રાજપૂતિ પોશાકમાં સજજ ૨૦૦૦થી ૨૫૦૦ રાજપૂતોની મહારેલી નિકળશે: મહાઆરતી, પુષ્પાંજલી સહિતના આયોજનો
લોહી ભલે વહી જાય પણ આ મેવાડી વીરોનું માથુ કદી નમે નહી એવું કહેનારા મહાન યોધ્ધા મહારાણા પ્રતાપની જયેષ્ઠ સુદ ત્રીજના રોજ ૪૭૮મી જન્મ જયંતી રાજકોટ સંગઠન શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના નેજા હેઠળ ઉજવાય રહી છે.જેમાં ગુજરાત ક્ષત્રીય રાજપૂત સંગઠન તથા જય ભવાની રાજપૂત યુવા સેના પણ જોડાઈ રહી છે. તો આ પ્રસંગે શ્રી રાષ્ટ્રીય રાજપુત કરણી સેના દ્વારા મહાઆરતી, પુષ્પાંજલી તથા મહારેલીનું આયોજન કરેલ છે.
તા.૧૬ને શનિવારે સમય સવારે ૮ કલાકે સોરઠીયા વાડી ખાતે કાગદડી ખોડીયાર આશ્રમના મહંત જયરામ દાસ બાપુ, પધારશે તેમજ આશીર્વચન આપશે. સાથે બેડીપરા ક્ષત્રીય રાજપૂત સમાજના અગ્રણી રમેશસિંહ ચૌહાણ, ધીરૂભા રાઠોડ, ચંદુભા પરમાર, કિશોરસિંહ રાઠોડ, રામનાથપરા ક્ષત્રીય કારડીયા રાજપૂત સમાજના અગ્રણી મહેશસિહ રાજપૂત, જયેશસિહ ડોડીયા, વિનુભા સિંધવ, અજયસિંહ પરમાર, જયુભા રાઠોડ, સુરેશસિંહ પરમાર, મવડી ક્ષત્રીય કારડીયા રાજપુત સમાજના આગેવાનો અરૂણસિંહ સોલંકી, નવલસિંહ ચુડાસમા, ગુર્જર ક્ષત્રીયરાજપુત સમાજના આગેવાનો વિક્રમસિંહ પરમાર, ભરતસિંહ ચુડશસમા, વિજયસિંહ ચુડાસમા, મનિષસિહ ભાટ્ટી, નાડોદા ક્ષત્રીય રાજપૂત સમાજ અગ્રણી માવજીભાઈ ડોડીયા, જીણાભા ચાવડા, રમેશસિંહ ચાવડા, ક્ષત્રીય કાઠીદરબાર સમાજ અગ્રણી દીપકભાઈ કાઠી, પ્રતાપભાઈ ભગત, ઉમેદભાઈ બસીયા, બહાદૂરભાઈ માંજરીયા, ભગીરથભાઈ ખુમાણ, ધમભા માંજરીયા, ક્ષત્રીય મારૂ રાજપૂત સમાજ અગ્રણીઓ તથા ક્ષત્રીય રાજસ્થાન રાજપૂત સમાજ અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.
રેલીનો રૂટ સોરઠીયા વાડી સર્કલ મકકમ ચોક ગોંડલ રોડ, અોવર બ્રીજ આનંદ બંગલા ચોક, મવડી ફાયર સ્ટેશન માયાણી ચોક, રાજનગર ચોક, કોટેચા ચોક, કે.કે.વી. હોલ, શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના કાર્યાલય બીગ બજાર અમરનાથ મહાદેવ મંદિરે મહારેલીનું સમાપન થશે. આ કાર્યક્રમ અંગે ચંદુભા પરમાર બહાદૂરભાઈ માંજરીયા, ભગીરથભાઈ ખુમાણ, ઉમેદભાઈ બસીયા, મનોજસિંહ ડોડીયા, યુવરાજસિંહ ડોડીયા, મૌલિકસિંહ વાઢેર, ભુપતસિંહ જાદવ, જગદીશસિંહ ચાવડા, સંદિપસિંહ ડોડીયા, મનોજસિંહ ઝાલા, અનિલસિંહ પરમાર, હરદેવસિંહ ચાવડા, તિર્થરાજસિંહ ડોડીયા, અશોકસિંહ પરમાર, હિતુભા ડોડીયા, જયદીપસિંહ ભાટ્ટી, જોગેન્દ્રસિંહ ચંપાવત, યોગરાજસિંહ તલાટીયા, સહદેવસિહ ડોડીયા, ભાવસિહ ડોડીયા, રમેશસિંહ જાદવ, કુલદિપસિંહ રાઠોડ તથા વિરેન્દ્રસિંહ સીંધવ સહિતનાએ નઅબતકથને વિશેષ વિગતો આપી હતી.