જીવન જીવવાની મજા સંબંધો સાથે તો આવે જ છે પણ તેના કરતાં વધારે આપણી આસપાસ રહેલી પ્રકૃતિના કારણે તે આપણા જીવન માટે વધુ સાર્થક બનાવે છે. કદાચ, જો આ પ્રકૃતિ ના હોત તો શું આપણે આજ મજાથી જીવી શકતા હોત? દરેક વ્યક્તિ માટે પ્રકૃતિ તે વિશેષ ભૂમિકા ભજવે છે. ત્યારે આજે એટલે કે તારીખ ૫ જૂન તે વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવાય છે. આ દિવસ તે સમગ્ર વિશ્વમાં વિભિન્ન રીતે ઉજવાતો એક દિવસ છે.

આ વિશ્વ પર્યાવરણ ઉજવાય છે શું કામ ?

આ દિવસની ઉજવણી મુખ્ય રીતે યુનાઇટેડ નેશન્સ દ્વારા શરૂ કરવામાં આવી હતી. આ દિવસ તે લોકોમાં પ્રકૃતિ સાથે જીવતા તેની સાચવણી અને લોકોમાં તેના પ્રત્યે જાગૃતિ ફેલાવા માટે ઉજવામાં આવે છે. આ દિવસ ઉજવવા પાછળનો મુખ્ય કારણ તે પ્રકૃતિનું સંરક્ષણ કરવા માટેનો એક ખાસ દિવસ છે.

આ વર્ષની થીમ શું છે ?

biodiversity

દરેક વર્ષે અલગ-અલગ થીમ પર આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે વર્ષ ૨૦૨૦ની મુખ્ય થીમ તે “બાયોડાયવરસિટી તરીકે ઉજવણી” પર રાખવામાં આવી છે. આ થીમ તે એ સમજાવે છે કે એક ચિંતા જે તાત્કાલિક અને અસ્તિત્વમાં બંને છે. હકીકત એ છે કે વર્તમાન પર્યાવરણીય સંકટ એ એક ચેતવણી છે કે આપણે સામૂહિક રૂપે ધ્યાન આપવું જોઈએ. હવે આપણે પ્રાકૃતિક ઇકોસિસ્ટમ્સ અને તેમની બાયોડાયવરસિટી સાથે, જીવંત વિશ્વ સાથેના આપણા સંબંધોને મૂળભૂત રીતે ફરી વિચાર કરવો જોઈએ.જેનાથી પ્રકૃતિનું રક્ષણ થાય અને તેના કારણે લોકો આ બાબતે વધુ જાગૃત થાય તેવો એક હેતું છે.

કઈ રીતે કરવામાં આવે છે આ દિવસની ઉજવણી ?

સૌ પ્રથમ આ દિવસે લોકો એક પ્રણ લે છે અમે પ્રકૃતિનો હિસ્સો છીએ તો અમે તેનું રક્ષણ કરીશું. સાથે પોતાના ઘરમાં અને આસપાસના બગીચામાં એક છોડ ઉગાવે છે. સાથે દરેક લોકો હાલ લોકડાઉનમાં છે ત્યારે લોકો સુધી વિવિધ રીતે ઘરે રહી અને બાળકો માટે અલગ-અલગ પ્રવૃતિ ગોઠવે છે અને સાથે ઘરે રહી બાળકો માટે  પ્રકૃતિ સાથે જોડાયેલી વિભિન્ન વાતો કરી તેનામાં પણ જાગૃતિ ફેલાવે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.