૧૩ વસ્તુઓનું વિતરણ તથા દરેકને રૂ.૭૧ની પ્રભાવના
ગો.સંપ્ર.ના સૌરાષ્ટ્રના સિંહણ બા.બ્ર.પૂ.ઈન્દુબાઈ મહાસતીજી તીર્થધામમાં સોનલબાઈ મહાસતીજીની ૬૧મી જન્મજયંતિની ભવ્યાતિભવ્ય દબદબાભરી ઉજવણી. આ પ્રસંગે સોનલ સદાવ્રતનું આયોજન તથા અનુપમ અલૌકિક જાપ રખાયેલ હતા. આ પ્રસંગે હજારો સાધકોએ જન્મદિનની ભવ્યતાનો લાભ લીધો હતો. જેમ સોનામાં સુગંધ ભળે તેમ ઈન્દુબાઈ મહાસતીજી તીર્થધામને ૨૦ વર્ષ પૂર્ણ, સોનલબાઈ સ્વામીને ૬૧ વર્ષ પૂર્ણ, સોનલ સદાવ્રતને ૧૭ વર્ષ પૂર્ણ, સોનલ સારવાર સહાયને ૯ વર્ષ પૂર્ણ, સોનલ શૈક્ષણિક સહાયને ૫ વર્ષ પૂર્ણ, ઝળહળતા જીવદયાના કાર્યને ૭ વર્ષ પુર્ણ, આમ નાલંદા તીર્થધામમાં તા.૨૦/૧ના શુભ સંયોગો ઘણા ભેગા થયેલ છે. સોનલબાઈ મહાસતીજી માનવતાના મહાસાગર, ગરીબોના બેલી, દયાની દેવી અનેક દુ:ખી જીવોના આંસુ લુછનાર છે. નાલંદા તીર્થધામમાં એક-એકથી ચઢિયાતા અનેક ધર્મોના કાર્યો થઈ રહ્યા છે. માનવ સેવાની અનેક સંસ્થાઓ જેવી કે પાંજરાપોળ વગેરેમાં ગુરુણી ભકતો તરફથી દાન દેવામાં આવ્યું હતું.
ગત તા.૨૦/૧/૫૮ના રોજ પૂ.સોનલબાઈ મહાસતીજીનો જન્મ ધોરાજી મુકામે થયેલ છે. તા.૬/૨/૮૨ના રોજ ઉપલેટા મુકામે દીક્ષા લીધી શાસન અને સંપ્રદાય તથા ગુ‚ણીની આન, બાન, શાન વધારી ગુરૂણીના નામને ચાર ચાંદ લગાવી રહ્યા છે. આ પ્રસંગે દેશ-વિદેશના દાતાઓએ હાજર રહી સોનલબાઈ સ્વામી જુગ જુગ જીવોના નારાથી નાલંદા તીર્થધામ ગાજી અને ગુંજી ઉઠયું હતું. દુ:ખિયાના બેલી ઘણું જીવો એવા નારા લગાવ્યા હતા. આજે વિતરણના દાતા આર.આર. બાવીશી પરીવાર, નવિનભાઈ શાહ, રીનાબેન જીતુભાઈ બેનાણી, ઈશિતા શાહ, જગદીશભાઈ શેઠ આદિ દિલાવર દાતાઓ તરફથી વિતરણ કરવામાં આવેલ.
આ પ્રસંગે સોનલ સિનિયર સીટીઝન, સોનલ સેવા મંડળ, સોનલ સહેલી મંડળ, સોનલ સખી મંડળ તથા સોનલ સદાવ્રત ગ્રુપ, જંકશન યુવક મંડળ તેમજ ધોરાજી, જેતપુર, ઉપલેટા, કાલાવડ, મોરબી આદિ અનેક ગામના સાધકોએ હાજર રહી શુભેચ્છા અર્પણ કરી હતી. આ પ્રસંગે દરેકને પ્રભાવના અશોકભાઈ દોશી તરફથી રૂ.૬૧/- તથા ચંદ્રેશભાઈ તરફથી રૂ.૧૦ કુલ રૂ.૭૧ની પ્રભાવના કરવામાં આવી હતી તથા સવારે સુપરફાસ્ટ એ-વન નવકારશી દાનરત્ના શારદાબેન મોદી તરફથી હતી. નાલંદા તીર્થધામમાં દર ૨૦ જાન્યુઆરીએ નોખુ-અનોખુ નવું આયોજન બહાર પડે છે. આ ૨૦/૧એ ચૌવિહાર હાઉસનું આયોજન થયેલ છે. નાલંદામાં માનવ મહેરામણ ઉમટી પડયો હતો. આદિનાથ ટ્રસ્ટીમંડળે પ્રસંગને આખરી ઓપ આપવા માટે સતત જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સુંદર સંચાલન નિલેશભાઈ શાહે કર્યું હતું. વિતરણ પ્રદાતામાં ભાવનાબેન રોહિતભાઈ શાહનું પણ યોગદાન રહેલ હતું.