સાબરકાંઠા, હિતેશ રાવલ:

રાજય સરકાર દ્વારા આગામી ૧લી ઓગસ્ટ થી ૯મી ઓગસ્ટ સુધી થીમ આધારિત રાજયભરમાં વિવિધ દિવસોની ઉજવણી કરીને રાજય સરકારના સુશાનના પંચ વર્ષની ઉજવણી કરવામાં આવશે. આ સંદર્ભે સાબરકાંઠા જિલ્લા કલેકટર હિતેશ કોયાની અધ્યક્ષતામાં આજે કલેકટર કચેરી સભાખંડમા સુંચારૂ આયોજન અને અમલીકરણ માટે જિલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી અને જિલ્‍લાના મલીકરણ અધિકારીઓ દ્વારા તૈયાર કરેલા કાર્યક્રમોની વિગતો મેળવી હતી અને ઉજવણી સંદર્ભે જરૂરી સૂચના આપવામાં આવી હતી અને ચૂંટાયેલા જન પ્રતિનિધિઓના પરામર્શમાં રહીને કાર્યક્રમને આખરી ઓપ આપવા જણાવ્યું હતું સાથે સાથે કોરના ગાઇડ લાઇનનું પાલન થાય તે મુજબ આયોજન ઘડી કાઢવા જણાવ્‍યું હતું.

સ્‍થળ લોકોને સુગમ પડે તે રીતે નકકી કરવું તેમજ એલ.ઇ.ડી. કે ટીવી પ્રોજેકટરથી જોઇ શકાય તેવી વ્‍યવસ્‍થા સહીત, વિજ પુરવઠો કાર્યક્રમ સ્થળે જળવાઇ રહે તેવી વ્‍યવસ્‍થા ગોઠવવા સબંધિત અધિકારીને સૂસના આપી હતી અને લાયઝન અધિકારીઓની નિમણુક અને નિયત કરાયેલા લાભાર્થીઓની સંખ્‍યા અને લોકો ઉપસ્‍થિત રહે તે જોવા ઉપર ભાર મુકવામાં આવ્‍યો હતો. સ્‍થાનિક પદાધિકારીઓને કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેવા માટેની આગોતરી જાણ કરી કનફરમેશન મેળવી લેવા જણાવ્‍યું હતું.

રાજયકક્ષાના મુખ્‍ય કાર્યક્રમોની સાથે જિલ્‍લાના મુખ્‍ય કાર્યક્રમ તેમજ તાલુકા લેવલે યોજાતા કાર્યક્રમોનુ; પણ વ્‍યવસ્‍થિત આયોજન થાય તે જોવા સબંધિત લાઇન ડીપાર્ટમેન્‍ટના અધિકારીઓને આદેશ કરવામાં આવ્‍યા છે.

સાબરકાંઠા જિલ્‍લામાં પણ સરકારની પાંચ વર્ષની ઉજવણી કરવામાં આવશે. જેમાં ૧લી ઓગસ્‍ટે જ્ઞાનશકિત દિવસ, ૨જીએ સંવેદના દિવસ, ૩જી ઓગસ્‍ટે અન્‍નોત્‍સવ દિવસ, ૪થીએ મહિલા ગૌરવ દિવસ, ૫મી ઓગસ્‍ટે કિસાન સન્‍માન દિવસ, ૬ ઓગસ્‍ટે રોજગાર દિવસ, ૭મી ઓગસ્‍ટે વિકાસ દિવસ, ૮મી ઓગસ્‍ટે શહેરી જન સુખાકારી દિવસ, ૯મી ઓગસ્‍ટે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવશે.

આગામી ૭મી ઓગસ્‍ટે વિકાસ દિવસ અન્‍વયે હિંમતનગરમાં મુખ્‍યમંત્રી-નાયબ મુખ્‍યમંત્રીના હસ્‍તે ૧૦૦ ટકા રસીકરણ થયેલા ગામોના ૧૦૦૦ સરપંચોનું સન્‍માન ૧૦૦થી વધુ પી.એસ.એ પ્‍લાન્‍ટ લોકાર્પણ અને કોરોના વોરિયર્સનું સન્‍માન મહાનુભાવોના હસ્‍તે થશે.

જિલ્‍લામાં ૧લી ઓગસ્‍ટે સરકારી પોલિટેકનિક હિંમતનગર ખાતે જ્ઞાન શકિત દિને સામાજિક ન્‍યાય અને અધિકારીતા મંત્રી ઇશ્‍વરભાઇ પરમાર ઉપસ્‍થિત રહીને પ્રેરક માર્ગર્દશન કરશે. તેમજ બીજા વિવિધ દિવસે મંત્રીઓ, જિલ્‍લા પંચાયતના પ્રમુખ તેમજ ધારાસભ્‍યોશ્રીઓ પણ નિર્ધારિત દિવસોએ ઉજવણી કાર્યક્રમમાં ભાગ લઇને રાજય સરકારની સિધ્‍ધિઓ તથા લાભાર્થીઓને સહાય અને વિકાસ કાર્યોના ખાતમૂહૂર્ત અને લોકાર્પણ કરશે.

સંવેદના દિવસે સેવા સેતું કાર્યક્રમ અંતર્ગત સાબરકાંઠા જિલ્‍લાના તલોદ તાલુકામાં રણાસણ, પ્રાંતિજ-સાંપડ, હિંમતનગર-હડિયોલ ઇડર-ગાંઠીયોલ વડાલી-ભંડવાલ , ખેઢબ્રહમા-ગલોડીયા, વિજયનગર-સરસવ, પોશીના- લાંબડીયા ખાતે કાર્યક્રમ યોજાશે. તેમજ જિલ્‍લાની નગરપાલિકામાં પણ વિવિધ વોર્ડમાં કાર્યક્રમો યોજાશે. જેમાં સ્‍થાનિક પદાધિકારી ઉપસ્‍થિત રહી પ્રેરક માર્ગદર્શન કરશે.

આ બેઠકમાં અધિક કલેકટર એચ.આર. મોદી, ગ્રામ વિકાસના નિયામક, આર.એમ. ડામોર, પ્રાયોજના વહીવટદાર, ચૌધરી, નાયબ માહિતી નિયામક, મછાર, જિલ્‍લા શિક્ષણાધિકારી, નાયબ જિલ્‍લા વિકાસ અધિકાર, યુ.જી.વી.સી.એલ.,પુરવઠા અધિકારી, સહિત જિલ્‍લાના અમલીકરણ અધિકારીઓ બેઠકમાં ઉપસ્‍થિત રહયા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.