બલમ પિચકારી જો તુને મુજે મારી

ગોસેલેબ એમરાલ્ડ કલબ દ્વારા રંગીલા રાજકોટીયન્સ માટે અનેઆયોજનમાં સિનેમાના સેલીબ સાથે ઉજવાશે રંગોનો તહેવાર

રાજકોટ શહેરમાં એમરાલ્ડ કલબ ખાતે ગોસેલેબ ઈવેન્ટ દ્વારા બોલિવુડ થીમ બેઈઝ પર બોલિવુડ સેલીબ્રીટીઓ સાથે હોળીના તહેવાર પર ધમાકેદાર રંગોત્સવ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ તથા સૌરાષ્ટ્રભરમાં પ્રથમ બોલિવુડ થીમ પર હોળી સેલીબ્રેશન માટે અનેરો અવસર.

શહેરમાં તા.૨૪મી માર્ચ હોળી સેલિબ્રેશન માટે રાજકોટવાસીઓ સહિત સૌરાષ્ટ્રભરના લોકો માટે ગોસેલેબ ઈવેન્ટ અને એમરાલ્ડ કલબ દ્વારા હોળી રંગોત્સવની ઉજવણી માટે ધમાકેદાર ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. બોલીવુડ થીમ બેઈઝ સાથે બોલિવુડની નામાંકિત સેલિબ્રિટી અમિષા પટેલ, મુગ્ધા ગોડસે, પ્રિતી જાગાનિયા, રીમીસેન અને શિવ્યા પઠાનીયા જેવી સેલીબ્રીટીઓ પણ હોળી સેલીબ્રેશનમાં હાજર રહી રાજકોટ અને સૌરાષ્ટ્રભરના હોળી રમવાના રસિકો માટે એક યાદગાર ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.

ઉપરાંત ધુળેટીને ધમાકેદાર બનાવવા માટે ગોસેલેબ અને એમરાલ્ડ કલબ દ્વારા ઈવેન્ટમાં બોલિવુડ ધુળેટી સેટ, બલૂન કલર બ્લાસ્ટ, કલર બ્લોઅર, સુપર ડુપર મટકા ડેકોરેશન, સંગીતની રોકબીટસ અને સેલ્ફી ઝોન જેવી થીમ ધુળેટી રંગોત્સવમાં ચાર ચાંદ લગાવશે. ગોસેલેબના ચેરમેન ચિરાગભાઈ વૈષ્ણવે જણાવ્યું કે, ગોસેલેબ.કોમના માધ્યમ દ્વારા કોઈપણ લોકો બોલિવુડની કોઈ પણ સેલીબ્રીટીને બુક કરાવી શકશે. સાથો સાથ લાઈવ એન્ડ નિરાલી ફોજદાર ઈન્ડિયન આયડલ ક્રેસથી ઈવેન્ટમાં વધુ ઉલ્લાસ ઉમેરાશે. સાથે ભવિષ્યમાં એકોસ્ટીક મ્યુઝિકલ નાઈટ જેવી ઈવેન્ટનો પણ પ્લાન બનાવામાં આવી રહ્યો છે.

વધુમાં એમરાલ્ડ કલબનાં મેનેજીંગ ડિરેકટર ઋષિતભાઈ ધુલીયાએ જણાવ્યું હતું કે, એમરાલ્ડ કલબ પાસે એક અનેરું પાર્ટી લોન્ચ જેમાં પણ ગોસેલેબ સાથે ટાઈપ કરી ‘સોને પે સુહાગા’ની જેમ રાજકોટીયન્સ અને સૌરાષ્ટ્રભરના લોકો માટે ધુળેટી સેલિબ્રેશન એક જીંદગીભરનું સંભારણુ બની રહેશે અને ભવિષ્યમાં પણ ગોસેલેબ અને એમરાલ્ડ કલબ સાથે મળી આવી જ ઈવેન્ટનો લાભ રાજકોટની જનતાને આપતા રહેશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.