આજરોજ મુસ્લિમ બિરાદરો દ્વારા રમઝાન ઈદ એટલે કે ઈદ-ઉલ-ફિત્રની શાનદાર ઉજવણી કરવામાં આવી છે.
ઈદની ઉજવણીને લઈને બિરાદરોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રભરની મસ્જિદોને શણગારથી સમજાવવામાં આવી છે.
ઈદ-ઉલ-ફિત્રના પાવન અવસરે મુસ્લિમ સમાજે અલ્લાહની ઈબાદત સાથે એકબીજાને ઈદની મુબારકબાદી પાઠવી હતી.
આ ઉપરાંત કબ્રસ્તાને જઈને પોતાના મર્હુમની કબર ઉપર ફુલ ચડાવી ફાતેહા અદા કરી ખાસ દુવાઓ કરવામાં આવી હતી.