ઓખામાં ગણેશ ઉત્સવની ઉત્સાહ ભેર ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં ઓખાના તમામ એરીયામાં ૨૧ જેટલા નાના મોટા ગણેશ પંડાલો ઉભા કરવામાં આવેલ છે. અહીં તમામ વિસ્તારમાં બાળ હરીફાઇ, દાંડીયા રાસ, કૃષ્ણ જન્મ ઉત્સવ, મહાઆરતી, અન્નકોટ જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવે છે. આજરોજ ઓખા કા રાજામાં મહાઆરતીનો વિશેષ કાર્યક્રમ રાખવામાં આવ્યા હતા. જેમાં ઓખાના સર્વે સહ પરીવાર સાથે મહાઆરતીમાં ભાગ લીધો હતો. જેમાં તમામ નાની બાળાઓ આરતી તૈયાશ કરી તેમની સાથે ગણેશની આરતી ઉતારી હતી. તથા ૧૦૧ રાજભોગ અન્નકોટના દર્શન રાખવામાં આવેલા
જેમાં નવી બજારના એરીયાના તમામ ઘરોમાં જુદી જુદી વાનગીઓ બનાવી ૧૦૧ જેટલી વાનગીઓ ગણેશજીને અર્પણ કરી હતી. અહીં દેવભૂમિ દ્વારકાની સર્વથી મોટી અને વિશાળ મુર્તિની સ્થાપના કરવામાં આવી છે. અહીં આરતીમાં રધુવંશી પરીવારના બદીયાણી પરીવારે આજની આરતીનો લાભ લીધો હતો. અહીંની આરતીની વિશેષતા એ હતી કે અહીં ઓખાના યુવાનો બેડવાજા ઢોલ સાથે સંગીત મય આરતીથી વાતાવરણ ભકિતમય બનાવે છે.