કે. એન. કણસાગરા કોલેજ ખાતે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એન.આર.ધાધલની અધ્યક્ષતામાં યોજાશે કાર્યક્રમ
રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આવતીકાલે કે.એન.કણસાગરા કોલેજ ખાતે સવારે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવશે. જેમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એન.આર.ધાંધલના અધ્યક્ષતાને કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં શ્રેષ્ઠ બીએલઓ, સિનીયર મતદારો, દિવ્યાંગ મતદારો અને શ્રેષ્ઠ કેમ્પસ એમ્બેસેડરોનું સન્માન કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં સિનીયર મતદારો દેવુબેન વાલાભાઈ મઠીયા, કચરાભાઈ દેવાયભાઈ ચાવડા, સોમેશગીરી ફૂલગીરી ગોસાઈ, બાબુભાઈ કનેરીયા, નારણભાઈ ભીલા તેમજ દિવ્યાંગ મતદાર જગદીશભાઈ ઉકાભાઈ સાલપરાનું સન્માન કરવામાં આવશે. આ સો યુવા મતદાર મહોત્સવમાં કૃતિઓ રજૂ કરનાર શ્રેષ્ઠ કૃતિકારો નેહા હર્ષીતભાઈ જાવીયા, દેવાંગી કિશોરભાઈ ધકાણ, જાનકી ચંદ્રકાંતભાઈ સંઘાણીને પ્રમાણપત્ર અને રોકડ પુરસ્કારી સન્માનીત કરવામાં આવશે. સો શ્રેષ્ઠ બુલેવલ ઓફિસર કાજલબેન ભેંસાણીયા, મનસુખભાઈ અમૃતીયા, મુકેશભાઈ જોશી, રશ્મીતાબેન રામાણી, ભાવેશભાઈ તેરૈયા, શિતલબેન જાવીયા, કલ્પેશભાઈ પરમાર, હિનાબેન વ્યાસ, હરેશભાઈ નસીત, શીતલબેન ખીરસીયા, ડી.કે.રાઠોડ, વસંતરાય ગધેડીયા, અનુભાઈ રાતડીયા, જીતેન્દ્રભાઈ ડોડીયા, દિનેશભાઈ ચાવડા, એચ.એમ.રાણીપા, વાય.પી.પીત્રોડા, આર.સી.હદવાણી, હર્ષિદાબેન વિરડીયા, અનિતાબેન કુંભાણી, શ્રધ્ધાબેન વસાણી, છગનભાઈ સોલંકી, અનિલભાઈ સેરઠીયા, શક્તિસિંહ ગોહિલ તેમજ શ્રેષ્ઠ કેમ્પસ એમ્બેસેડર દિપકભાઈ સોલંકી, દેશના કામદાર, ધ્રુવીન ગોગરા, નેવીલ ભુવા, સુનિલ નાગડકીયા અને નિખીલ સીધ્ધપુરાને સન્માનીત કરવામાં આવશે.