જલારામ જન્મોત્સવ સમિતિ રાજકોટ દ્વારા આયોજીત જલારામ શોભાયાત્રા અંતર્ગત રાજકોટના કાર્યાલયનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. તા.૧૪/૧૧ને બુધવારે પૂ.જલારામબાપાની ૨૧૯મી જન્મજયંતી અનુસંધાને રાજકોટના રાજમાર્ગો પર શોભાયાત્રા પસાર થશે. ઠેર-ઠેર ચોકે-ચોકે જલારામબાપાની શોભાયાત્રાનું શાનદાર સ્વાગત કરવામાં આવશે. શોભાયાત્રામાં વિશાળ સંખ્યામાં ફલોટસ, ટુ-વ્હીલર, ફોર-વ્હીલ સાથે જલારામ ભકતો જોડાશે.
શોભાયાત્રાનો પ્રારંભ ચૌધરી હાઈસ્કુલના પટાંગણથી શરૂ થશે અને આ યાત્રા પંચનાથ મહાદેવ મંદિરે વિરામ પામશે. જયાં મહાઆરતી, મહાપ્રસાદ, જલારામ સંગીત સંઘ્યા, જલારામ રકતદાન શિબિર જેવા કાર્યક્રમો યોજાશે. આ બાબતે સમાજના અગ્રણીઓએ જલારામબાપાની ૨૧૯મી જન્મજયંતી અનુસંધાને જાહેર રજા આપવાની રજુઆત કરી હતી.
તેમજ જલારામ જન્મોત્સવ સમિતિના કાર્યાલયનું દિપ પ્રાગટય રાજકોટ લોહાણા મહાજનના કાર્યકારી પ્રમુખ કાશ્મીરાબેન નથવાણી, રમેશભાઈ ઠકકર, પ્રવિણભાઈ કાનાબાર, મનીષભાઈ સેજપાલ સહિતનાઓ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ આજરોજ રાત્રે ૯:૦૦ કલાકે કેશરીયાવાડી ખાતે જલારામ બાપાના ધર્મઘ્વજનું પૂજન અનમોલદાસબાપુ, કૈલાશદાસજી મહારાજ, રામસ્વ‚પ દાસજી મહારાજના વરદ હસ્તે કરવામાં આવશે.