- પૂ. મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં
- શિક્ષણદિનની ઉજવણીના ભાગરૂપે 91 વર્ષના ગુરૂની સમક્ષ 19 વર્ષના યુવાનોએ પોતાના પ્રશ્ર્નોના સમાધાન મેળવ્યા’
- બી.એ.પી.એસ. સ્વામીનારાયણ છાત્રાલયનાં યુવકોએ પ્રેરણાત્મક સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ કરી
બી.એ.પી.એસ. સ્વામિનારાયણમંદિર રવિવારની પ્રભાતેસૂર્યદેવના સોનેરી પ્રકાશથી તેમજ ગોંડલ અને કચ્છ – ભુજથીપધારેલા હજારો ભક્તોથી વધુ શોભાયમાન બન્યું હતું.પ.પૂ.મહંત સ્વામી મહારાજની પ્રાત:પૂજામાં ગોંડલથી10 સંતો અને 576 જેટલા ભક્તો પદયાત્રા કરીને રાજકોટ બી.એ.પી.એસ. સ્વામિનારાયણમંદિરે પધાર્યા હતા. ગોંડલથીપધારેલ બાળકો અને યુવાનોએ બેન્ડ દ્વારા મંદિરનાપ્રાંગણમાંપ.પૂ.મહંતસ્વામી મહારાજ સમક્ષ પોતાની કળા પ્રસ્તુત કરી હતી. કચ્છ અને ભૂજથી પણ425 જેટલા હરિભક્તોપ.પૂ.મહંત સ્વામી મહારાજના દર્શને પધાર્યા હતા. સ્વામીશ્રીનીપ્રાત:પૂજામાંકચ્છના ભક્તો દ્વારા શ્રીહરિનાકચ્છના પ્રસંગો સાથે કચ્છી ભાષામાં કીર્તનભક્તિ રજૂ કરવામાં આવી હતી. સાથે ગોંડલ અને ભુજ થી આવેલા હરિભક્તો દ્વારા પ.પૂ.મહંતસ્વામી મહારાજ સાથે પ્રશ્નોતરી થઈ હતી જેમાંપ.પૂ.મહંતસ્વામીમહારાજે સર્વે હરિભક્તોને સત્સંગ સાચો છે એ વિશ્વાસ રાખીને દ્રઢતા રાખવી એવા આશીર્વચનપાઠવ્યા હતા.
તથા‘પથદર્શક’ મધ્યવર્તી વિચાર અંતર્ગત શિક્ષણ દિનની ભવ્યતાપૂર્વક ઉજવણી કરવામાં આવી. સાયંસભામાં આજે અનેક ભક્તોથી પ્રમુખ સ્વામી સભાગૃહ હકડેઠઠ જોવા મળ્યો. આજે બી.એ.પી.એસ.રાજકોટ છાત્રાલયના યુવકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ થયો, જેમાં છાત્રાલયમાં રહેતા વિદ્યાર્થીઓના વાલીઓ તેમજ શિક્ષણ જગતના અનેક મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.
છાત્રાલયના યુવકો દ્વારા ‘બ્રહ્માસ્ત્ર’ નામક ખૂબજ રસપ્રદ સંવાદનીપ્રસ્તુતિ કરવામાં આવી. જેમાં આજના યુવાનો કઠિન પરિસ્થિતિમાં પણ સ્થિર રહી શકે અને સત્સંગની સાથે સાથે જીવનમાં સમજણ પૂર્વકના પગલાં લઈ શકે તેવી પ્રેરણા પ્રાપ્ત થઈ હતી. ત્યારબાદ વિશેષ સિધ્ધિ મેળવનાર યુવકોને સંતોએ બિરદાવ્યા હતા.છાત્રાલયના યુવકો દ્વારા એક એકપિસ્તા પર સ્વામિ નારાયણ નામ લખીને હાર તૈયાર કરાયો હતો, સાથે સાથે નાડાછડી માંથી કલાત્મક ચાદર તૈયાર કરાઈ હતી જે સંતો દ્વારા પ.પૂ.મહંતસ્વામી મહારાજ ન અર્પણ કરવામાં આવી હતી.
