શ્રીમદ્દ રાજચંદ્ર આશ્રમ ધરમપુરમાં સ્પોર્ટસ, સેવા અને સ્વવિકાસના સંગમ સમા ‘એસ.આર.એમ.ડી. યુથ ફેસ્ટીવલ’ની ઉજવણી
વિશ્ર્વના ર૦૦ શહેરોના ૧પ૦૦ યુવાઓએ સાથે મળી ઉજવ્યો યુથ ફેસ્ટીવલ
શ્રીમદ્દ રાજચંદ્રજીના પરમ ભકત પૂજય ગુરુદેવ રાકેશભાઇ સંસ્થાપિત વિશ્ર્વવ્યાપી આઘ્યામ્મિક સંસ્થા શ્રીમદ્દ રાજચંદ્ર મિશન ધરમપુર તેની મંગળ સ્થાપનાના રપ ગૌરવવંતો વર્ષો પૂર્ણ કરી રહ્યું છે. સાધના અને સેવાની સુવર્ણગાથાના આ રપ મહિમાવંત વર્ષોથી ભવ્ય અને દિવ્ય ઉજવણી એટલે રજત મહોત્સવ ! આ મહોત્સવની સંસ્થાના આંતરરાષ્ટ્રીય મુખ્ય મથક શ્રીમદ્દ રાજચંદ્ર આશ્રમ, ધરમપુરમાં કે જે ગુજરાતના વલસાડ જીલ્લામાં આવેલ છે. ત્યાં તા.ર૯મી ડીસેમ્બરથી ૧લી જાન્યુઆરી ૨૦૨૦ સુધી અત્યંત ધર્મોલ્લાસથી ભરપુર ઉજવણી કરવામાં આવી રહી છે. તે નિમિતે તા.ર૭ અને ર૮મી ડીસેમ્બરે સ્પોર્ટસ, સેવા અને સ્વવિકાસના એક અનોખા સંગમ જેવા એસ.આર.એમ.ડી. યુથ ફેસ્ટીલનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ યુથ ફેસ્ટિવલમાં ફુટબોલ જેવા સ્પોર્ટસ અને મેનેજમેન્ટની અનેક રમતો રાખવામાં આવી હતી. જેના દ્વારા યુવાનોમાં રહેલી પ્રતિભા બહાર આવે, નિખરે, તેઓમાં ખેલદીલી તથા ટીમ સ્પિરીટ જેવા આંતરીક ગુણો વિકસે જે પછી જરુરીયાત મંદોની સેવામાં પ્રયુકત થાય! વળી વિશ્ર્વના ૧પ દેશોના મુંબઇ, કલકતા, દુબઇ, સીગાપોર, સીડની, લંડન, ન્યુ યોર્ક, વાનકુંવર જેવા ર૦૦ જેટલા શહેરોમાંથી ૧પ૦૦ યુવાઓ આમાં ભાગ લેવાના હોવાથી આ ફેસ્ટીવલ વિવિધતા અને એકતાની એક ભવ્ય ઉજવણી સમ બની રહ્યો હતો !આ યુથ ફેસ્ટિવલનો પહેલો દિવસ સ્પોર્ટસ હતો. ઝોરબીંગ ફુટબોલ, હ્યુમન ફુટબોલ, નોકઆઉટ વગેરે અનેક રમતોથી યુવાનોએ ખુબ આનંદ અને ધમાલમસ્તી તો કરી જ પણ તેમનામાં આત્મ વિશ્ર્વાસ, ખંત, સંઘભાવના જેવા ગુણો પણ ખીલ્યા ! આ શારીરિક રમતો ઉપરાંત મેડીટેશન, યોગા અને રંગો તથા સંગીતમઢી સર્જનાત્મક રમતો પણ હતી. જેનાથી તેઓની ભાવનાત્મક કેળવણી થઇ!બીજો દિવસ હતો, સમાજ સેવાનો: જેમાં તેઓને જરુરીયાત લોકોને સેવા દ્વારા આનંદ આપવાની એક તક પ્રાપ્ત થઇ ! તેઓ પોતાની સાથે
સાથે બીજાઓની જીંદગીમાં પણ કશું ક સુંદર ઉમેર્યુ. આ જ તો અનન્ય હતો આ યુથ ફેસ્ટિવલની જયાં યુવાઓએ સ્પોર્ટસ દ્વારા પોતાનામાં ગુણો પોતાનામાં ગુણો ખીલવ્યા અને સેવા દ્વારા અન્યોને આનંદ આપ્યો !
