તમામ ચર્ચો આકર્ષક રોશની-દિવડાંથી ઝળહળ્યા, આજે રાત્રે ભવ્ય ઉજવણી; નાતાલની કાલે રજા- શાળા કોલેજોમાં વિદ્યાર્થીઓ ઉજવશે ક્રિસમસ: ક્રિસમસ ટ્રી, શાંતા કલોઝ ડ્રેસ ખરીદવા બજારમા ભીડ; ખ્રિસ્તી સમુદાય નાતાલ- ન્યુયર ઉજવવા ઉત્સાહમાં…

૨૫ ડિસેમ્બરે દર વર્ષે ખ્રિસ્તી ધર્મનો સૌથી મોટો પર્વ ક્રિસમસની આખા વિશ્ર્વમાં ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. આ દિવસની અલગ અલગ જગ્યાએ અલગ અલગ રીતે ઉજવણી કરવામાં આવે છે. ભગવાન ઈસુનો આ દિવસે જન્મ થયો હોય જેથી ભગવાન ઈસુના જન્મોત્સવ તરીકે નાતાલની ઉજવણી કરવામાં આવે છે.

ક્રિસમસ પર એક ટ્રી પણ શણગારવામાં આવે છે. એવું મનાય છે કે ભગવાન ઈશુના જન્મની તેમના માતા-પિતાને શુભકામના આપવા દેવોએ વૃક્ષને તારાઓથી સજાવ્યું હતુ. ટ્રી શણગારવાની પરંપરા જર્મનીથી શરૂ થઈ હોવાનું કહેવાય છે. વૃક્ષ ઘરની નકારાત્મકતા દૂર કરતા હોવાનું પણ મનાઈ છે.

ક્રિસમસ નીમીતે શાંતા કલોઝ બાળકોને ગિફટ-ચોકલેટ આપી ખૂશ ખૂશાલ કરે છે. વાસ્તવિકતામાં સંત નિકોલસને જ શાંતા કલોઝ માનવામાં આવે છે. સંત નિકોલસે પોતાના જીવનમાં સતત જરૂરતમંદ લોકોની મદદ કરી હતી.

ક્રિસમસનો તહેવાર વિશ્ર્વના દરેક દેશોમાં પોત-પોતાના રીત-રિવાજો, માન્યતા મુજબ ઉજવવામાં આવે છે.

IMG 20191224 WA0006

જેમ હિન્દુ ધર્મમાં દિવાળીનો તહેવાર સૌથી મોટો ગણાય છે. તેમ ખ્રિસ્તીઓનો મોટો પર્વ નાતાલ છે. મોટાભાગના દેશોમાં આ પર્વ નાતાલથી ન્યુયર સુધી ઉજવાય છે. જો કે, યુરોપમાં લગભગ ૧૨ દિવસ આ તહેવાર ઉજવવામાં આવે છે.

રાજકોટ સહિત સૌરાષ્ટ્રના વિવિધ ચર્ચોને આકર્ષક રોશની દિવડાંથી શરગારવામાં આવ્યા છે. જયાં આજે રાત્રે ખ્રિસ્તી સમુદાય ભગવાન ઈશુના જન્મના વધામણા કરી પ્રાર્થના કરશે. ખ્રિસ્તી લોકો આજરાતથી ન્યુયર સુધી નવા વર્ષનું સેલિબ્રેશન કરશે.

શાળા-કોલેજોમાં વિદ્યાર્થીઓને કાલે નાતાલની રજા હોય ઉમંગથી ઉજવણી કરવામાં આવશે.

હવે કેલેન્ડર વર્ષ ને સૌથી વધુ પ્રાધાન્ય અપાતું હોય જેથી યર એન્ડિંગ અને ન્યુયરને ઉજવવા યુવા હૈયાઓમાં અનેરો ઉમંગ છવાશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.