દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળીયા ખાતે સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિ રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે રન ફોર યુનિટીને લીલી ઝંડી આપી જોધપુર ગેટ, ખંભાળીયાી પ્રસન ઇન.ચાર્જ કલેકટર આર.આર.રાવલ દ્વારા કરવામાં આવ્યું છે.  આ તકે દોડવિરોને સંબોધતા ઇન.ચાર્જ કલેકટર આર.આર.રાવલે જણાવ્યું કે, ગૌરવવંતિ ગુજરાતમાં પરંપરા આજે ઉભી થઇ રહી છે.

સરદાર પટેલ વિર પુરુષને યોગ્યે આદરાંજલી આપવા માટે ગુજરાતના પનોતા પુત્ર અને ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સરદાર સાહેબની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાં નિર્માણનું સેવેલું સપનું સાકાર થયું છે. આજે તેઓ સરદાર પટેલની પ્રતિમાના લોકાર્પણ કરવાના છે. આ રન ફોર યુનિટીનીમાં દોડવિરોએ સવારે ૮ કલાકેથી જોધપર ગેટી દોડ લગાવીને નગરનાકા, ચાર રસ્તા થઇ મેધજી પેરાજ છાત્રાલય પાસે સમાપ્ત  થઇ હતી. અને ત્યારબાદ તમામ દોડવિરો માટે નાસ્તાની વ્યવસ્થા  રાખવામાં આવેલી હતી.

આ કાર્યક્રમમાં દેવભૂમિ દ્વારકા પોલીસવડા રોહન આનંદ, અધિક કલેકટર એચ.પી.પટેલ, ખંભાળીયા પ્રાંત અધિકારી જોશી, રમત ગમત અધિકાર ભાવેશ રાવલીયા, ખંભાળીયા નગરપાલીકા ચીફ ઓફિસર ગઢવી, ભાજપ આગેવાન હિતેશભાઇ પિંડારીયા, અધિકારીઓ-કર્મચારીઓ ઉપરાંત વિવિધ શાળા કોલેજોના વિર્દ્યાીઓ સહિત સામાજિક સ્વેચ્છિક સંસના સભ્યો, પોલીસ વિભાગ અને નગરજનો સહભાગી થયા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.