• મેગા સર્વરોગ નિદાન સારવાર કેમ્પનો લાભ લેવા ઉમટ્યા દર્દીઓ: રક્તદાન કેમ્પમાં સ્વૈચ્છિક રક્તદાતાઓની લાંબી કતારો
  • હાલારના 23 સર્વ જ્ઞાતિય ક્ધયા છાત્રાલયોમાં કુલ 60 એર કન્ડિશનર અને 150 કોમ્પ્યુટર અર્પણ

જામનગરના સંસદ સભ્ય પૂનમબેન માડમે તેમના જન્મ દિનની ઉજવણીમાં ઓશવાળ સેન્ટરમાં મેગા સર્વરોગ નિદાન સારવાર કેમ્પ તથા માનવ સેવના યજ્ઞ સમાન રક્તદાન કેમ્પનું આયોજન કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસની ઉજવણીના ભાગરૂપે ઉજવાઈ રહેલા સેવા પખવાડિયા અંતર્ગત સાંસદ પૂનમબેન માડમે પોતાના જન્મ દિવસની પણ સેવાકિય પ્રવૃત્તિ સાથે ઉજવણી કરી હતી. ઓશવાળ સેન્ટરના વિશાળ પરિસરમાં જે રીતે હોસ્પિટલમાં તમામ રોગના વિભાગ હોય છે તે રીતે અલગ-અલગ વિભાગો/સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતાં. જેમાં તમામ નાના-મોટા જટીલ રોગના સુપ્રસિદ્ધ નિષ્ણાંત ડોકટરોની સેવા ઉપલબ્ધ કરવામાં આવી હતી. આ કેમ્પનો લાભ લેવા જામનગર શહેર તથા જિલ્લા ભરમાંથી દર્દીઓ મોટી સંખ્યામાં ઉમટી પડયા હતાં. આ કેમ્પમાં વિભાગ વાઈસ મેગા મેડીકલ સ્ટોર પણ રાખવામાં આવ્યો છે. જેમાંથી દર્દીઓને સ્થળ ઉપર જ તમામ જરૂરી દવા વિનામૂલ્યે આપવામાં આવી હતી.  આ મેગા મેડિકલ કેમ્પ સાથે રક્તદાન કેમ્પનું આયોજન ઓશવાળ સેન્ટરના એસી હોલમાં કરવામાં આવ્યું હતું. જેમાં રક્તદાન કરવા માટે સવારથી જ લાંબી કતારો લાગી હતી. તમામ સ્વૈચ્છિક રક્તદાતાઓએ રક્તદાન કરી પૂનમબેનને જન્મદિનની સેવાકાર્યમાં સહયોગની અનોખી ભેટ ધરી હતી. આ કાર્યક્રમમાં વીસ્ટા કંપનીના સીએસઆર હેઠળ હાલારના કોઈપણ સમાજના હોય તેવા ર3 ક્ધયા છાત્રાલયોમાં તેમની ક્ષમતા અને જરૂરીયાત પ્રમાણે કુલ 60 એરક્ધડીશ્નર અને 1પ0 કોમ્પ્યુટર સીસ્ટમ છાત્રાલયોના સંચાલકોને ભેટ સ્વરૂપે સાંસદ પૂનમબેન માડમના હસ્તે અર્પણ કરવામાં આવ્યા હતાં. ઓશવાળ સેન્ટરમાં હાલારના તેમજ અન્ય શહેરોમાંથી પણ મોટી સંખ્યામાં વિવિધ ક્ષેત્રના આગેવાનો, ભાજપના નેતાઓ, અન્ય રાજકિય નેતાઓ, સામાજિક સંસ્થા, જ્ઞાતિ/સમાજના હોદ્દેદારો, સગા, સ્નેહીઓ તેમજ સમર્થકો અને હિતેચ્છુઓ ખૂબ મોટી સંખ્યામાં સાંસદ પૂનમબેન માડમને જન્મ દિવસના અભિનંદન અને શુભેચ્છા પાઠવવા ઉપસ્થિત રહ્યા હતાં.

મેગા સર્વરોગ નિદાન સારવાર કેમ્પમાં સાંસદ પૂનમબેન માડમના જન્મદિને સ્વ. હેમતભાઈ રામભાઈ માડમ મેમોરીયલ ટ્રસ્ટ તથા શિવાની ફાઉન્ડેશન દ્વારા આયોજિત મેગા સર્વરોગ નિદાન સારવાર કેમ્પમાં આણદાબાવા સેવા સંસ્થાના મહંત પૂ.દેવપ્રસાદજી મહારાજ, સ્વામિનારાયણ મંદિરના પૂ. ચર્તુભૂજદાસજી સ્વામી, કેબીનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ, કેબીનેટ મંત્રી મૂળુભાઈ બેરા, પૂર્વ સાંસદ ચંદ્રેશભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ મૈયબેન ગરસર, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, મેયર વિનોદભાઈ ખીમસુર્યા, ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા, શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલ કગથરા, સ્ટે. ચેરમેન નિલેશ કગથરા વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.