આવે છે. લેડીસ જેન્ટસ અલગ વ્યવસ્થા તથા સીનીયર સીટીઝન માટે વ્યવસ્થા અલગથી કરવામાં આવે છે.2 52અમારા સ્વયંસેવકો જાતે જઈને સીનીયર સીટીઝનોને પ્રસાદ પીરસી આપે છે. અને ડિસ પણ તેઓ જ ઉઠાવે છે.તેવું અમે સુંદર આયોજન કરીએ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.