હાલમાં પવિત્ર પરસોતમ માસ ચાલી રહયો છે ત્યારે ઠેરઠેર પૂજા પાઠ દાન પુનય થઈ રહયાં છે ત્યારે અત્રે ગોર માં ને મહીલા મંડળ દ્વારા છપ્પન ભોગ ધરવામાં આવ્યો હતો તેમજ ભાવી ભકત જનો દ્વારા દરરોજ સવાર સાંજ બે કલાક સત સંગ યોજવામાં આવે છે
દર ત્રણ વર્ષે એક વધારા નો માસ આવે છે એટલેકે આ વર્ષે બાર ને બદલે તેર માસનું વર્ષ થાય છે જેમાં એક વધારોનો માસ એટલે અધિક માસ જેનો સ્વીકાર સાકસાત પરસોતમ ભગવાને કરેલો છે એટલે આ માસ મા જપ તપ દાન પુનય નું મહત્વ વધારે હોય છે જેથી આ માસ મા ઠેર ઠેર ઘાર્મિક ઉજવણી ઓ અધિક માસ નિમિત્તે થઈ રહી છે જેમાં સૌરાષ્ટ્રની જેમ ધોરાજી પંથકમાં પણ પુરૂસોતમ ભાગવાન આરાધના માં મહીલા ઓ લીન થઇ ને અધિક માસ ની ઉજવણી કરે છે જેમાં ધોરાજી ના ઉષા કિરણ એપાર્ટમેન્ટ , રવિ કિરણ એપાર્ટમેન્ટ , અમૃત પેલેસ , ખરાવડ પ્લોટ જેવાં અનેક વિસ્તારમાં મહીલા મંડળ દ્વારા અધિક માસ ની ઉજવણી કરવામાં આવી હતી અને ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.