તેઓએ આ સામાજીક પ્રવૃતિઓમાં ભાગ લીધો હતો જેમાં ગ્રામીણ વિસ્તારોમાં તબીબી સારવાર કેમ્પ, મહિલા ગૃહઉઘોગ (મહિલા કૌશલ્ય વિકાસ કેન્દ્ર) ની ગ્રામીણ બહેનો સાથે વસ્તુઓ બનાવવી, શૈક્ષણિક મુલાકાતો અને સ્થાનીક શાળા શ્રીમદ્દ રાજચંદ્ર ગુરુકુળ અને શ્રીમદ્દ રાજચંદ્ર વિદ્યાપીઠનું સુશોભીકરણ ઓર્ગેનિક ખેતી શીખવી, જીવમૈત્રીધામ (પ્રાણીઓનું આશ્રમધામ) માં પ્રાણીઓની સારસંભાળ લેવી વગેરે અનેક પ્રવૃતિઓ કરવામાં આવી હતી.યુવાનોના લાડીલા રાહબર પૂજય ગુરુદેવને યુવાઓ પ્રેમથી ‘સાહેબજી’તરીકે સંબોધે છે. તેઓ સ્પોર્ટસ, સેવા, સંસ્કૃતિ, સેલ્ફ ઇનકવાયરી, અને સ્વવિકાસ, એમ પાંચ ‘એસ’નો સમાવેશ કરી ધડાયેલા યુવા કાર્યક્રમ દ્વારા વિશ્ર્વના વિવિધ દેશોની યુવા પેઢીની ધબકતી ઉર્જાને કુનેહપૂર્વક સાર્થક પંથે દોરી રહ્યા છે.
વૈશ્ર્વિક અભિયાન શ્રીમદ્દ રાજચંદ્ર મિશન ધરમપુરના વિશ્ર્વભરમાં ૯ર યુથ ગ્રુપ્સ છે. આ યુવાનો તેમની વિશ્ર્વવ્યાપી સમાજ સેવા પ્રવૃતિઓમાં જોડાયેલા છે. વળી, રમતના ક્ષેત્રે રસ ધરાવતાં હજારો યુવક-યુવતિઓ માટે એક અભિનવ માઘ્યમ બને છે. ‘સાહેબજીસ ફુટબોલ કલબ’જેમાં વિશ્ર્વભરમાં ૬૫૦ સભ્યો સાથે પ૦ ટીમો (ર૬ યુવાનોની અને ર૪ યુવતિઓની ટીમ) છે જેની વર્લ્ડ કપ ફાઇનલ્સ પણ આ યુથ ફેસ્ટિવલમાં યોજાઇ હતી.
બન્ને દિવસોની સંઘ્યા સાંસ્કૃતિક કાર્યક્રમોથી રળિયામણી બની હતી ! વિવિધ દેશોની અનોખી સંસ્કૃતિનો પરિચય કરાવતાં આ નૃત્ય સંગીત મમઢેલા કાર્ય(્રમો અને ગ્રામીણ મહિલાઓ દ્વારા રાખવામાં આવેલા સ્ટોલ્સ અને સંઘ્યાઓને અવિસ્મરણ બનાવી દીધી હતી. આમ આ યુથ ફેસ્ટિવલે સ્પર્ધાને બદલે પ્રેમ અને વિવિધતામાં એકતાને પ્રોત્સાહન આપનાર બન્યું હતું. ધાંધલ ધમાલ અને પ્રતિસ્પર્ધાની આ દુનિયામાં આ યુથ ફેસ્ટિવલ યુવાઓની પ્રતિભાને પ્રતિભાને બહાર લાવી નિખારવા અને તેને પોતાના તથા સમાજના ઉત્કર્ષ માટે વાપરવા માટેની એક ઉમદા અવરસ બની રહ્યો હતો.વધુ માહીતી અલ્પા ગાંધી મો. નં. ૮૩૬૯૪ ૬૭૨૨૩ તેમજ ૯૮૯૨૦ ૪૯૪૯૩ પર સર્ંપક કરવો.