“વર્લ્ડ વેજીટેરીયન ડે”
૧લી ઓકટોબરે ૧૯૭૮થી વિશ્વ શાકાહારી દિવસ તરીેકે ઉજવાય છે. અમેરિકાના શાકાહારી સમાજની માંગણીને કારણે દર વર્ષે આ દિવસ ઉજવાય છે. તમને જાણીને નવાઇ લાગશે કે ચિનમાં ચંદ્ર માસમાં બે વાર શાકાહારી ખોરાક લેવાય છે. એકમ અને પુનમે સ્થાનિક શાકાહારી રેસ્ટોરન્ટમાં ભીડ જોવા મળે છે. જો કે આ પ્રથા તેની ધાર્મિક માન્યતા મુજબની છે. મુખ્યત્વે તો સમાજમાં ખુશી, કરૂણા અને જીવન
વૃઘ્ધીની સંભાવનાને વેગ આપવા ઉજવાય છે. જીવન શૈલીમાં નૈતિકતા, પર્યાવરણીય, સ્વાસ્થ્ય અને માનવીય લાભો અંગે જાગૃતિ લાવે છે. અમુક દેશોમાં તો ‘મીટ લેસમન્ડે’ લોકોના આરોગ્ય અને પૃથ્વીના સંતુલન માટે મનાવાય છે. જનજાગૃતિ માટે વિવિધ પોસ્ટરો, પ્રચાર-પ્રસાર, ટી.વી ફિલ્મ સ્ટારો દ્વારા ટીવી પ્રચાર વિગેરે દ્વારા શાકાહારી બનવા અપીલ કરાય છે.
એક સુંદર દુનિયા નિર્માણ કરવામાં મદદ કરોન શાકાહારીના ફાયદા બીજાને જણાવીને તમે તેને જોડે તે આજના દિવસે જરૂરી છે. શુઘ્ધ શાકાહારી ભોજન પોષ્ટિક હોવાથી તમારી પ્રતિકારક શકિત વધારે છે. શરીરને જોઇતા તમામ વિટામીન, પ્રોટીન તેમાંથી મળે છે માટે તેવો ખોરાક ખાવો હિતાવક છે. શાકાહારી ખોરાક લેનારને હ્રદયરોગ, સ્ટ્રોક, કેન્સર જેવી બિમારીનું જોખમ ઘટી જાય છે. આવા લોકો અહિંસામાં માને છે. જાનવરોના જીવનની પરવાહ કરે છે અને ક્રૂરતા ને સમાપ્ત કરે છે. કતલખાને રોજ કેટલાય જીવનતા જાનવરોની હત્ય થાય છે. આજે દુનિયાભરમાં ૧૦ વ્યકિત પૈકી ૧ વ્યકિત શાકાહારી છે. વિશ્ર્વભરમાં ભારત પ્રતિ વ્યકિત સૌથી ઓછુ માસ વેચાણનો દેશ છે.
વેજીટેબલ બર્ગર, ચીઝ પિજા જેવી વિવિધ આઇટમો ખુબ જ ગુણકારી માંસ મુકત ભોજન વાનગી છે. શાકાહારી ભોજનમાં જે સત્વો છે તે માંસાહારમાં નથી માટે આરોગ્ય પ્રદ રહેવા શુઘ્ધ શાકાહારી બનવું જરૂરી છે. પ્રાચિન કાળમાં પણ શાકાહારીનો ઇતિહાસ જોવા મળે છે. આ વલણના ઉદભવ માટે બોઘ્ધ ધર્મ અને હિન્દુ ધર્મના ધાર્મિક વિચારો હતો. શાકાહારી જીવન શૈલી અપનાવવાથી ઘણાં ફાયદાઓ છે.
