- ભારતના રાષ્ટ્રીય રજીસ્ટર મુજબ લગભગ 30 હજાર લોકો કિડની, લીવર, ફેફ્સા અથવા હૃદ્ય માટે રાહ જોઇ રહ્યા છે: ભારતમાં એક મિલિયન વસતી દીઠ અંગદાતા 0.6 અને સ્પેનમાં આ દર 35નો છે: સૌથી વધુ અંગદાન ક્રોશિયા દેશમાં થાય છે
- મગજ મૃત્યું ફક્ત 3 થી 4 ટકા મૃત્યુમાં જ થાય છે તેથી એક હજારમાંથી 4 વ્યક્તિ જ બધા અંગોનું દાન કરી શકે છે: એક અંગદાતા 8 જીવન બચાવી શકે છે: અંગદાતાઓમાં કોઇપણ દેખીતી વિકૃતિ વગર અંતિમ સંસ્કાર કરી શકાય છે
આજે વિશ્ર્વ અંગદાન દિવસ, આપણો દેશ તેના હેતુને આગળ વધારવા માટે પ્રગતિશીલ પગલા ભરી રહ્યું છે. વિશ્ર્વમાં સૌથી વધુ અંગદાન સ્પેશ દેશમાં થાય છે. આપણાં દેશમાં અંગદાન પ્રતિમિલિયન વસ્તીએ એક કરતા પણ ઓછા જોવા મળે છે, જો કે મહારાષ્ટ્ર, તામિલનાડુ, કર્ણાટક જેવા રાજ્યોમાં આ દર ત્રણનો છે. આજનો દિવસ દરમાં સુધારો કરવા અને પ્રજામાં જનજાગૃતિ લાવવાનો છે. કોઇપણ વ્યક્તિ કે જે એચ.આઇ.વી., કેન્સર અને હૃદ્ય અને ફેફ્સાના કોઇપણ ક્રોનિક રોગોથી પીડિત ન હોય તે તેમની ઉંમર, ધર્મ અને જાતીને ધ્યાને લીધા વગર અંગદાન કરી શકે છે. અંગદાનના મહત્વમાં જાગૃતિ લાવવા અને અંગોના દાન કરવા સંબધિત ગેરમાન્યતાને દૂર કરવા આજનો દિવસ મહત્વનો છે. આ વર્ષની ઉજવણી થીમ ‘જીવન બચાવવા માટે સંકલ્પ લો’ છે.
વિશ્ર્વના આંકડા જોઇએ તો દર મિનિટે એક વ્યક્તિ આ અંગદાનની પ્રતિજ્ઞા યાદીમાં ઉમેરાય છે. ભારતના રાષ્ટ્રીય રજીસ્ટર મુજબ લગભગ 30 હજાર લોકો કિડની, લીવર, ફેફ્સા અને હૃદ્યના ડોનરની રાહ જોઇ રહ્યા છે. મગજ મૃત્યું ફક્ત 3 થી 4 ટકા મૃત્યુંમાં જ થતું હોવાથી એક હજારમાંથી માત્ર 4 વ્યક્તિ જ બધા અંગોનું દાન કરી શકે છે. એક અંગદાતા 8 વ્યક્તિના જીવન બચાવી શકે છે. અંગદાતાઓમાં કોઇપણ દેખાતી વિકૃતિ વગર અંતિમ સંસ્કાર વીધી કરી શકાય છે.
મૃત્યુ પામ્યા પછી તેમના સ્વસ્થ અંગોનું દાન કરવા માટે પ્રોત્સાહીત કરવા જરૂરી છે, જેથી તે અન્ય લોકોની જીંદગી બચાવી શકે છે, જેમને અંગોની ખૂબ જ જરૂર છે. કિડની, આંખો, હૃદ્ય, સ્વાદુપિંડ, લિવર, ફેફ્સા વિગેરે અંગો ગંભીર બિમારીથી પીડિત લોકોને દાન કરી શકાય છે. પ્રથમ સફળ ટ્રાન્સપ્લાન્ટ યુ.એસ.માં 1954માં થયું હતું, જે ડો.જોસેફ મરે દ્વારા કરાયું હતું. 1990માં જોડીયા બાળકોની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરી હતી તેમને નોબલ પારિતોષિક પણ મળ્યું હતું.
