નવેય દિવસ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા: ભાવિકોએ ધર્મલાભ લઈને ધન્યતા અનુભવી
મોરબીમાં રેલવે સ્ટેશન પાસે આવેલા ધક્કાવાળી મેલડી મંદિરે ધામધૂમ થી ચૈત્ર નવરાત્રીની ઉજવણી કરવામાં આવી હતી. નવરાત્રીના નવેય દિવસ રાસગરબા સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. જેમાં દરરોજ ભાવિકોનો ધસારો જોવા મળ્યો હતો.
મોરબી રેલવે સ્ટેશન પાસે આવેલા સુપ્રસિદ્ધ ધક્કાવાળી મેલડી મંદિરે ચૈત્રી નવરાત્રી દરમિયાન નવેય દિવસ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. નવેય દિવસ માતાજીના વિવિધ સ્વરૂપોના દર્શન કરી માઇભક્તોએ ધન્યતા અનુભવી હતી. માતાજીના નાટકો, માહિસાસુર વધ, માતાજીના છંદ દુહા અને રાસ ગરબા સહિતના કાર્યક્રમો યોજાયા હતા.
ચૈત્રી નવરાત્રીના અંતિમ દિવસે રાસ ગરબાનો ખાસ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં વિકાસ વિદ્યાલયની બાળાઓએ ગરબા રમીને માતાજીની આરાધના કરી હતી. રાસ ગરબા કાર્યક્રમમાં મોરબીના પ્રખ્યાત અંજલિ ઓરકેસ્ટ્રાના રમેશ ભદ્રા અને તેની ટીમે વિનામૂલ્યે સેવા આપી હતી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com