કેળવણીકાર અને લોકસેવક જેઠાભાઈ પાનેરાના માર્ગદર્શન હેઠળ ચાલતી આદિત્ય સ્કુલ માણાવદર ખાતે નવલા નોરતાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સંસ્થાના પ્રમુખ અને કાર્યક્રમના અધ્યક્ષ જેઠાભાઈ પાનેરીએ દિપ પ્રાગટય કરી ર્માં કનકાઈ અને નવદુર્ગાની આરતી ઉતારી આ નવરાત્રી મહોત્સવને ખુલ્લો મુકયો હતો.
કે.જીથી લઈ ધો.૧૨ સુધીના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. અલગ-અલગ ગ્રુપ પાડી શાળા પરીવારે મન મુકીને ગરબા રમ્યા હતા. ચાર ગ્રુપની અંદર કુલ ૩૨ ખેલૈયાઓને ગીફટ અને રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ તકે મહેમાનગણમાં મેને. ટ્રસ્ટી શાંતાબેન પાનેરા, નિશાબેન પાનેરા, ડો.અખંડ, હિતેષ પંડયા, કિરીટ નંદાણીયા, ગોવિંદભાઈ જલુ, સુરેશભાઈ મેણવાણી, પુજાબેન રાજા વગેરેએ ઉપસ્થિત રહી શોભા વધારી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા મયુરભાઈ બુટાણી તેમજ સમગ્ર સ્ટાફગણે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સંચાલન પ્રવિણભાઈ સોલંકીએ કર્યું હતું.