આજે સમગ્ર વિશ્ર્વમાં વિશ્ર્વ વિકલાંગ ડેની ઉજવણી થઇ રહી છે તે અંતર્ગત શહેરની દિવ્ય જયંતિ સંસ્થા દ્વારા વિકલાંગ ડેની ઉજવણી કરાઇ હતી.શહેરની વિકલાંગ બાળકોની સંસ્થા દિવ્ય જયંતિ દ્વારા શહેરના નાગરીકો અને આગેવાનો ની હાજરીમાં આજે સંસ્થામાં રહેતા વિકલાંગ બાળકોની સાથે ભવ્ય રીતે વિકલાંગ ડેની ઉજવણી કરાઇ હતી તેમાં દિવ્યાંગ બાળકો રાસ રમી પોતાની કલાનો પરિચય આપેલો હતો. સર્વ પ્રથમ સંસ્થાનો પરિચય આપેલો હતો સર્વ પ્રથમ સંસ્થાના પરિચય દિવ્ય જયંતિ સંસ્થાના પ્રમુખ કિરણબેન પીડીયાએ આપણા જણાવેલ કે હાલમાં આ સંસ્થામાં રપ થી વધારે મંદબુઘ્ધિના બાળકો રહે છે. તેને વિન્યામુલ્ય જમવાનું, રહેવાની સગવડ સંસ્થા દ્વારા આપવામાં આવે છે.
દિવ્યાંગ બાળકોને પોતાની રીતે પોતાના શરીરના સારસંભાળ રાખી શકે તેવી સમજણ અને પ્રેકટીસ આપવામાં આવે છે. આ ઉપરાંત ઉ૫સ્થિત આગેવાનોઅ પ્રાસંગીક પ્રવચન કરેલા હતા.
આજના કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય છગનભાઇ સોજીત્રા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ લાખાભાઇ ડાંગર, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દાનભાઇ ચંદ્રવાડીયા, ઉપપ્રમુખ ધવલભાઇ માકડીયા, કારોબારી સમીતીના ના ચેરમેન હરસુખભાઇ સોજીત્રા, ગોપાલભાઇ ઝાલાવડીયા, જગદીશભાઇ ગણાત્રા, જીલ્લા કોંગ્રેસના મહામંત્રી પ્રવિણાબેન નંદાણીયા, આહિર અગ્રણી મેહુલભાઇ ચંદ્રવાડીયા, નગરપ્રાથમીક શાળાના સંઘના પ્રુમખ ભાવેશભાઇ સુવા, પ્રજાભાઇ વરુ કેશોદના રાજુભાઇ બોદર, માણાવદરના મહેન્દ્રભાઇ પોપલીયા, સ્કુલ બોર્ડના ચેરમેન જયેશભાઇ ત્રિવેદી સહીત ગામના આગેવાનો નગરજનો હાજર રહેલ હતા.