વેજીટેરિયન શબ્દને ‘વિગન’ પણ કહેવાય છે. પર્યાવરણને બચાવવા પણ શાકાહારીની મુવમેન્ટ તેજ કરવી જરૂરી છે. આજથી ૭૦ વર્ષ પૂર્વે પણ શાકાહારીની ચળવળ ઉપડી હતી. મહાત્મા ગાંધી એ પણ અહિંસાનો સંદેશ આપ્યો હતો. લોકોમાં દયા ભાવ, કરૂણા, પ્રાણી પ્રેમ જેવા ગુણો વિકસે તે જરુરી છે. વૈશ્ર્વિક સ્તરે ઝુંબેશ કરના પેટા (PETA) સંગઠને સંગઠને એક નારો આપ્યો કે‘જનાવર આપણા માટે પ્રયોગ, ખાવા, પહેરવા કે મનોરંજનના ઉપયોગ માટે નથી’ તેનું જતન કરવું પૃથ્વી વાસીની ફરજ છે.
માંસમાંથી મળતા સત્વો કરતાં આપણા શાકહારી ખોરાક, કઠોળ, અનાજ, લીલા શાકભાજ, ફળ વિગેરેમાંથી પુષ્કળ માત્રામાં શરીરને મળે છે. શરીર સઁતુલત રાખવા તમામ બાબતો સૌથી વધુ શાકાહારી ખોરાકમાંથી મળે છે. આ ફિલ્મ સ્ટારો પહેલા નોનવેજ ખાતા પણ હવે શુઘ્ધ શાકાહારી બની ગયા છે. જેમાં અમિતાભ બચ્ચન, જેકલીન ફર્નાન્ડીસ, આલિયા ભટ્ટ, કંગના રનૌત, અનુષ્કા શર્મા, સોનાક્ષી સિંહા, વિદ્યાબાલન, ફરહાન અખ્તર, શાહિદ કપૂર જેવા સ્ટારો લોકોને પણ અપીલ કરે છે તમે શાકાહારી બનો તેના ઘણા ફાયદા તમારા આરોગ્યના છે.
શાકાહારી ખોરાકના ફાયદા
શાકાહારી ડાયેટ ફાઇબરથી ભરપૂર હોવાથી પાચન ક્રિયા મજબુત કરે છે અને ઘણાં રોગોથી બચાવે છે. આ ખોરાકમાં ચરબીનું પ્રમાણ નહિવત હોવાથી વજન વધવાની સમસ્યા રહેતી નથી. શાકાહારી ખોરાકથી મેટાબોલીઝમ પ્રક્રિયા સારી રહેતા શરીરમાં ચરબી, સુગર ઓછી જમા થવાથી ડાયાબીટીસનું જોખમ ઓછું થાય છે. માંસાહારી કરતા શાકાહારી ખોરાક લેનારને મૂડ ડિસ્ટરબન્સ ની સમસ્યા ઓછી જોવા મળે છે. લોહીમાં કોલેસ્ટ્રોલનું સ્તર વધતું ન હોવાથી હ્રદયને લગતા રોગો ઓછા થાય છે. શાકહારી ખોરાક લેનારને થાક અને નબળાઇ લાગતી નથી.શાકાહારી ડાયેટમાં સ્વેટ ગ્લેન્ડ ઉત્તેજીત કરવા વાળા હોર્મોન વધારે હોવાથી પરસેવાની દુર્ગધથી રક્ષણ થાય છે. તેમાં વિટામીન, મિનરલ્સ અને પાણી વધારે હોવાથી ચામડી સારી રહે છે. કિડની, પથરી, બી.પી., કેન્સર જેવા રોગો ઓછા થાય છે. શાકાહારી ભોજન પોષક તત્વોથી ભરપુર સુપાચ્ય અને બિમારીને દૂર રાખવામાં સમર્થ છે. આ ખોરાકને પાચન કરવામાં શરીરની ઓછી ઉર્જા ખચાય છે. આ ખોરાક આપણી રોગ પ્રતિકારક શકિત વધારે છે. આપણી ગુજરાતી થાળીનો સમગ્ર દેશ અને વિદેશોમાં પ્રિય છે.