વડાપ્રધાન, કેન્દ્રીય ગૃહમંત્રી અને વિદેશમંત્રી અલગ અલગ કાર્યક્રમોમાં સામેલ થયા
દર વર્ષે 31 ઓક્ટોબરના રોજ, લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઇ પટેલની જયંતીને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ પ્રસંગે ભારત સહિત વિદેશમાં પણ સરદાર પટેલની જયંતીના અવસરે મેરેથોન કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા હતા. સરદાર પટેલની 147મી જયંતી પર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને વિદેશમંત્રી એસ. જયશંકર અલગ અલગ કાર્યક્રમોમાં સામેલ થયા.
ભારતના વિદેશમંત્રી એસ. જયશંકર દિલ્હીમાં આયોજિત મેરેથોનમાં સામેલ થયા હતા. તે સિવાય ઇરિટ્રિયા, શાંઘાઈ, એરબિલ, ઓસ્ટ્રિયા, કેન્યા, બેલારૂસ, સૂડાન વગેરે દેશોમાં ‘રન ફોર યુનિટી’ અંગેના કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યા હતા.
ઇરિટ્રિયામાં ભારતીય દૂતાવાસે ટ્વિટ કર્યું કે ઇરિટ્રિયાના વિદેશ મંત્રાલય અને સંસ્કૃતિ તેમજ રમત આયોગના સમન્વયમાં , દૂતાવાસે SardarVallabhbhaiPatel જયંતી મનાવવા માટે અસ્મારાના પ્રસિદ્ધ હાર્નેટ એવેન્યૂમાં યુનિટી રનનું આયોજન કર્યું. ભારતીય સમુદાય અને ભારતના મિત્રો Run ForUnity Ekta Diwas માં સામેલ થયાં.
શાંઘાઈમાં સરદાર પટેલની જયંતી પર તેમને શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી હતી. દૂતાવાસે ટ્વિટ કર્યું કે મહાવાણિજ્ય દૂતના નેતૃત્વમાં શાંઘાઈમાં ભારતીય સમુદાયે રાષ્ટ્રીય એકતા દિવસની શપથ લઇને સરદાર પટેલની જયંતી પર તેમને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પિત કરી. શપથનું આયોજન દિવાલી સમારોહના ભાગ તરીકે કરવામાં આવ્યું હતું.
ઓસ્ટ્રિયામાં પણ રાષ્ટ્રીય એકતાના નારા લાગ્યા હતા. ત્યાંના દૂતાવાસે ટ્વિટ કરીને જણાવ્યું કે અમૃત મહોત્સવના ભાગ તરીકે, વિયનામાં ભારતીય દૂતાવાસ અને ભારતીય સમુદાયે આજે માનવ એકતા શ્રૃંખલા બનાવીને એક વિશેષ એકતા રન આયોજિત કરી, અને એકતા ઉત્સવ મનાવ્યો. આ પ્રસંગે સૌએ રાષ્ટ્રીય એકતાના નારા લગાવ્યા હતા.
સરદાર વલ્લભભાઇ પટેલની જયંતી પર તેમને શ્રદ્ધાંજલિ અર્પિત કરવા માટે ભારત સાથે અલગ અલગ દેશોમાં કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે વર્ષ 2018માં સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાના નિર્માણ બાદથી, વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રીય એકતા દિવસ ઉત્સવને સ્વતંત્રતા દિવસ અને ગણતંત્ર દિવસ જેવા આયોજનની સમકક્ષ લાવી દીધો છે.