૨જી ઓક્ટોબર એટલે કે ગાંધીજયંતી. ગાંધીજી નો જન્મ ૨ ઓક્ટોબર ના દિવસે પોરબંદર મા થયો હતો ભારત ની આઝાદી મા સવથી મોટો ફાળો હોય તો તે મહાત્મા ગાંધી નો રહેલો છે.
દેશ માટે અને દેશ ની આઝાદી માટે અનેક સત્યાગ્રહ કર્યા અનેક આંદોલનો કર્યા અહિંસા પરમો ધર્મ ને આગળ રાખી દેશ ને અગ્રેજો ના અત્યાચારો થી ભારત ના લોકોને મુક્ત કર્યા . આજે મહાત્મા ગાંધીજી ની ૧૫૦ મી જન્મ જયંતી છે ત્યારે આજે સુરેન્દ્રનગર જીલ્લા ની ગાંધી હોસ્પિટલ મા ગાંધીજી ની ૧૫૦ મી જન્મજયતિ ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સુરેન્દ્રનગર જીલ્લા કલેટરશ્રી કે. રાજેશ , સુરેન્દ્રનગર નગરપાલિકા પ્રમુખ વિપિન ભાઈ ટોલિયા , આઇ. કે. જાડેજા શાહેબ અને ગાંધી હોસ્પિટલ નો આખો સ્ટાફ અને સુરેન્દ્રનગર વાસીઓ જોડાયા હતા.