લંગડી દા, દોરડા કુદ, ભમરડો, લખોડી, સાયકલના ટાયર જેવી રમતો આજના બાળકો નથી રમતા અને એવું પણ માનવામાં આવે છે કે શારીરીક રમતો બંધ થવાના કારણે તેમના વ્યવસ્થય પર પહેલા કરતા વધુ અસરો જોવા મળે છે. જેને ઘ્યાનમાં રાખી નચિકેતા સ્કુલીંગ સીસ્ટમ દ્વારા ફીટ ઓલવેઝ હીટ વીકની ઉજવણી કરવામાં આવી.

આ તકે નચિકેતા સ્કુલીંગ સિસ્ટમના કેમ્પસ અમિત દવેએ જણાવ્યું હતું આ પ્રયાસ પાછળનો ઉદ્દેશ્ય હતો કે બાળકો જુની રમતો રમતા થાય અને તેમની તંદુરસ્તી જળવાઇ રહે. સાથે મોબાઇલ, ટીવી ટેબ્લેટના કારણે બાળકોમાં થતી શારીરિક તકલીફો દુર થાય. જુની રમતો રમી બાળકો એકદમ જ ખુશ થઇ ગયા અને આવી રમતો રમવા માટે પ્રેરાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.