‘અપની માટી, અપના દેશ’કાર્યક્રમ
ઝંડા ચોક હિન્દી પ્રાથમિક શાળામાં કલેક્ટર દ્વારા ધ્વજવંદન, તેજસ્વી વિદ્યાર્થીને પુરસ્કૃત કરાયાસિલ્વાસા શહેરના ઝંડા ચોક ખાતે આવેલી પ્રાથમિક હિન્દી સેન્ટ્રલ સ્કૂલમાં આજે ‘અપની માટી, અપના દેશ’ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી .
આ પ્રસંગે કલેક્ટર ભાનુ પ્રભાએ શાળાના પ્રાંગણમાં ધ્વજ ફરકાવ્યો હતો. આ પ્રસંગે સિલ્વાસા મ્યુનિસિપલ કાઉન્સિલના ચીફ ઓફિસર પણ ઉપસ્થિત રહ્યા હતા.
ધ્વજવંદન સાથે વિદ્યાર્થીઓ દ્વારા રાષ્ટ્રગીત ગાવામાં આવ્યું હતું. કલેકટરે શાળા પરિવારને પંચપ્રાણના શપથ લેવડાવ્યા હતા. તેજસ્વી પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને કલેકટરના હસ્તે પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ દેશભક્તિ આધારિત સુંદર રંગોળીઓ બનાવી હતી જેને સૌએ બિરદાવી હતી. આજના કાર્યક્રમ વિશે માહિતી આપતા, SMCના COએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પહેલ પર 9 થી 15 ઓગસ્ટ દરમિયાન દેશભરની નગરપાલિકાઓ અને જિલ્લા પંચાયતો દ્વારા ‘મેરી માટી-મેરા દેશ’ કાર્યક્રમ ચલાવવામાં આવી રહ્યો છે. એ જ ક્રમમાં અહીં આ કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.