બાર એસોસીએશન દ્વારા આજે તા.૨૬/૧૧/૨૦૧૯નાં રોજ સવારે ૧૧ કલાકે બાર એસોસીએશનનાં મેઈન બાર મ સિવીલ કોર્ટ બિલ્ડીંગ, પહેલા માળે સવિધાન દિવસ નિમિતે ભારતનાં બંધારણનું આમુખ પત્ર વાંચી અને બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં સીનીયર, જુનીયર તથા મહિલા વકિલો બહોળી સંખ્યામાં ખાસ હાજર રહેલ જેમાં રાજકોટ બાર એસોસીએશનનાં પ્રમુખ બકુલભાઈ રાજાણી, ઉપપ્રમુખ સિઘ્ધરાજસિંહ જાડેજા, સેક્રેટરી ડો.જીજ્ઞેશભાઈ જોષી, જોઈન્ટ સેક્રેટરી નિલેશભાઈ પટેલ, કારોબારી સભ્ય નિશાંતભાઈ જોશી, સુમીતભાઈ વોરા, જીતેન્દ્રભાઈ પારેખ, મનીષભાઈ આચાર્ય, પંકજભાઈ દોંગા, રેખાબેન પટેલ, સંજયભાઈ પંડયા, રાજેશભાઈ ચાવડા ઉપરાંત આર.એમ.વારોતરીયા, તણભાઈ કોઠારી, જયેશભાઈ બોઘરા, ડી.બી.બગડા, પ્રવિણભાઈ સોલંકી, નિરવભાઈ પંડયા, ચૈતન્યભાઈ સાયાણી, જશુભાઈ, અશ્ર્વિનભાઈ પોપટ, દિલીપભાઈ જોશી, જીતેન્દ્રભાઈ ગોસાઈ, મોહિતભાઈ ઠાકર, અશ્ર્વિનભાઈ ગોહિલ અને હેમલભાઈ ગોહિલ વગેરે ખાસ હાજર રહેલ હતા.