રંગીલા રાજકોટમાં પણ કાલે ખ્રિસ્તી પરંપરા મુજબ ભગવાન ઇશુ ખ્રિસ્તના જન્મદિનના સ્મરાણાર્થે નાતાલની ભવ્ય ઉજવણી થનાર છે. સતત બાર દિવસ ચાલનારા આ ઉત્સવમાં શહેરનાં ચર્ચ કે દેવળને નયનરમ્ય લાઇટીંગથી અનેરો શણગાર કરવામાં આવ્યો છે.
નાતાલ અને ઇસ્ટરના તહેવારોમાં સૌથી વધુ માત્રામાં ધાર્મિક પ્રવૃતિઓ થાય છે. વિશ્ર્વમાં પ્રથમવાર હોંગકોંગ ખાતે પ્રથમવાર નાતાલની ઉજવણી કરાયા બાદ અન્ય દેશોમાં લઘુમત્તી ખ્રિસ્તીઓ અને વિદેશી સંસ્કૃતિના પ્રભાવ હેઠળ લોકો આ તહેવારની ઉજવણી કરતાં થયા છે.
નાતાલ એટલે બાળ ઇશુના જન્મનો ઉત્સવ. ક્રિસમસની ભવ્ય ઉજવણીએ વિવિધ આયોજનો યોજાય છે ત્યારે શાંતાક્લોઝનો ક્રેઝ બાળકોમાં વધુ જોવા મળે છે. શાંતાક્લોઝ નાતાલ પર્વમાં સુખ-શાંતિ અને સમૃધ્ધિ પાઠવવા માટે દરેકના ઘરે જાય છે અને પ્રભુ પોતે એના રૂપમાં હોય છે.