સ્વચ્છતા અભિયાન, વૃક્ષારોપણની સાથે સર્વધર્મ પ્રાર્થના સભા સહિત ના અનેકવિધ કાયૅકમો યોજાયા
મહાત્મા ગાંધીની ૧પ૦મી જન્મ શતાબ્દીની સમગ્ર દેશમાં ઉજવણી થઇ રહી છે. અને ઠેકઠેકાણે ઉજવણીના ભાગરુપે સ્વચ્છતા અભિયાન, વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યા છે ત્યારે ગાંધીજી અને લાલાબહાદુર શાસ્ત્રીના જન્મ દિવસને દાદરાનગર હવેલી અને સેલવાસના વિવિધ શહેરી તેમજ ગામમાં ભાવભેર ઉજવણી કરવામાં આવી આ ઉજવણી દરમિયાન સર્વધર્મ પ્રાર્થના, ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલી અર્પી સ્વચ્છ ભારતનું નિર્માણ કરવાના શપથ પણ લેવામાં આવ્યા.
કોંગ્રેસ પાર્ટી દ્વારા કોંગ્રેસ કાર્યાલયમાં ગાંધી જયંતિની ઉજવણી
દાદરાનગર હવેલીમાં કોંગ્રેસ કાર્યાલયમાં પ્રમુખ મોહનભાઇ ડેલકરના નેતૃત્વમાં ગાંધીજી તેમજ શાસ્ત્રીજીની જન્મ જયંતિ ઉજવણી કરવામાં આવી. પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયમાં આયોજીત કાર્યક્રમમાં સર્વપ્રથમ મોહનભા ડેલકરના હાથે મહાત્મા ગાંધી તેમજ લાલબહાદુર શાસ્ત્રી ના ફોટા સમક્ષ દીપ પ્રાગટય કરી પુષ્પાંજલી આપવામાં આવી.
આ અવસર પર જીલ્લા પંચાયત પ્રમુખ રમણ કાકવા, ઉપપ્રમુખ મહેશ ગાવિત, કોંગ્રેસ પાર્ટીના ઉપપ્રમુખ ડો. ટી.પી. ચૌહાણ: કાકડ નિકુણિયા, મહામંત્રી કમલેશ પટેલ, દીપક પ્રધાન, ખજાનચી સુરેશ કોટિયાન, ઇન્દ્રજીત પરમાર, નગરપાલિકાના પૂર્વ ઉ૫ાઘ્યક્ષ જિગીશા પટેલ સહીત કોંગ્રેસ પાર્ટીના જીલ્લા પંચાયત તેમજ નગરપાલિકાના જનપ્રતિનિધિઓ સહીત યુવા મોર્ચો, મહીલા મોચો તથા સેવાોળ ના કાર્યકર્તા મોટી સંખયામાં ઉ૫સ્થિત રહ્યા હતા.
શિવપ્રકાશ મેમોરિયલ સ્કુલમાંગાંધી જયંતિની ઉજવણી
શિવપ્રકાશ મેમોરીટલ સ્કુલના રજી ઓકટોબરના રોજ મહાત્મા ગાંધી તેમજ લાલ બહાદુર શાસ્ત્રીની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે નવનિર્માણ ભારતના ઉપાઘ્યક્ષ કમળ યાદવ ઉ૫સ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરુઆત દીપ પ્રજવલીત કરીને ગાંધીજી અને લાલ બહાદુર શાસ્ત્રીની તસ્વીને પુષ્પાજલી આપવામાં આવી હતી.
રખોડીમાં ગાંધી જયંતિની ઉજવણી
દાદરાનગર હવેલીમાં રખોલી પંચાયત દ્વારા ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવી જેમાં પ્રભુભાઇ પટેલ અને ગીતાબેન પટેલ, ચંપાબેન પટેલ, જિગ્નેશ પટેલ તેમજ ગામના લોકો રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મજયંતિ પર ખાસ ઉ૫સ્થિત રહ્યા
દાદરાનગર હવેલી પ્રશાસન દ્વારા મહાત્મા ગાંધીની જન્મ જયંતિ ઉજવાઇ
દાદરાનગર હવેલીમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મ જયંતિ પર સચદેવ બાલઉદ્યાન માં વિશેષ કાર્યક્રમ રાખવામાં આવ્યો જેમાં સાંસદ નટુભાઇ પટેલ, કલેકટર કન્નન ગોપીનાથન, એસપી શરદ ભાસ્કર દરાડે, પાલિકા પ્રમુખ રાકેશસિંહ ચૌહાણ, પ્રદેશ ભાજપ અઘ્યક્ષ હસમુખભાઇ ભંડારી, પાલિકા ઉપપ્રમુખ અજય દેસાઇ, સ્વાસ્થ્ય વિભાગના નિદેશક ડો. વી.કે. દાસ સહીત અધિકારી પદાધિકારી તેમજ જન પ્રતિનિધિઓ ઉ૫સ્થિત રહ્યા સૌએ ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલી અર્પીત કરવામાં આવી. પ્રાર્થના તેમજ ગીતા પાઠ કુરાન અને બાઇબલનું વાંચન કરવામાં આવ્યું ત્યારબાદ સ્કુલના બાળકો દ્વારા ભજન બાદ સમાજ કલ્યાણ વિભાગ દ્વારા વૈષ્ણવજન ધુન કરવામાં આવી ત્યારબાદ સ્વચ્છતા પખવાડીયામાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ સર્ટીફીકેટ તેમજ શિલ્ડ આપી રાષ્ટ્રગાન કરી કાર્યક્રમ સંપન્ન કરાયો