Abtak Media Google News

રાજકોટ શહેર-જિલ્લા સહિત સૌરાષ્ટ્રભરમાં  મુસ્લિમ બિરાદરો કબ્રસ્તાનમાં જઈ મર્હુમોની કબર પર ફૂલ ચઢાવી, મસ્જિદોમાં ઈદની ખાસ નમાજ અદા કરવામાં આવી હતી.

ઈસ્માલ ધર્મના પવિત્ર રમઝાન માસની કઠીન રોજા સાથે અલ્લાહની ઈબાદત કરવામાં આવી હતી. દરમિયાનમાં ે ઈદનો ચાંદ દેખાતા સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા ઈદ-ઉલ-ફિત્રની પરંપરાગત રીતે હર્ષોલ્લાસભેર ઉજવણી કરાઇ. ઈદના તહેવાર નિમિત્તે  તમામ મસ્જિદોમાં વહેલી સવારે ખાસ નમાઝ અદા કરવામાં આવી હતી.

IMG 20220503 WA0009

અલ્લાહની બંદગીના પવિત્ર રમજાન માસના 30 રોજા પૂરા થયા છે. સાથો સાથ ઈદના ચાંદના દિદાર થતાં સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા ઈદ-ઉલ-ફિત્ર (રમજાન ઈદ)ના તહેવારની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી.. મુસ્લિમ બિરાદરો દ્વારા મંગળવારે સવારે ઈદગાહ અને મસ્જિદોમાં ઈદની નમાજ અદા કરાઇ હતી.. નમાજ બાદ એેકબીજાને ગળે લગાડી પરસ્પર ઈદની મુબારક બાદી પાઠવી હતી.  બાદ કબ્રસ્તાનોમાં આવેલ મર્હુમાની કબર પર ફૂલ ચઢાવ્યા હતા. આ ઉપરાંત એક-બીજાને ગળે મળી ઈદની મુબારકબાદી પાઠવવામાં આવી હતી.. જ્યારે ઈદ અને વાસી ઈદના દિવસે હરવા-ફરવાના સ્થળોએ મુસ્લિમ બિરાદરોનો માનવ મહેરામણ સહપરિવાર ઉમટી પડયો હતો.

મુસ્લિમ સમાજ દ્વારા  સ્થળોએ ઈદની ખાસ નમાજ પઢાવી દુઆઓ કરાઈ હતી. નમાજ બાદ એકબીજાને ગળે લગાડી પરસ્પર ઈદની મુબારકબાદી પાઠવી હતી. વ્હોરા સમાજના કબ્રસ્તાનમાં જઈને મર્હુમાની કબર પર ફૂલ ચઢાવી દુઆઓ કરાઈ હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.