સુરતના સ્વાસ્થ્ય પ્રેમી પરિવારના ઋષી કૌશીકજી સ્વાસ્થ્ય લક્ષી માર્ગદર્શન સ્વાસ્થ્ય સપ્તાહ દરમ્યાન થેલેસેમીયા નિદાન કેમ્પ તથા રકતદાન કેમ્પ યોજાયા
શ્રી ઉમિયા મહિલા સંગઠન સમિતિ અને રાજકોટ મહાનગરપાલીકાના સંયુકત ઉપક્રમે તા.૨૨ થી ૨૮ ઓગષ્ટ ગ્રુરૂપ્રસાદ કોમ્યુનીટી હોલ, સ્વામિનારાયણ ચોકથી આગળ ગોંડલ રોડ, સ્વાસ્થ્ય સપ્તાહની ઊજવણી કરાય હતી.
ઉમિયા મહિલા સંગઠન દ્વારા આયોજીત સ્વાસ્થ્ય સપ્તાહના ઉદઘાટન સમારોહમાં ઉદઘાટક તરીકે શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી શ્રીમતી અંજલીબેન રૂપાણી તરીકે રાજકોટ મહાનગરપાલીકાના મેયર શ્રીમતી બીનાબેન આચાર્ય તેમજ અતિથિ વિશેષ તરીકે શ્રીમતી સોનલબેન મૌલેશભાઈ ઉકાણી, શ્રીમતી જયાબેન નાથાભાઈ કાલરીયા, મહિલા સંગઠન સમિતિ સિદસરના પ્રમુખ શ્રીમતી જયશ્રીબેન ટીલવા ઉપસ્થિત રહ્યા હતા.
આ સ્વાસ્થ્ય સપ્તાહ દરમ્યાન ઉમિયા માતાજી મંદિર સિદસરના ઉપપ્રમુખ જેરામભાઈ વાંસજાળીયા, મંત્રી જયેશભાઈ પટેલ, પરસોતમભાઈ ફળદુ, જેન્તીભાઈ કાલરીયા, સાંસદ મોહનભાઈ કુંડારીયા, મૌલેશભાઈ ઉકાણી, જગદીશભાઈ કોટડીયા, મુળજીભાઈ ભીમાણી, નાથાભાઈ કાલરીયા, કાંતીભાઈ માકડીયા, સંજયભાઈ કોરડીયા, ડો. વિજય ભટ્ટાસણા, રજનીભાઈ ગોલ, રાજુભાઈ ત્રાંબડીયા, હરીભાઈ કલોલા, કિશન ટીલવા, મુકેશભાઈ મેરજા, ભરતભાઈ ગાજીપરા, વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. સ્વાસ્થ્ય સપ્તાહમાં શિવલાલભાઈ આદ્રોજા, બિપીનભાઈ બેરા ભુપતભાઈ પાચાણી, નરેન્દ્રભાઈ ઘેટીયા, હસમુખભાઈ ચોવટીયા, ગૌતમભાઈ પટેલ, જસ્મીનભાઈ પટેલ તથા રાજેશભાઈ માકડીયા, મનસુખભાઈ પોકારનો સહયોગ મળ્યો હતો.
શ્રી ઉમિયા મહિલા સંગઠન સમિતિ દ્વારા રાજકોટ શહેરના આંગણે સૌ પ્રથમ વખત સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ અર્થે લોકોના આરોગ્યને ધ્યાનમાં રાખક્ષ વિનામૂલ્યે આ સ્વાસ્થ્ય સપ્તાહનું આયોજન કરાયું હતુ. દરરોજ અલગ અલગ વ્યાખ્યાનો થકી આયુર્વેદનો પરિચય પ્રકૃતિ પરીક્ષણ, ડાયાબીટીસ, વંધ્યત્વ નિવારણ, શરીરના તમામ દુ:ખાવા હૃદયરોગ, રોગપ્રતિકારક શકિત, દિનચર્યા, રોગોના ઉદભવ્ લક્ષણો નિવારણ સારવાર અગમચેતીના પગલા, ઘરગથ્થુ જડીબુટી દ્વારા ઉપચારની વિવિધ પધ્ધતીઓ અંગે સુરતના સ્વાસ્થ્ય પ્રેમી પરિવારના ઋષી કૌશીકજીએ રોગોની માહિતી તેમજ તેમના લક્ષણો અને ઉપાયો અંગે માર્ગદર્શન આપ્યું હતુ આ સપ્તાહને સફળ બનાવવા માટે કાંતીભાઈ ઘેટીયા તથા પ્રફુલભાઈ કાથરોટીયાના માર્ગદર્શન હેઠળ શ્રી ઉમીયા મહિલા સંગઠન સમિતિના સરોજબેન મારડીયા, ભાવનાબેન રાજપરા, રેખાબેન ત્રાંબડીયા, કિર્તીબેન માકડીયા, પારૂલબેન નાર, નીતાબેન ઘોડાસરા, ભાવનાબેન ભાલોડીયા, નીતાબેન સોળીયા, વર્ષાબેન માકડીયા નયનાબેન માકડીયા, લલીતાબેન કલોલા અલ્કાબેન ચાપાણી વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.