ત્યારબાદ છાત્રાલયમાં રહેતા યુવકોના સ્વાનુભવો રજૂ થયા. જેમાં તેઓએ જણાવ્યું કે, છાત્રાલયના યોગથી અમે વ્યસનોથી દૂર રહી શક્યા, સભામાં નિયમિત બની શક્યા, અમારી કળાને વેગ અને નવી દિશા આપી શક્યા,અમારા અભ્યાસમાં પૂરતું ધ્યાન આપી શક્યા, મોબાઈલ અને સોશ્યલ મીડિયાથી દૂર રહી શક્યા.
છાત્રાલયનાયુવકો દ્વારા સ્વામી સાથે પ્રશ્નોત્તરી કરવામાં આવી અને વિવિધ પ્રશ્નો પર માર્ગદર્શન પ્રાપ્ત કરવામાં આવ્યું.
આજના યુગમાં સત્સંગ અને નિયમોનું કઈ રીતે પાલન થઈ શકે?
- – મહિમા સમજાયો નથી, જો એ સમજાય તો કંઈનડે જ નહી. સત્સંગ મળ્યો છે તો દ્રઢ કરીને રાખવો.
- મોબાઈલના ઉપયોગમાં કઈ બાબતોનું ધ્યાન રાખવું?
- – ન માત્ર સત્સંગી પણ બધાએ મોબાઈલ વાપરવામાં વિવેક રાખવો, અભ્યાસમાં ધ્યાન આપવુ. સત્સંગ મળ્યો છે તો સમજણ રાખવી જેથી બધા પ્રશ્નો હલ થઇ જાય.
- નિત્યપૂજાની શી આવશ્યકતા છે?
- – નિત્યપૂજાતો ગાઇડલાઈન છે. સત્સંગની ગરિમા રાખવી, કેફમાં ફરવું, મહારાજ સ્વામીનું બળ રાખીવ્યવસ્થિત ભણવું.
- દુનિયાના કોઈ પણ છેડે જઈએ તો પણ સત્સંગ કઈ રીતે દ્રઢ રાખવો?
- – ગમે ત્યાં જાય પણ ભગવાન ને સાથે રાખવા, સત્સંગનો મહિમા દ્રઢ રાખવો.
- નિષ્ફળતા મળે ત્યારે શું સમજણ રાખવી?
- – મહારાજ સ્વામીનું બળ રાખવું. સત્સંગ દ્રઢ કરીને રાખવો.
ઘનશ્યામ મહારાજને કલાત્મક પુષ્પોને શણગાર
સંધ્યા રવિસભામા ં7500 હરિભક્તો સાથે મેઘવર્ષા પણ ‘સમર્પણ દિન’ને વધાવવા પધાર્યા હતા. રવિસભાની શરૂઆત મેઘનાસૂરો સાથે તાલ મિલાવતાં સંગીતજ્ઞ યુવાવૃંદ દ્વારા ધૂન, પ્રાર્થનાં અને સ્તુતિ દ્વારા થઈ અને પારાયણ પૂજન બાદ, વિચક્ષણ વિચારક એવા વક્તા સંત પૂ. આદર્શજીવન સ્વામીએ બલિરાજાના સમર્પણની ગાથા તેમજ અન્ય સમર્પિત ભક્તોના પ્રસંગો દ્વારા ભક્તોમાં સેવા સમર્પણની પ્રેરણા પાઠવી હતી.બી.એ.પી.એસ સ્વામિનારાયણ સંસ્થાની ગુરુપરંપરા અને હરિભક્તોના અનંત સમર્પણની ગાથા સમજાવતા તેઓએ જણાવેલ કે,‘સર્વે હરિભક્તોએ કરેલ સમર્પણ ફક્ત અનંત ગણું થઈને પાછુ નથી આવતુ પરંતુભક્તોનાહ્રદયસોનાના કરી નાખે છે.’