રાજકોટની પાંચ સેવા સંસ્થાઓને અઢી લાખના ચેક અર્પણ: અનુપમ દોશીને ૨૫૦૦થી વધુ શુભેચ્છકોએ શુભેચ્છા પાઠવી
રાજકોટના જાણીતા લોક સેવક, અનુપમ દોશીના ૫૯માં જન્મદિનની દીકરાનું ઘર વૃધ્ધાશ્રમ દ્વારા સેવામય ઉજવણી કરવામાં આવી હતી જેમાં રાજકોટની અસખ્ય સેવા સંસ્થાઓના સારથી અને સેવા જ જેમનું સૂત્ર છે.
તેવા રાજકોટના પનોતા પુત્ર અનુપમ દોશી તેમના જન્મદિને શુભેચ્છા આપવા માટે મોટી સંખ્યામાં શુભેચ્છકો ઉમટી પડયા હતા. તાજેતરમાં સૌરાષ્ટ્ર હાઈ. ખાતે બી.એ.પી.એસ. સંસ્થાના પૂ. અપૂર્વમૂની સ્વામીના અધ્યક્ષ સ્થાને એક સમારંભ યોજાયો હતો.
આ સમારંભમાં અનુપમભાઈના જન્મદિને રાજકોટની પાંચ સેવા સંસ્થાઓને રૂ.૨,૫૧,૦૦૦ જેવી માતબર રકમ અર્પણ કરવામાં આવી હતી. જેમાં કોઠારી લેબોરેટરીને રૂ.૧,૦૧,૦૦૦ બી.ટી.સવાણી કિડની હોસ્પિટલને રૂ.૫૧,૦૦૦ જલારામ હોસ્પિટલને રૂ.૫૧,૦૦૦ પછાત વર્ગના બાળકો માટે કામ કરતી હપી સ્કૂલને રૂ.૨૫,૦૦૦ તેમજ થેલેસેમીક બાળકોની પ્રવૃત્તિ માટે રૂ.૨૫,૦૦૦ અર્પણ કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે પૂ. અપુર્વમૂની સ્વામીએ કહ્યું હતુ કે આજે ઓરી,બેલા ઈન્જેકશનની સાથે, દેશને જરૂર છે. પ્રમાણિકતા અને સંસ્કારના ઈન્જેકશનની, આજે જરૂર છે. ત્યાગ સમર્પણ અને કુટુંબ ભાવનાની આજના ભાઈઓએ લક્ષ્મણ જેવો ત્યાગ અને બહેનોએ ઉર્મિલા અને સીતા જેવો ત્યાગ કરતા શીખવું પડશે સેવાનગરી રાજકોટની ૧૭ લાખની વસ્તીમાં એક અનુપમ નહી પણ એક હજાર અનુપમની જરૂર છે. પૂ.અપૂર્વમૂની સ્વામીએ અનુપમ દોશીની સેવાને બિરદાવી અને આર્શિવાદ પાઠવ્યા હતા. આપ્રસંગે શહેરના તમામ ક્ષેત્રનાં મહાનુભાવો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે શહેરના જાણીતા દાતા ઉદ્યોગપતિ મૌલેશભાઈ ઉકાણી, અરવિંદભાઈ દોમડીયા, નાથાભાઈ કાલરીયા, પ્રતાપભાઈ પટેલ, ડો. નિદત બારોટ, યુવા અગ્રણી ભૂપતભાઈ બોદર,મજદૂર નેતા હસુભાઈ દવે, નાથાભાઈ કિયાડા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની ભૂમિકા મુકેશ દોશીએ સ્પષ્ટ કરી હતી આ પ્રસંગે ડો. નિદત બારોટે અનુપમ દોશીની પ્રવૃત્તિને બિરદાવી પ્રેરક ઉદબોધન કર્યું હતુ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો. શૈલેષ જાનીએ કર્યું હતુ.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા મુકેશ દોશીના નેતૃત્વ હેઠળ સુનીલ વોરા, નલીન તન્ના, હસુભાઈ રાચ્છ, ઉપેન મોદી, મિતલ ખેતાણી, આશિષ વોરા, ડો.પ્રતિક મહેતા, શૈલેષ દવે, હાર્દિક દોશી સહિતના કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી.