અબતક, દર્શન જોશી, જુનાગઢ
પાંચ વર્ષ આપણી સરકારના સુશાસનના સપ્તાહની ઉજવણી અંતર્ગત આજે તારીખ 2 ઓગસ્ટના રોજ જૂનાગઢ શહેર જિલ્લામાં 19 સેવા સેતુ કાર્યક્રમ યોજાયા છે. જેમાં જૂનાગઢ ખાતે પ્રવાસન મંત્રી વાસણભાઈ આહિર તેમજ અન્ય કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શાંતાબેન ખટારીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં.
જ્ઞાન શક્તિ દિન, સંવેદના દિન, અન્નોત્સવ દિવસ, નારી ગૌરવ દિવસ, રોજગારી દિવસ, વિકાસ દિવસ અને શહેરી જનસુખાકારી દિવસ ઉજવાશે. રાજ્ય સરકારના સુશાસનના પાંચ વર્ષ પૂર્ણ થતા જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ગઈકાલ તા.1 થી 7 ઓગસ્ટ સુધી મેયર ધીરૂભાઇ ગોહેલ અને મ્યુ. કમીશ્નર આર.એમ. તન્નાના માર્ગદર્શન તળે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
તા. 1 ઓગસ્ટના ગર્લ્સ સ્કુલ આઝાદ ચોક ખાતે જ્ઞાન શક્તિ દિવસની ઉજવણી કરાઈ હતી તેમજ બી.આર.સી. ભવનનું ખાતમુહૂર્ત એ.જી.સ્કુલ ગ્રાઉન્ડ ખાતે કરાયું હતું. જ્યારે આજે સવારે 9:30 કલાકે બહાઉદ્દીન કોલેજ અને પરબત લક્ષમણ પટેલ સમાજ, ગાંધીચોક તથા ક્ધયા છાત્રાલય, જોષીપરા ખાતે સંવેદના દિવસ જેમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયા છે.તા. 3 ઓગસ્ટના દરેક વોર્ડમાં અન્નોત્સવ દિવસ ઉજવાશે. તા.4 ઓગસ્ટના સવારે 9:30 કલાકે નારી ગૌરવ દિવસમાં મહિલા ઉત્કર્ષ યોજના અને બહેનોને બેન્ક ધિરાણ આપી ઉજવણી કરાશે. 5 ઓગસ્ટના સવારે 9:30 કલાકે શામળદાસ ગાંધી ટાઉન હોલ ખાતે રોજગારી દિવસ તેમજ જિલ્લા રોજગાર મેળો અને યુવાનોને નિમણૂંક પત્રો આપી ઉજવણી કરાશે.
તા. 9 ઓગસ્ટના સવારે 9:30 કલાકે શામળદાસ ગાંધી ટાઉન હોલ ખાતે વિકાસ દિવસ જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અન્વયે બી.એલ.સી.ના લાભાર્થી ને સ્મૃતિ પત્ર આપવામાં આવશે તેમજ સાંજના 5:30 કલાકે જી.એમ.આર.એસ.મેડીકલ કોલજ, જૂનાગઢ ખાતે વિકાસ દિવસ અંતર્ગત કોરોના વોરીયર્સનુ સન્માન, ઓક્સિજન પ્લાન્ટ મેડીકલ સાધનોનું લોકાર્પણ કરાશે તેમજ તા.7 ઓગસ્ટના શામળદાસ ગાંધી ટાઉન હોલ ખાતે સવારે 9:30 કલાકે મહાનગરપાલિકા/નગરપાલિકાના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત તથા ચેક વિતરણ કરવામાં આવશે.