શોભાયાત્રા ઉત્સવમાં પાંચ હજારથી વધુ વૈષ્ણવો જોડાયા
શહેરનાં નાનામૌવા સર્કલ મહાત્મા ગાંધી સ્કુલ, આલાપ ટવીન ટાવર ખાતે જગદગૂ‚ શ્રીમદ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીનો ૫૪૨માં પ્રાગટય ઉત્સવ યોજવામાં આવ્યો હતો. તેમાં ૫૦૦ જેટલા વૈષ્ણવો ઉપસ્થિત રહ્યા હતા આ શોભાયાત્રા વ્રજરાજકુમારજી મહોદયના સાનિધ્યમાં યાત્રા શરૂ કરવામાં આવી હતી.
આ યાત્રામાં બહોળી સંખ્યામાં મહિલાઓએ ડી.જે.ના તાલે રાસ ગરબાની રમઝટ બોલાવી હતી. અને વૈષ્ણવો અને ભાવિકો દ્વારા મહાપ્રભુજીની ધામધૂમપૂર્વક શોભાયાત્રા કાઢવામાં આવી હતી આ યાત્રા શ્રીનાથધામ હવેલી ખાતે સમાપ્ત કરવામાં આવી હતી. ત્યારબાદ વ્રજરાજકુમારજી મહોદય દ્વારા આર્શિવચન આપવામાં આવ્યા હતા. શ્રી ઠાકોરજીના મનોરથના દર્શન કરવામાં આવ્યા હતા.
વીવાઈઓનાં વાઈસ પ્રેસીડેન્ટ જીતેનભાઈ સોનીએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતુ કે પુષ્ટિસંપ્રદાયના સ્થાપક જગતગૂરૂ શ્રી મહાપ્રભુજીનો ૫૪૨મો પ્રાગટય ઉત્સવ હતો જે ગૂરૂ એ પુષ્ટિ ધર્મની સ્થાપના કરી હતી શ્રી કૃષ્ણ ભગવાન સુધી પહોચવાનો એક સરળ અને સુગમ અને ગૃહસ્તા સાથેનો પુષ્ટિ માર્ગ આપ્યો હતો.
વીવાયઓ શ્રી નાથજી હવેલી જેનું નિર્માણ હમણાજ થયું છે. વ્રજરાજકુમારશ્રી મહોદયના સાનિધ્યમાં કરવામાં આવ્યો હતો. આ વ્રજરાજકુમારશ્રી મહોદયનાં સાનિધ્યમાં આ દિપ પ્રાગટય શોભાયાત્રા શરૂ કરવામાં આવી હતી. આ યાત્રામાં લગભગ ૫૦૦૦ જેટલા વૈષ્ણવો ઉપસ્થિત રહ્યા હતા.