જ્ઞાતિશ્રેષ્ઠી કિરીટભાઈ ગણાત્રાના યજમાનપદે ૫૦૦થી વધુ આગેવાનો એક મંચ પર ઉપસ્થિત; જ્ઞાતિને રાજકીય, સામાજીક તથા પ્રશાસનિક પ્રવાહમાં સક્ષમ સ્થાન મળે તે માટે ‘એકા મતે એકા જુથે’ નો નિર્ધાર વ્યકત કર્યો; સનદી તથા વહીવટી અધિકારી બનવા માટેના વર્ગો નિ:શુલ્ક શરૂ કરવાની સ્નેહમિલનમાં જાહેરાત
જ્ઞાતિશ્રેષ્ઠી કિરીટભાઈ ગણાત્રાનાં યજમાન પદે તાજેતરમાં પ્રભુ ફાર્મ એન્ડ રીસોર્ટ ખાતે શહેરની જુદી જુદી રઘુવંશી સંસ્થાઓનાં પદાધિકારીઓ, સમાજના દાતાઓ, શ્રેષ્ઠીઓ, પ્રોફેશનલ્સ, ઉદ્યોગપતિઓ, અગ્રણી વેપારીઓ વિગેરે મહાનુભાવોની ઉપસ્થિતિમાં સમાજનાં સર્વાંગી કલ્યાણની પ્રવૃત્તિને વેગ આપવા સ્નેહમિલન (ચિંતન મંથન સેમિનાર) યોજાયું હતુ.
આ ગૌરવવંતા સ્નેહમિલનમાં લોહાણા સમાજના વિવિધ ક્ષેત્રનાં ટોચનાં પાંચસોથી વધુ અગ્રણીઓની ઐતિહાસીક હાજરી થકી જ્ઞાતિએકતાના અદભૂત દર્શન થયા હતા. અલગ અલગ વિચારધારા ધરાવતા લોહાણા શ્રેષ્ઠીઓ એક છત્ર હેઠળ એકઠા થતા ખરા અર્થમાં અમ્બ્રેલા ઓર્ગેનાઈઝેશન અભૂતપૂર્વ રીતે દીપી ઉઠ્યું હતુ.
એક છત્ર એક વિચાર, વિવાદ નહી વિકાસ વાદ નહી સંવાદ વિગેરે સુત્રોએ સાર્થક કરવા લોહાણા જ્ઞાતિને રાજકીય સામાજીક તથા પ્રશાસનિક પ્રવાહમાં મોભાદાર સક્ષમ સ્થાન મળે તે માટે એકા મતે એકા જુથે હાજર રહેલ સૌ અગ્રણીઓએ નિર્ધાર કર્યો હતો. ઉપરાંત સમાજ તથા જ્ઞાતિહિતના કોઈપણ કાર્યને સફળ બનાવવા માટે સદાય તત્પર હોવાનું જણાવ્યું હતુ,.
અધ્યક્ષ સ્થાનેથી કિરીટભાઈ ગણાત્રાએ જણાવ્યું હતુકે રઘુવંશી સમાજનું ગૌરવ વધારતો અને જ્ઞાતિ એકતાના અલૌકિક દર્શન કરાવતો આજનો દિવસ ખરેખર ઐતિહાસીક અને અવિસ્મરણીય છે. નકારાત્મક વિચારધારાને તિલાંજલી આપીને સૌ કોઈ હકારાત્મક વિચારધારા અપનાવીએ તેજ સમાજનું સાચુ ગૌરવ છે. ખોટુ બોલવાની તથા ખોટુ લગાડવાની ટેવ કાઢી નાખવી તેજ આજના સમયની માંગ છે. હકારાત્મક દ્રષ્ટીકોણ, સ્વપ્રયત્ન, આત્મવિશ્ર્વાસ, સમાજ માટે કંઈક કરી છૂટવાની તમન્ના તથા સંગઠનની તાકાત અશકય કામને પણ શકય બનાવી દેતી હોવાનું કિરીટભાઈ ગણાત્રાએ જણાવ્યું હતુ.
સનદી તથા વહીવટી અધિકારીઓ બનવા માટે ટુંક સમયમાં જ લોહાણા સમાજ માટેના નિ:શુલ્ક વર્ગો એકસપર્ટ ફેકલ્ટીઝના સંગાથે શરૂ કરવાની જાહેરાત કરી હતી.
સ્નેહમિલનનાં આયોજક અને રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ રાજુભાઈ પોબારૂ એ જણાવ્યું હતુ કે પ.પૂ. જલારામબાપાની કૃપાથી રાજકોટ લોહાણા મહાજન દ્વારા સમાજના સર્વાંગી વિકાસ માટે અવિરત અને અસરકારક પગલા લેવાઈ રહ્યા છે ત્યારે નાણાંનાં અભાવે કોઈપણ કાર્ય અધૂરૂ છોડવામાં નહી આવે.
સ્નેહમિલન કાર્યક્રમની રૂપરેખા તથા મહત્વ સમજાવતા રાજકોટ લોહાણા મહાજનન કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઈ ચોટાઈએ માહિતી આપતા જણાવ્યું હતુ કે આશરે ૭૦ વર્ષો પૂર્વેના રાજકોટ લોહાણા મહાજનના બંધારણમાં સુધારા અનિવાર્ય હોય બંધારણ સુધારાની કાર્યવાહી ગતિમાં છે.
