જન્માષ્ટમીનું વ્રત કરવાની સુખ, સમૃધ્ધિ અને સંપત્તિમાં વધારો થાય છે
શ્રાવણ વદ છઠ્ઠને શનિવાર રાંધણ છઠ્ઠના અધિષ્ઠાતા દેવતા સૂર્ય છે. સૂર્ય અગ્નિ તત્ત્વનો કારક છે. રસોઈમાં અગ્નિ તત્વનું મહત્મ વધારે છે તે ઉપરાંત રસોઈ ઘરમાં માતા અન્નપૂર્ણાનો વાસ છે.
રાંધણ છઠ્ઠનો તહેવાર શિતળા-સાતમને અનુલક્ષી ઉજવાળા આવે છે. શિતળા સાતમના દિવસે રસોઈ બનાવાતી નથી અને ટાઢુ ભોજન લેવાનું હોય છે. આથી રાંધણ છઠ્ઠના દિવસે સાતમ-આઠમને અનુલક્ષી અને વાનગી અને ભોજન બનાવામાં આવે છે અને ત્યારબાદ સાંજના સમયે બહેનોએ ચુલા, સગડી અથવા ગેસના ચુલાનું અન્નપૂર્ણા માતાજીનું ધ્યાન ધરી કંકુ, ચોખા કરી પુજન કરવું. ત્યારબાદ ચુલા પર રસોઈ બનાવી નહીં આમ રાંધણ છઠ્ઠના દિવસે સાંજના સમયે દિવસ આથમ્યા પછી ચુલો ઠારવો.
શિતલા સાતમએ શિતળા માતાજીની ઉપાસના-પૂજાનો દિવસ છે. શિતળા માતાજી સેવાના દેવી છે. આથી જે લોકો બીજાની સેવા નિસ્વાર્થ ભાવે કરે છે. તેમના પર પસન્ન થાય છે અને તેમના જીવનમાં શિતળતા અને શાંતી આપે છે.
શિતળા માતાજીની પૂજાથી નાના બાળકોને બીમારીઓ સામે રક્ષણ મળે છે. શિતળા સાતમના દિવસે સવારે નિત્ય કર્મ કરી ચુલા અથવા તો ગેસનું પૂજન કરવું પૂજનમાં ચાંદલો ચોખા કરી નાગલા ચુંદળી પધરાવા અને આંબાની ડાળ રાખવી અને પ્રાર્થના કરવી કે શિતળા માતાજી આમ્ર વૃક્ષની જેમ અમારા ઘરમાં પણ શિતળતા અને કૃપા દ્રષ્ટિ આપની રહે. આંબાના ફળ કેરી જેવો રસોઈમાં સ્વાદ મળે.
“આ દિવસે ચુલો કે સગડી સળગાવા નહીં અને આગલા દિવસે રાંધેલ ટાઢુ ભોજન લેવું બહેનો આ દિવસે ચુલા ઉપરાંત ઘંટી. સુપડુને પણ ચાંદલો ચોખા કરી પૂજન કરવું. આ દિવસે ખેડૂતો પોતાના ઓજારની પૂજા કરી શકે છે. શિતલા માતાજીનું વ્રત કરનાર બહેનોને કદી વૈધવ્ય આવતુ નથી અને સંતાનોનું આરોગ્ય સારું રહે છે.
“સોમવાર તા.૩-૯-૧૮ જન્માષ્ટમી આ વર્ષે જન્માષ્ટમી સોમવારે છે. સોમવારે શિવ ભક્તિનું પણ મહત્વ વધારે આમ આથી આ વર્ષે સવારે શિવભક્તિ અને રાત્રે કૃષ્ણ જન્મમાં કૃષ્ણ ભક્તિનો લાભ એક જ દિવસમાં મળશે
પુરાણોના પ્રમાણે જન્માષ્ટની દિવસે ઉપવાસ અથવા એકટાણું કરવું જન્માષ્ટમીના દિવસે ઉપવાસ કરવાથી સુખ સંપતિ અને સમૃધ્ધીમાં વધારો થાય છે. આ વ્રત પૂર્વે રાજાયુધિષ્ઠિરે કરેલ વ્રતના પ્રભાવના લીધે તેવો યુધ્ધ જીતી અને રાજ વૈભવ પ્રાપ્ત કરી શકયા હતા.
જન્માષ્ટમીનો દિવસ કૃષ્ણ ભક્તિ માટેનો અને કૃષ્ણ ભગવાનની કૃપા મેળવવા માટેનો વર્ષનો એક માત્ર ઉત્તમ દિવસ છે.