ઇસ્લામના પેગંબર હજરત મહંમદ સાહેબ ના જન્મદિવસ ઈદે મિલાદની ગઈકાલે સૌરાષ્ટ્ર ભરમાં ભારે શાંતિમય કોમી એક ક્લાસના વાતાવરણ વચ્ચે ઉજવણી કરવામાં આવી હતી રાજકોટ જુનાગઢ અમરેલી ભાવનગર જામનગર સુરેન્દ્રનગર કચ્છ થી પોરબંદર અને ઉના સહિત સમગ્ર સૌરાષ્ટ્રના ગામેગામ ઈદ-એ-મિલાદની ઉજવણી કરવામાં આવી હતી ગઈકાલે વહેલી સવારથી જ મસ્જિદોમાં કિડની ખાસ નમાજ પડી વિશ્વ શાંતિની દુઆ કરવામાં આવી હતી ઠેર ઠેર ઝુલુસ અને માનવ સેવાના કાર્ય સમૂહ પ્રસાદ અને એકબીજાને ઈદે મિલાદની મુબારકબાદી આપી ઈદે મિલાદની ઉજવણી કરવામાં આવી હતી ગામેગામ અને શહેરોમાં યોજાયેલા ઈદે મિલાદના જુલુસમાં મુસ્લિમ બિરાદરો સાથે હિન્દુ સમાજના સામાજિક રાજકીય આગેવાનો જોડાયા હતા સૌરાષ્ટ્રમાં ક્યાંય અનિચ્છય બનાવ ન બને તે માટે પોલીસ સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી હતી
ધોરાજી ખાતે ઈસ્લામના પૈગમ્બર, અમન અને શાંતિના સંદેશ વાહક, સ્ત્રીઓ અને અનાથોના મસીહા હઝરત મુહમ્મદ મુસ્તફાનો 1499મો જન્મદિવસ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો જે અંતર્ગત તા. 15-9-2024 રવિવારે સવારે 10:30 વાગ્યે અહીંની જાણીતી શૈક્ષણિક સંસ્થા ઈમામ બાકિર કોચિંગ સેન્ટર દ્વારા એક શાનદાર શહેરી જુલૂસનો આયોજન કરવામાં આવ્યું હતું જે ખાન મુહમ્મદ મસ્જિદ ધોરાજીથી શરૂ થઈ, મેઈન બજાર, ઘાણીકોઠા, બુખારી શાહ ચોક, રંગારી મોહલ્લા, ચુનારા પા, ત્રણ દરવાજા થઈ ખાન મુહમ્મદ મસ્જિદ ખાતે સંપન્ન થયો હતો
આ જુલૂસમાં સંસ્થાના હોદ્દેદારો, શિક્ષકો, વિદ્યાર્થીઓએ હાજર રહી સરકાર કી આમદ મરહબાના ગગનભેદી નારા સાથે પ્રસ્થાન કરાવ્યું હતું અને સમગ્ર રૂટ પર સુમધુર અવાજમાં નાત શરીફના ગુલદસ્તા પેશ કર્યા હતા અંત માં સમગ્ર દેશમાં અમન, શાંતિ, મુહબ્બત અને ભાઈચારો જળવાઈ રહે તેના માટે દુઆ કરવામાં આવી હતી
આ તકે ધાર્મિક, સામાજિક, રાજકીય આગેવાનો એ ખાસ ઉપસ્થિત રહીને સંસ્થા ના પ્રિન્સીપાલ હાફિઝ રિફાકત હુસૈન સાહબ કાદરી રઝવી ની મહેનત ને બિરદાવી હતી સંસ્થા ના હોદ્દેદાર હાજી ઈમરાન ભાઈ પોઠીયાવાલાએ સૌનો આભાર માન્યો હતો.
