અનેક દંપતિઓએ યજ્ઞમાં આપી આહૂતિ

ગુજરાત – સૌરાષ્ટ્રની ગૌરવમયી ભૂમિ રાજકોટમાં 16 ફેબ્રુઆરીથી 21 ફેબ્રુઆરી સુધી શ્રી વિરાટ વાજપેય મહાસોમયાગ એવમ્ શ્રી વિષ્ણુગોપાલ યજ્ઞનું  ભવ્ય અને દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે.બુધવારે કળશ સોભાયાત્રાથી પ્રસ્થાન કરવામાં આવ્યું . આજે મહાંસોમયજ્ઞનો  પ્રથમ દીવસ છે.  વિષ્ણુ ગોપાલ યજ્ઞમાં 300થી વધું દંપતીઓએ યજ્ઞમાં બેસી આહુતિ આપી હતી. અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો પણ કરવામા આવશે.જેમાં આજ રોજ તુલસીવિવાહ મનોરથનુ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

યજ્ઞમાં ડેપ્યુટી કલેકટર કેતન ઠક્કર, યોગેશભાઇ પૂજારાએ સોમયજ્ઞનો લાહવો લીધો હતો.ધર્મશાસ્ત્ર માર્તંડ વિદ્વાન 87 સોમયજ્ઞના યશસ્વી પ્રણેતા, પદ્મભૂષણ અનંત શ્રી વિભૂષિત સમયાજી દીક્ષિત ગોસ્વામી ડો. ગોકુલોત્સવજી મહારાજ ના સર્વાધ્યક્ષ સ્થાને તથા પૂ. ડો. વ્રજ્યોત્સવજી મહોદય દ્વારા વિરાટ વાજપેય મહાસોમયાગ એવમ શ્રી વિષ્ણુ ગોપાલ યજ્ઞનું અલૌકિક આયોજન કરવામાં આવ્યું છે.

સોમયજ્ઞ સુદ્ધ વૈદિક વિષ્ણુયાગ છે. આ યજ્ઞમાં સાધારણ યજ્ઞોની જેમ ’ સ્વાહા’  નહીં પણ ’ વષટ ’ નું ઉચ્ચારણ કરીને વૈશ્વાનર અગ્નિમાં આહુતિ અપાતી હોય છે. સોમયજ્ઞ આપણી પ્રાચીન સંસ્કૃતિનો એવો સર્વોતકૃષ્ટ યજ્ઞ છે કે જેના ગૌરવ અને સર્વતોમુખી મહત્વની બીજા કોઈ યજ્ઞ સાથે સરખામણી ન થઈ શકે. સોમ એક જીવન તત્વ છે, સોમ સંગઠન, સભ્યતા, સફળતા, સંપન્નતા, સુખ,સમન્વય તથા સામાજિકતાનું સૂત્ર છે.

સોમયજ્ઞ તન, મન અને ધનને શુદ્ધિ કરનારો  યજ્ઞ: રાજુભાઈ પોબારૂ

વિરાટ વિરાટ વાજપેય મહાસોમયાગ સમિતિના પ્રમુખ રાજુભાઈ પોબારૂએ જણાવ્યું કે મહાસોમયાગ મહોત્સવ વિષ્ણુગોપાલ મહાયાગનો આજ થી પ્રારંભ થયો છે. અનેક લોકો યજમાન બન્યાં છે. આ યજ્ઞ તન મન અને ધન ને સુદ્ધી કરનારો યજ્ઞ છે. વિષ્ણુગોપાલ યજ્ઞમાં 1000 થી વધું દંપતીઓ બેસી શકે તેવું ભવ્ય અયોજન કરવામાં આવ્યું છે. સોમયજ્ઞને કારણે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના વૈષ્ણવ સંપ્રદાયમા આનંદનું ઘોડાપુર ઉમટ્યું છે.બપોર અને રાત્રે પ્રસાદની વ્યવસ્થા રાખવામા આવેલ છે. દરરોજ સાંસ્કૃતિક કાર્યક્રમ થશે. સોમવારે શ્રી નાથજીની જાંખીનો કાર્યક્રમનું આયોજન કરેલ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.