અંગદાનના બે પ્રકારોમાં જીવંત દાન અને શબનું દાન છે. મનુષ્ય એક કિડની સાથે પણ જીવિત રહી શકે છે અને શરીરમાં એકમાત્ર લીવર એવું અંગ છે. જે પોતાની જાતે પુનર્જીવિત કરવા જાણીતું છે. દાતાના મૃત્યું બાદ શબનું દાન પણ કરી શકો છો, જેના અંગોને જીવંત વ્યક્તિમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે. અંગદાન વિશે સમાજમાં ઘણી ગેરમાન્યતાઓ છે. વ્યક્તિના મૃત્યુ બાદ પણ અંગોનું દાન કરી શકાય છે. હ્યુમન ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ એક્ટ દ્વારા દેશમાં અંગદાનની પ્રવૃત્તિ નિયંત્રિત થાય છે, જે અંગોના વેચાણ અને ખરીદી ઉપર પ્રતિબંધ મુકે છે. અત્યાર સુધીમાં બે લાખ લોકોએ અંગદાન કર્યું છે. જે આજે તેટલા જ સ્વસ્થ છે એટલે દાન કરવાથી વ્યક્તિ નબળી પડે તે માન્યતા ખોટી છે. સ્ત્રી અને પુરૂષનું યકૃત અને કિડની સમાન હોવાથી તે એકબીજામાં સુરક્ષિત ટ્રાન્સપ્લાન્ટ કરી શકાય છે. પુખ્ત દાતાઓના અંગો બાળકોમાં ટ્રાન્સપ્લાન્ટ કરી શકાય છે. બાળકો પુખ્ત ન થાય ત્યાં સુધી અંગદાન કરી શકતા નથી.
ટ્રાન્સપ્લાન્ટેશન ઓફ હ્મુમન ઓર્ગન્સ એક્ટ (ઝઇંઘઅ)માં એકવાર બ્રેઇન સ્ટેમ ડેથનું બીજુ પરિક્ષણ પુર્ણ ન થાય ત્યાં સુધી મૃત જાહેર કરાતા નથી. સ્ટેમ ડેથ માપદંડ દ્વારા જ મૃત જાહેર કરાય છે, આવી વ્યક્તિ તેના શરીરના 9 અવયલોનું દાન કરી શકે છે. જેમાં કોર્નિયા, હૃદ્ય, ફેફ્સા, બે કિડની, લીવર સ્વાદુપિંડના કોષો, ગર્ભાશય, બન્ને હાથ, ચામડી, હાડકા અને સ્નાયુઓની રજ્જું. આપણા દેશમાં મોટાભાગના અંગ પ્રત્યારોપણ ફક્ત ખાનગી હોસ્પિટલમાં જ થાય છે.
આજના દિવસનું મહત્વ વૈશ્ર્વિક અંગની અછતને દૂર કરવા અને જરૂરિયાત મંદોને મદદ કરવા માટે સામાન્ય લોકો પ્રોત્સાહન આપવામાં આવે છે. પ્રાચિનકાળ કે મધ્યયુગમાં આવા પ્રત્યારોપણના અહેવાલો જોવા મળે છે પણ તે અંગેના કોઇ પુરાવા નથી કે તે સફળ હતા કે નહીં. આજના યુગમાં મેડીકલ સાયન્સે ઘણી પ્રગતિ કરી હોવાથી ખુબજ સારી સફળતા મળી છે. મૃત્યું પછી ચક્ષુદાનમાં આપણને ઘણી સફળતા મળી છે.
સમગ્ર વિશ્ર્વમાં લાખો વ્યક્તિઓને આવશ્યક અંગોની ખુબ જ જરૂર હોવાથી એકદાતા તરફથી અંગદાનની આવશ્યકતા હોય છે. વિશ્ર્વમાં સૌથી વધુ અંગદાન નાનકડા દેશ ક્રોશિયામાં થાય છે, જવાનો રેશીયો દશ લાખે 36.5નો છે જ્યારે બીજાક્રમે સ્પેનમાં આ આંક 35 અંગદાનનો છે. આજે તો ઘણા લોકો મૃત્યું બાદ પોતાનું બોડી દાન પણ કરે છે. અંગદાનએ એવી પ્રક્રિયા છે કે જેમાં જીવંત અથવા મૃત વ્યક્તિ પોતાના તંદુરસ્ત અંગનું દાન અન્ય વ્યક્તિના સ્વાસ્થ્યના લાભ માટે કરે છે. અંગ પ્રત્યારોપણ દ્વારા અંગદાતાના શરીરમાંથી દૂર કરીને પ્રાપ્તકર્તાના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે.
અગ પ્રત્યારોપણની રાહ જોતા સેંકડો લોકો મૃત્યુ પામે છે
દર વર્ષે 7 ઓગસ્ટથી 13 ઓગસ્ટ ઓર્ગન ડોનેશન વીક ઉજવાય છે. અંગદાનની પ્રક્રિયા વિશેની સમજનો અભાવ અંગદાનની અછતનું મુખ્ય કારણ છે. આજે પણ અંગ પ્રત્યારોપણની રાહ જોતા સેંકડો લોકો મૃત્યું પામે છે. જીવંત વ્યક્તિ માત્ર એક કિડની, લિવરનો એક ભાગ અને સ્વાદુપિંડનો એક ભાગ દાન કરી શકે છે. એક અંગદાતા 8 વ્યક્તિના જીવન બચાવી શકે છે. યુ.એસ.માં અંગદાનને 90 ટકા લોકો સમર્થન આપે છે પણ સાઇનઅપ માત્ર 60 ટકા લોકો જ કરે છે. ભારતમાં હવે ડ્રાઇવિંગ લાયસન્સ દ્વારા અંગદાનની પ્રતિજ્ઞા લઇ શકો છો.
ભારતમાં દર વર્ષે અવયવોની ખરાબીને કારણે 5 લાખ લોકો મોતને શરણે