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા મુસ્લિમ બિરાદરોએ વહેલી સવારે જુલુસ કાઢી અને ઈદે મિલાદના પર્વની ઉજવણી કરવામાં આવી છે અને શાંતિ અને ભાઈચારાનો સંદેશો ફેલાવવામાં આવ્યો છે ત્યારે ઉલ્લેખની છે કે ઈદે મિલાદના દિવસે ઝુલસ દરમિયાન વિવિધ સ્થળો ઉપર ધાર્મિક કાર્યક્રમનું આયોજન તેમજ નિયાઝનું પણ આયોજન કરવામાં આવ્યું છે ધ્રાંગધ્રા શહેરી વિસ્તારમાં મસ્જિદોના આલીમ તેમજ મુસ્લિમ સમાજના આગેવાનોએ ઝુલસમાં મૌલાનાનું સન્માન કરી ભાઈચારોનો સંદેશ આપો હતો ત્યારે ધ્રાંગધ્રા શહેરી વિસ્તારમાં આવેલ મસ્જિદ તેમજ ઘરોને રોશની પણ કરવામાં આવી છે જિલ્લા પોલીસ વડા હરેશ દુધાત દ્વારા તમામ તાલુકા અને સીટી વિસ્તારમાં પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
ધોરાજી ખાતે ઇસ્લામ ધર્મના સ્થાપક હજરત મોહમ્મદ પયગંબર સાહેબ ના જન્મદિવસની ઉજવણી હર્ષ ઉલાસ સાથે કરવામાં આવી હતી. ધોરાજી શહેરના મુસ્લિમ વિસ્તારોને લાઈટિંગની રોશનીથી શણગારવામાં આવ્યા હતાં. ઠેર ઠેર ઠંડા ગરમ પીણા અને ચા નાસ્તો અને નીયાજ વિતરણ કરવામાં આવી હતી.
રાત ભર મુસ્લિમ વિસ્તારમાં લોકોની ચહલ પહલ જોવા મળી હતી અને વહેલી સવારે લોકો એ દરુંદ શરીફ પઢી અને મોહંમદ પયગંબર સાહેબના જન્મ દિવસ ની ઉજવણી કરી હતી.
ઇસ્લામના પયગમ્બર સાહેબ રસુલલ્લાહ સાહેબના જન્મદિવસની ઉજવણી રૂપે ગોંડલના રાજમાર્ગો પર ગોંડલ ના ભાઈસાહેબ યુસુફભાઇસાહેબ નોમાની આગેવાનીમાં ભવ્ય ઝૂલુસ કાઢેલ હતું આ પ્રસંગે બોટાદથી સ્કાઉટ (બેન્ડ ) બોલવાલ હતું. તેઓએ આ ઝૂલુશ માં બેન્ડ વગાડી ઝૂલુસ ની રોનક માં વધારો કરેલ હતો ઝૂલુસ માં બચ્ચાઓ હાથ માં અલગ અલગ બેનર જેવા કે વ્યાસ મુક્તિ, પાણી બચાઓ, જમણ નો બગાડ ના કરો, વૃક્ષ વાવો જેવા બેનર સમાજ ને સંદેશો પોહચાવ્યો હતો અને આ ઝૂલુસ નું આયોજન માં માં વાલી મુલ્લા સાહેબ મુલ્લા ફકરુદ્દીનભાઈ, સેક્રેટરી સાહેબ મુલ્લા તાહાભાઈ, પી. આર. કોર્ડિંનેટર યુસફભાઇ શામ, દિનેશભાઈ માધડનું ફુલના હારથી સ્વાગત કરેલ હતું.
વઢવાણ કસબા શેરીમાંથી નીકળતા મોટા પીરના ચોકમાં થઈને સાંકડી શેરી મસ્જિદ ચોક થઈને લોટીયાવાડમાં થઈને ધોળીપોળે સમાપ્ત નવા દરવાજે પૂરી કરે છે તેમાં તરીકત હાજી સૈયદ અહેમદ હુસેન મીયા બાપુ વગેરે સામેલ થયેલ તેમાં ઝુલાસ નીકળતા ઠેર ઠેર જગ્યાએ શરબત દુધ કોલ્ડ્રીંક વગેરે જુલાસમાં જોડાયેલ બધા માણસોને પીવડાવવામાં આવે છે.
ઈદ-એ-મિલાદ પર્વ નિમિત્તે મુસ્લિમ બિરાદરો દ્વારા અલ્લાહની બંદગી સાથે પયગંબર સાહેબના જન્મ દિવસની ખુશી મનાવવામાં આવે છે. વાંકાનેર વિસ્તારમાં અલગ-અલગ સ્થળોએ વિશાળ જુલૂસ, સવારે મસ્જિદોમાં પયગંબર સાહેબના બાલ મુબારક દર્શન, ગામે ગામ મુસ્લિમ બિરાદરોએ પોતાના ઘરો અને મસ્જિદોને શણગાર, કુરાનની તિલાવત, ગરીબોને દાન, ન્યાઝ, તકરીર સહિતના કાર્યક્રમો થકી ઈદ-એ-મિલાદ પર્વની ઉજવણી કરી હતી.