વિવિધ બોટોની સાથે રશિયન અને ઇન્ડિયન હથિયારો પણ પ્રદર્શિત કરાયા
મહિલા કેડેટની ભૂમિકા મહત્વપૂર્ણ, કોવિડ પ્રોટોકોલને ધ્યાને લઇ આયોજન હાથ ધરાયુ
આજે રાષ્ટ્રીય નૌકાદળ દિવસની ઉજવણી ભાવનગર ખાતે થઈ રહી છે. ભારતીય સંરક્ષણ ક્ષેત્રમાં ત્રણ મહત્વની પાંખો હોય છે જેમાં આર્મી એરફોર્સ અને નેવીમાં નો સમાવેશ થતો હોય છે. આ ત્રણે ત્રણ આંખો માં નેવીનું મહત્વ અનેરૂ છે. આજે એટલે 4 ડીસેમ્બર 1971ના યુદ્ધમાં વિજય ની 50મી વર્ષગાંઠ ની ઉજવણીના ભાગરૂપે 2021 ને સ્વર્ણિમ વર્ષ તરીકે ઉજવવા આવી રહ્યું છે.
ભારતીય નૌકા દળની સ્થાપના ઈસ્ટ ઈન્ડિયા કંપની દ્વારા વર્ષ 1662માં કરવામાં આવી હતી. બાદમાં તેનું નામ રોયલ ઇન્ડિયા નેવી રાખવામાં આવ્યું હતું અને આઝાદી પછી તેને 1950માં ભારતીય નૌકાદળ તરીકે પુનર્ગઠન કરવામાં આવ્યું હતું. 1971માં ભારત પાકિસ્તાન ના યુદ્ધ દરમ્યાન પાકિસ્તાને 3 ડિસેમ્બર ની સાંજે ભારતીય ઉત્તર આપતા કરાચી તરફ મહત્તમ ઝડપે 3 મિસાઈલ બોટ વીર, નિર્ધાટ અને નીપત રવાના કરી હતી. ઓપરેશન ટ્રાઇડન્ટ દરમિયાન ભારતીય નૌકાદળ એ પી એસ કે બસ સહિત ચાર પાકિસ્તાની જહાજોને ડુબાડી દીધા હતા જેમાં સેંકડો પાકિસ્તાની નૌકાદળ ના કર્મચારીઓ માર્યા ગયા હતા.
આજના આ વિશેષ દિવસે ભારત પાકિસ્તાન યુદ્ધ દરમ્યાન ગયેલા લોકો ને પણ યાદ કરી લેવામાં આવે છે. ત્યારે આજના આ વિશેષ દિવસે નોકા દળની વિશેષ ભૂમિકા અને સિદ્ધિઓને યાદ કરવામાં આવે છે. આ કાર્યક્રમ ને ધ્યાને લેતા વિવિધ પ્રકારની દલીલ પણ કરવામાં આવતી હોય છે. આ કાર્યક્રમ માટે દર વર્ષે અલગ અલગ થીમ પણ નિર્ધારિત કરવામાં આવતી હોય છે.
પ્રાથમિક વર્ષ ગાંઠ એટલે સ્વર્ણિમ વિજય વર્ષ તરીકે ઉજવવામાં આવશે. ના દિવસ ને ધ્યાને લઇ સૌથી મોટી વાત એ છે કે ભાવનગર ખાતે પણ નવકા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં મહિલા કેડેટ ની સાથે એનસીસીના જવાનો પણ આ કાર્યમાં સહભાગી થયા છે અને પોતાના અનેકવિધ પ્રકારે કરતા દેખાડ્યા હતા એટલું જ નહીં સ્પીડ બોટ ની સાથે વેક્ટર બોટ કે જે મહત્વપૂર્ણ ભાગ ભજવે છે તેનું પણ પરીક્ષણ કરવામાં આવ્યું હતું સાથોસાથ આર્ટિલિયરી ગનને પણ સોકેસ કરવામાં આવ્યું હતું. જરા વિશેષ કાર્યક્રમ ને નિહાળવા માટે ભાવનગર કલેકટરની સાથોસાથ રેન્જ આઇજી પણ ઉપસ્થિત રહ્યા હતા.
ઓખા દિવસ માત્ર પુરુષો જ નહીં પરંતુ એનસીસી મા સહભાગી થયેલા હેડને વિશેષ માર્ગદર્શન અને પ્રશિક્ષણ પણ આપવામાં આવતું હોય છે અને આજના દિવસે નોકા દળ અંગેની મહત્વતા પણ સમજાવવામાં આવે છે જેથી તેઓ નોકા દળ માં પણ સહભાગી થઈ શકે.
કોલેજના વિદ્યાર્થીઓને નેવીની સાથે એનસીસીનું પણ પ્રશિક્ષણ ભાવનગર યુનિટ ખાતે આપવામાં આવે છે: લેફ્ટનન્ટ કમાન્ડર કૌશલ સોનેજી
અબતક સાથેની વાતચીત દરમિયાન લેફ્ટએનન્ટ કમાન્ડર કૌશલ સોનેજી એ જણાવ્યું હતું. આજે 4 ડિસેમ્બર ના રોજ નેવી દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.આજરોજ જિલ્લા કલેક્ટર યોગેશ નારગુડે તથા રેન્જ આઈજી અશોકકુમાર યાદવ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.અને તેઓ એ અમારી ડી કે વિલ્સ ને ફ્લેગ ઓફ કરેલ. અમે દર વર્ષે નેવી ડે ની ઉજવણી કરીએ છે. 1971 માં પાકિસ્તાન સામે ના યુદ્ધ માં ભારત નો વિજય થયો હતો.
