પુજા હોબી સેન્ટર અને પોદાર જમ્બો કીડઝ અક્ષર માર્ગના બાળકો દ્વારા હેલોવીન ફેસ્ટીવલની ઉજવણી કરવામાં આવી હતી.
બાળકોમાં રહેલા અંદરના ડરને કાઢવા માટે સતત પ્રયત્નશીલ પુજા હોબી સેન્ટર તથા પોદાર જમ્બો કીડઝના શિક્ષકગણ દ્વારા કરવામાં આવે છે.
અંધારાનો ડર, ભૂતનો ડર તથા સાધુ-બાવાનો ડર, રાક્ષસનો ડર જેવા અનેક ડર અનેક ડર બાળકોના મગજમાં છવાયેલા રહે છે આ ડરને દૂર કરવા હેલોવીન ફેસ્ટીવલ સંસ્થા દ્વારા ઉજવવામાં આવે છે.
બાળકો અલગ અલગ અલગ રાક્ષસ ભૂત, બાવા તથા વિકરાળ લાગતા ડ્રેસ પહેરીને તથા મેકઅપ કરીને સ્કુલે આવે અને તેના વિશેની તમામ માહીતી ટીચરો દ્વારા બાળકોને આપીને ડર નિકાળવાનો પ્રયત્ન કરવામાં આવે છે. કે ભૂત-પ્રેત જેવું કશું જ હોતું નથી તેવા ઠોસ વિચાર બાળકોના મગજમાં નાખવામાં આવે છે.
ર૦૦ થી વધારે બાળકોને અલગ અલગ ડ્રેસીંગ પહેરાવીને માતા-પિતા એ પણ ખુબ જ મહેનત કરી હતી. સતત બે કલાક સુધી બાળકોએ મોજ મસ્તી કરી હતી.
આખું બીલ્ડીંગ પણ ડર લાગે તેવા હાડપિંજર ચામાચીડીયા, રાક્ષસ તથા ભૂતથી શણગારવામાં આવ્યું હતું. અને બાળકોએ પણ તમામ ડર કાઢીને મોજમસ્તી કરી હતી.
પ્રોગ્રામને સફળ બનાવવા માટે પુજા હોબી સેન્ટર તથા પોદર જમ્બો કીડઝના તમામ કમીટી મેમ્બરોઓ જહેમત ઉડાવી હતી.