- ગોંડલની સંગ્રામસિંહજી સ્કૂલ ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાશે, રેસકોર્ષ ખાતે મંત્રી ભાનુબેન બાબરીયાની અધ્યક્ષતામાં કાર્યક્રમનું આયોજન : વડાપ્રધાન અને મુખ્યમંત્રી વર્ચ્યુઅલ સંબોધન કરશે : પત્રકાર પરિષદમાં વિગતો આપતા કલેકટર પ્રભવ જોશી
આગામી બુધવારે રાજકોટ જિલ્લામાં વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે. જે અંગે વિગતો જાહેર કરવા જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ પત્રકાર પરિષદ યોજી હતી.
જેમાં જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે તા.૨૧ ના રોજ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષ સ્થાને સંગ્રામસિંહજી સ્કુલ ,ગોંડલ ખાતે જિલ્લાકક્ષાનો કાર્યક્રમ યોજાશે. જેમાં આશરે ૨૦૦૦ લોકો જોડાશે તેમજ મંત્રી ભાનુબેન બાબરીયાના અધ્યક્ષ સ્થાને શહેર કક્ષાનો કાર્યક્રમ રેસકોર્ષ,રાજકોટ ખાતે યોજાશે જેમાં આશરે ૨૦૦૦ લોકો જોડાશે.
સરકાર દ્વારા ૭૫ આઈકોનિક સ્થળો પર ઉજવણી કરવા સુચના થયેલ છે. જેમાં રાજકોટ જિલ્લાના કુલ-૭ આઈકોનિક સ્થળ છે. (૧) સંગ્રામસિંહજી સ્કુલ, ગોંડલ , (૨) પોલીસ હેડ કવાટર, જેતપુર, (૩) રેસકોર્ષ ગ્રાઉન્ડ,રાજકોટ, (૪) આલ્ફ્રેડ હાઈસ્કુલ,રાજકોટ, (૫) રાષ્ટ્રીય શાળા, (૬) જ્યુબેલી બેન્ડ સ્ટેન્ડ (૭) કબા ગાંધીનો ડેલો. આ ઉપરાંત દરેક તાલુકાના અમૃત સરોવર ખાતે યોગનો કાર્યક્રમ કરવામા આવશે. આ વેળાએ વડાપ્રધાન અને મુખ્યમંત્રીનું વર્ચ્યુઅલ ઉદબોધન પણ યોજાશે. તમામ લોકો વધુમાં વધુ આંતરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાંભાગ લે તેના માટે દરેક વિભાગો રજીસ્ટ્રેશન કરશે. રજીસ્ટ્રેશન લીંક http://desk.voiceey.com/idoy/
- કેવા કેવા કાર્યો કરાશે ?
પંચાયત વિભાગ દ્વારા મુખ્ય માર્ગો યોગ યાત્રા યોજાશે
આરોગ્ય વિભાગ પીએચસી/સીએચસીમાં ઓપીડી સમયે યોગનું મહત્વ સમજાવશે
આશા વર્ક્સ આંગણવાડી બહેનો ભેગા થઈ યોગ નિદર્શન કરાવશે
શિક્ષણ વિભાગ દ્વારા પ્રવચન, પ્રભાતફેરી, નિબંધ સ્પર્ધા, ચિત્રકલા, પ્લે કાર્ડનું આયોજન
ગૃહ વિભાગ દ્વારા બાઈક રેલીના માધ્યમથી યોગ અંગેનો જાગૃતિ કાર્યક્રમ
- યોગ દિવસની કયા કયા સ્થળે ઉજવણી થશે?
રાજકોટ શહેર-૧
રાજકોટ શહેર-૨
રાજકોટ ગ્રામ્ય
જસદણ
ગોંડલ
ધોરાજી
રેસકોર્ષ
આર.કે.યુનિ.- ત્રાંબા
મહારાણા પ્રતાપ હાઇસ્કુલ, કોટડાસાંગાણી
ડેકોરાભવન, મેટોડા જીઆઇડીસી
સરકારી કોલેજ, પડધરી
પ્રા.શાળા સાણથલી
ઓમકાર સ્કૂલ, જસદણ
એપીએમસી, વીંછીયા
ખંભાલિડા, બૌદ્ધ ગુફાઓ
સંગ્રામજી હાઇસ્કુલ, ગોંડલ
તાલુકા કુમાર શાળા, જેતલસર
માર્કેટિંગ યાર્ડ, જેતપુર
નવી ભગવતસિંહજી હાઇસ્કુલ, ધોરાજી
કે.ઓ.શાહ કોલેજ, ધોરાજી
ટાવરવાળી શાળા, ઉપલેટા
મ્યુ.આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ઉપલેટા
સરદાર પટેલ ભવન, ભાયાવદર
કુમાર છાત્રાલય, જામકંડોરણા