વ્રજભુષણ લાલજી મહારાજના સાનિધ્યે
દીકરીઓને આશિર્વાદ આપવા શહેરી, સમાજના આગેવાનો, મહેમાનો હજારોની સંખ્યામાં ઉમટયા: સૂંદર વ્યવસ્થા વચ્ચે અદકે‚ આયોજન
પૂ. વ્રજભૂષણ લાલજી મહારાજના પ્રાગટય ઉત્સવ શતાબ્દી વર્ષ ઉપલક્ષ્યે સમૂહ લગ્નનું આયોજન રાજકોટના બાલાજી હોલ પાસે પૂ. વ્રજભૂષણ લાલજી મહારાજના પ્રાગટય ઉત્સવ શતાબ્દી વર્ષ ઉપલક્ષ્યે ૪૬ દિકરીઓના સમુહ લગ્નનું જાજરમાન આયોજન કરાયું હતુ જેમાં મોટી સંખ્યામાં મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.
સમુહ લગ્નના વિશાળ આયોજનમાં સ્વચ્છતાને ધ્યાનમાં લઈ સુઘડ વ્યવસ્થા કરવામાં આવી હતી. વ્રજભૂષણ લાલજી મહારાજના ઉત્સવ શતાબ્દીના કાર્યક્રમના ભાગરૂપે યોજાયેલ આ સમુહ લગ્નમાં હજારોની સંખ્યામાં મહેમાનો અને શહેરી આગેવાનો ઉપસ્થિત રહી ૪૬ દિકરીઓને આર્શિવાદ આપ્યા હતા.
દિકરીઓનાં વાલીઓમાં હર્ષઅને લાગણીનો અદભૂત સમન્વય જોવા મળ્યો હતો.સુંદર વ્યવસ્થા અને સગવડથી સૌ કોઈએ ભવ્ય સમુહ લગ્નનો લ્હાવો લીધો હતો. કાર્યક્રમમાં આવેલા મહાનુભાવોએ પોતાની લાગણી અબતક સાથેની વાતચીત દરમ્યાન કહી હતી.
ગુરૂજીની ઉપસ્થિતિમાં સૂવર્ણ અવસર મળ્યો: જયેશભાઈ રાદડિયા
આજરોજ જે વૈષ્ણવ સંપ્રદાય દ્વારા સમુહ લગ્નોત્સવનું આયોજન થયું છે. તેના માટે હું ખૂબ આનંદની લાગણી અનુભવું છું જે નવયુગલોએ પ્રભુતામાં પગલા માંડયા છે. તેમને પણ હુ હાર્દિક શુભકામનાઓ પાઠવું છું ગુરૂજીની હાજરીમાં આજે જે સુવર્ણ અવસર પ્રાપ્ત થયો છે. ત્યારે સમિતિના દરેક સદસ્યોને આ કાર્યક્રમ બદલ ખૂબજ શુભકામના પાઠવું છું.
તમામ નવદંપતીઓને પરમાત્મા સુખ શાંતી આપે તેવી શુભેચ્છા: લાખાભાઈ સાગઠીયા
આજના આ સમુહ લગ્નમાં દરેક સમિતિના સભ્યોએ જે રીતે સરસ કાર્ય કર્યું છે. તેમને હું અભિનંદન પાઠવું છું જેમાં અમને પણ આમંત્રીત કર્યા અને આજે જે લોકોનો સમુહલગ્નમાં ઉત્સાહ છે. તે જોઈને આનંદ અનુભવું છું આજે જે દિકરીઓ પ્રભુતામાં પગલા માંડવા જઈ રહી છે.તેમને પરમ કૃપાળુ પરમાત્મા ખૂબજ સુખ શાંતિ આપે તેવી શુભેચ્છાઓ પાઠવું છું.
દરેક કાર્યકર્તાઓએ દિલથી કામગીરી કરી: જીતુભાઈ ધોળકીયા
આજરોજ રાજકોટમાં સમુહ લગ્નનું આયોજન થયું છે આ સમુહ લગ્નમાં જેટલા પણ યુગલો જોડાણા છે. તેમને શુભેચ્છા પાઠવું છું અને દરેક કાર્યકર્તાઓએ સરાહનીય કામગીરી કરી છે.તેના માટે તેઓને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.
વૈષ્ણવ સમાજે જોડાઈને સરાહનીય કામગીરી કરી: વલ્લભરાયજી મહોદય
આજે ખૂબજ આનંદનો વિષય છે. કે વ્રજભૂષણ લાલજી મહારાજશ્રી દાદાજીને શતાબ્દી વર્ષના પ્રારંભના શુભ અવસરે ૪૬ સમુહ લગ્નનનું આયોજન ગોઠવાયું છે. અને ભગવત કથા હમણા સંપન્ન થઈ રહ્યું છે. વૈષ્ણવ સમાજ આમાં જોડાઈને ખૂબજ સરાહનીય કામગીરી કરી છે. આજનો દિવસ ખૂબજ શુભ છે. આ ઉપરાંત સાંજે પણ ઘણા પ્રસંગો છે. આ નિમિતે બધા લોકોને ખાસ અનુરોધ છે. કે આમાં પૂરી હાજરી આપો અને આનંદ પૂર્વક આ કાર્ય પૂર્ણ થઈ રહ્યું છે.
દીકરીઓની ખુશી એજ સાચી ઉપલબ્ધી: નરેશ પટેલ
વૈષ્ણવ પરિવાર દ્વારા યોજના સમુહ લગ્ન પ્રસંગે દરેક નવદંપતિઓને ખાસ અભિનંદન પાઠવુ છું તેમજ પરમ કૃપાળુ પરમાત્મા દરેકને સુખ સમૃધ્ધિ આપે તેમજ આનંદમાં રાખે તેવી અભ્યર્થના વ્યકત કરૂ છું. આપણી દિકરીઓની ખુશી એજ સાચી ઉપલબ્ધી છે.
લોકોના પ્રતિસાદથી ‘આવનારા’ આયોજનની પ્રેરણા મળી: મનસુખભાઈ સાવલીયા
આજના કાર્યમાં મને જે લોકોનો સહયોગ મળ્યો છે. તેમનો હુ આભારી છું આ વર્ષનો પ્રતિસાદ જોઈને લાગી રહ્યું છે કે આવતા વર્ષે આના કરતાં પણ વધારે સંખ્યામાં લોકો જોડાશે. આ તકે મારા જેટલા પણ સમિતિના કાર્યકર્તાઓ તેમજ મદદનીશોનું હું હૃદયપૂર્વક આભાર વ્યકત કરૂ છું અને શુભેચ્છા પાઠવું છું.