આ ઉપરાંત વિશ્ર્વ લોહાણા મહાપરિષદનાં ટ્રસ્ટી વિણાબેન પાંધી તથા રાજકોટ બિલ્ડર્સ એસો. અને ચેમ્બર્સ ઓફ કોમર્સના પૂર્વ ઉચ્ચ હોદેદાર હિતેષભાઈ બગડાઈએ પણ પ્રાસંગીક પ્રવચનમાં રાજકોટ લોહાણા મહાજનની હાલની ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવી હતી.
સ્નેંહમિલન ચિંતન મંથન સેમિનારમાં ઉપસ્થિત લોહાણા સમાજનાં શ્રેષ્ઠીઓ પાસેથી અમૂલ્ય સૂચનો માટે આહવાન કરાતા તેઓ પાસેથી અમૂલ્ય સુચનો મળ્યા હતા આ સુચનો સંદર્ભે લોહાણા મહાજનનાં પદાધિકારીઓએ ચર્ચા વિચારણા કરી હકારાત્મક અભિગમ સાથે નિર્ણય કરવા કટીબધ્ધતા વ્યકત કરી હતી.
સ્નેહમિલનમાં યજમાન કિરીટભાઈ ગણાત્રા તથા આયોજક રાજુભાઈ પોબારૂના આમંત્રણને માન આપીને હીરાભાઈ માણેક, હિતેષભાઈ બગડાઈ, વિણાબેન પાંધી, નવીનભાઈ ઠકકર, કાશ્મીરાબેન નથવાણી, બકુલભાઈ નથવાણી, જનકભાઈ કોટક, ધર્મેન્દ્રભાઈ મીરાણી, પંકજભાઈ તન્ના, પરેશભાઈ વિઠ્ઠલાણી, ડો. મયંકભાઈ ઠકકર, કેતનભાઈ પાવાગઢી, કે.ડી. કારીયા, રમણભાઈ કોટક, વિજયભાઈ કારીયા, એડવોકેટ બકુલભાઈ રાજાણી લલીતભાઈ વડેરીયા (કાળુમામા) દિલીપભાઈ પુજારા, બલવંતભાઈ પૂજારા, દિપકભાઈ પોપટ, ઈશ્ર્વરભાઈ ખખ્ખર, મનુભાઈ ઠકકર, દિલીપભાઈ મસરાણી, દિપકભાઈ નથવાણી, કુંદનબેન રાજાણી, કિર્તીબેન ગોટેચા, ઈંદુબેન ઠકકર, મયંકભાઈ તથા પ્રિતીબેન પાંઉ, પ્રદિપભાઈ ભાગ્યોદય, બિંદીયાબેન અમલાણી, ભુપેન્દ્રભાઈ ખખ્ખર, ભરતભાઈ ભીંડોરા, દિનેશભાઈ તન્ના, સુરેશભાઈ ચંદારાણા, નિતિનભાઈ રાયચૂરા, રાજેશભાઈ પોપટ, મેહુલભાઈ નથવાણી, વિશાલભાઈ કકકડ, ડો.સુશીલભાઈ કારીયા, નટુભાઈ કોટક, શરદભાઈ અનડા, જેષ્ઠારામભાઈ ચતવાણી, રાજેન્દ્રભાઈ કોટેચા, કલ્પેશભાઈ બગડાઈ, અતુલભાઈ રાજાણી દિલીપભાઈ સોમૈયા, નલીનભાઈ બુધ્ધદેવ, સતીષભાઈ ધાણી, સુરેશભાઈ ચેતા, હસમુખભાઈ બલદેવ, પરેશભાઈ શીંગાળા, ગૌરવભાઈ પુજારા, રમેશભાઈ ધામેચા, મિતેષભાઈ રૂપારેલીયા કેતનભાઈ ચોટાઈ, પરેશભાઈ રૂપારેલીયા ડો. દિગંતભાઈ ઠકકર, પ્રકાશભાઈ સોમૈયા, ધર્મેશભાઈ વસંત, અમિતભાઈ રૂપારેલીયા વગેરે મહાનુભાવો તથા સમગ્ર મહાજન કારોબારી અને મહાજન સમિતિના તમામ સભ્યો હાજર રહ્યા હતા.
જ્ઞાતિ શ્રેષ્ઠીઓ અનિવાર્ય સંજોગોને કારણે હાજર રહી શકયા ન હતા. તેઓ બધાએ ટેલીફોનીક તથા પત્ર દ્વારા ચિંતન મંથન સેમીનાર સ્નેહમિલન કાર્યક્રમને શુભેચ્છાઓ પાઠવી હતી. અમુક અગ્રણીઓએ સ્નેહમિલનના અગાઉના દિવસોમાં રૂબરૂ આવીને પણ શુભેચ્છાઓ પાઠવી હતી.
અંતમાં સરસમજાનું સ્વાદિષ્ટ ડીનર લઈને જ્ઞાતિ એકતા અને જ્ઞાતિ ઉત્કર્ષના નવા જોમજુસ્સા સાથે સૌ છુટા પડયા હતા.