અબતક, નટવરલાલ ભાતિયા

દામનગર

રાષ્ટ્રીય ફાર્મસી સપ્તાહ  તા16થી 22 નવેમ્બર દરમ્યાન ઉજવાય છે ડોકટરના પ્રિસ્કીપશન વગરની દવા બેધારી તલવાર છે એકને જીવનદાન આપતી બીજાને માટે અભિશાપ છે મેડિકલ સાયન્સ ની જોગવાઈ એ આપેલ વ્યાખ્યા 1863 સહિત અનેકો છે પરંતુ તેની અમલવારી નહિવત છે પ્રિસ્ક્રીપ્શન વગરની દવા બેધારી તલવાર છે એક માણસને જીવનદાન આપનાર બીજા માટે શાપરૂપ સાબિત થઈ શકે છે. આપણા દેશમાં ઘણા પ્રકારની સારવાર ઉપલબ્ધ છે એલોપથી આર્યુવેદીક અને હોમીયોપેથી અને આ વિશે ઘણા ધારાધોરણો છે.

અનેક કાયદાકીય જોગવાઈઓ પણ છે અને વૈદકીય પધ્ધતિ માનવીય જીવનને નીરોગી બનાવવા માટેની દવા આદર્શ છે આશીર્વાદરૂપ લેવાઈ તો પરંતુ હાલમાં કેટલીક દવા કેમીસ્ટ અને ડ્રગીસ્ટની મનસુફી ઉપર અવલંબે છે . સેડીટીવ ડાજાપામ બોરજાપામ  ફિનાબાર જેવી અનેક દવાઓ હાલ બજારમાં ઉપલબ્ધ છે અતિ આધુનિક રીસર્ચ થયા પછી બજારમાં મુકાયેલી નારકોટીંગ મોરફીન જેવી દવાઓ અતિ માદક છે તે અંગે નારોકટીંગ એકટ અસ્તિત્વમાં છે.

આ ઉપરાંત આ દવા ડોકટરના પ્રિસ્ક્રીપશન વગર આપવી એ કાયદાકીય ગુનો છે આવી દવાઓ ડોકટરના પ્રિસ્ક્રીપશન વગર આપવા પર કાયદાકીય પ્રતિબંધ છે જયારે બીજી તરફ આવી દવાઓ બે-રોક-ટોક આસાનીથી બજારમાં મળી રહે છે આવી દવા માટે કેમીસ્ટ અને ડ્રગીસ્ટને ચોકકસ પ્રિસ્ક્રીપશન વગર અપાતા હોય છે સ્ટોક વેચાણ દર્દીનું નામ વેચાણ બાદ રહેલ સ્ટોક વિગેરે નોંધ રાખવાની હોય છે આ બાબતે સને 1990 માં મેડીકલ એકટ બનેલ ડોકટરના પ્રિસ્ક્રીપશન વગર કોઈ દવા દઈ શકાતી નથી  આલ્કોહોલ યુકત શિપ  એન્ટીબાયોટીક દવાઓ જેવી કે એટી વા કોલા વિગેરે બેફામ મળે છે.

આવી નશાયુકત ટેબલેટ મેડીકલમાં સામાન્ય રીતે વેચાઇ રહી છે. ભારતમાં દારૂ પીવો ગુન્હો બને છે અમેરિકામાં દારૂ પીવો એટલે પાગલ ગણી ન્યુરો લોજીસ્ટ પાસે દાખલ કરાય છે અને પાગલ દર્દી તરીકે ગણાય છે  અમુક દેશો નારકોટીકસ એકટના ભારે કડક છે ફાર્મસિસ્ટ ને લગતા ઘણા કાયદા નિયમો નીતિ ઓ વેચાણ નિયમન તપાસ માટે ફ્રુડ એન્ડ ડ્રગ્સ સહિત ના તંત્ર છે છતાં છૂટ થી એન્ટિબાયોટિક દવા નો નશા માં ઉપીયોગ ભરપૂર થાય છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.