તેની યાદ માં ઉજવવા માં આવે છે. તે સમયે પાકિસ્તાનના ચાર જહાજોને ભારતની નૌ સેનાએ ઉડાડયા હતા. દર વર્ષે અલગ અલગ થીમ મુજબ નેવી ડેની ઇવેન્ટ યોજાય છે. અમે અહીંયા સ્કૂલ કોલેજના કેડેડસ ને ટ્રેનિંગ આપીએ છીએ. ભારતીય સરક્ષણ માં આર્મી એર ફોર્સ અને નેવી ત્રણેય પાંખ નું અનેરું મહત્વ છે. જેમાં તેઓએ જણાવ્યું હતું કે કોલેજના વિદ્યાર્થીઓને ભાવનગર યુનિ ખાતે નેવી અને એનસીસીની ટ્રેનિંગ અને પ્રશિક્ષણ આપવામાં આવે છે.
નેવીનું મહત્વ સંરક્ષણ દળમાં ખૂબ જ મહત્વનું છે: ભાવનગર જિલ્લા કલેક્ટર યોગેશ નિર્ગુડે
નેવી દિવસના દિવસે ભાવનગરના કલેકટર યોગેશ નિર્ગુડેએ ફક્ત સાથેની વિશેષ વાતચીતમાં જણાવ્યું હતું કે આ દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ છે એટલું જ નહીં ભારતના સંરક્ષણ દળમાં નેવી નું મહત્વ અનેરું છે. આ તકે ભાવનગર માં જે નેવલ માટે એનસીસી યુનિટ કાર્યરત છે તેનો લાભ ભાવનગરને પૂરતી માત્રામાં મળી રહ્યો છે ત્યારે આજના દિવસે નેવલ વિભાગ દ્વારા જે કામગીરી કરવામાં આવી છે તે અત્યંત સરાહનીય છે.
વધુમાં ભાવનગર કલેક્ટરે માહિતી આપતા કહ્યું હતું કે ભાવનગર જીલ્લો અનેકવિધ ચીજ વસ્તુઓ થી વસ્તુ સાચી છે જેથી નવા ઉદ્યોગો પણ ભાવનગરમાં સારી રીતે આપી શકાય જિલ્લા કલેકટરના જણાવ્યા મુજબ આવનારા દિવસોમાં ભાવનગર જિલ્લા નું મહત્વ ખૂબ વધુ ને વધુ રહેશે અને સરકારની જે યોજનાઓ જેવી કે સ્ક્રેપ વહીકલ પોલીસી છે તેનો લાભ મહત્તમ રીતે ભાવનગરને મળતો રહેશે.
આ તકે આવનારા દિવસોમાં ભાવનગર નો ઝડપી વિકાસ થાય તે સ્થિતિને ધ્યાને લઇ સંપૂર્ણ પગલાઓ કે જે વિકાસ લક્ષી પગલા કહી શકાય તે લેવામાં આવશે. અંતમાં ભાવનગર કલેક્ટરે અબટકની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, મીડિયા દ્વારા જે કામગીરી કરવામાં આવે છે તે ખૂબ મહત્ત્વની છે અને ખૂબ જ જરૂરી છે આજના દિવસોમાં આ પ્રકાશ ની કામગીરી ખૂબ ઓછી જોવા મળતી હોય છે.
ગુજરાતના યુવાઓ નોસેના, આર્મી અને એરફોર્સમાં જોડાય તે માટે પ્રોત્સાહિત કરવા જોઈએ: ભાવનગર રેન્જ આઈજી અશોકકુમાર યાદવ
અબતક સાથેની ખાસ વાતચીત દરમિયાન ભાવનગરના રેન્જ આઈજી અશોકકુમાર યાદવ એ જણાવ્યું હતું કે આજે 4 ડિસેમ્બર ના રોજ રાષ્ટ્રીય નેવી દીવસ ની ઉજવણી કરવામાં આવી છે. આ તકે હું તમામ અધિકારીઓને શુભેચ્છા પાઠવું છું. ભારતીય નૌ સેના અદમ્ય સાહસ અને પપ્રોફેશનલિઝમ માટે જાણીતું છે દેશ માં જ્યારે જ્યારે વિકટ પર્ટીસ્થિતિ આવે ત્યારે ખૂબ જ બહાદૂરી સાથે કામ કરે છે. અહીંયા 1200 જેટલા વિધાર્થીઓને અધિકારીઓ દ્વારા જુદી જુદી તાલીમ આપવામાં આવે છે.
વિદ્યાર્થીઓની કારકિર્દી માટે મોકો મળે છે. તમામ ને એડવેન્ચર એક્ટિવિટી કરવા પ્રોત્સાહન અને માર્ગદર્શન આપવામાં આવે છે. આજે નેવી ના અધિકારીઓ સાથે બોટિંગ કરવાનો મોકો મળ્યો તે એડવેન્ચરસ હતી. ભવિષ્ય માં વધુ માં વધુ લોકો તાલીમ મેળવી નો સેનામાં જોડાય તે માટે ખૂબ જ સારું પ્લેટફોર્મ છે. ગુજરાત ના યુવા ઓ નોસેના આર્મી એરફોર્સ માં જોડાય.તે માટે પ્રોત્સાહિત કરવા જોઈએ મહિલાઓ પણ આ ક્ષેત્રમાં આગળ આવે તે પ્રકારનો માહોલ ઉભો કરવો જોઈએ.