મહાઆરતી, પુષ્પાંજલી બાદ ઘોડા અને મોટર સાઇકલ તેમજ ડી.જે.ના તાલ સાથે રેલી કાઢવામા આવી મોટી સંખ્યામાં લોકો જોડાયા
રાજકોટના સોરઠીયા વાડી સર્કલ પાસે મહારાણાની પ્રતિમાના ગાર્ડનમાં રાષ્ટ્રીય રાજપુત કરણી સેના દ્વારા મહારાણા પ્રતાપની ૪૭૯ જન્મ જયંતિ ની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સૌ પ્રથમ મહાનુભાવોના હસ્તે દિપ પ્રાગટય કરીને મહાઆરતી કરવામાં આવી હતી. ત્યારબાદ ઘોડા અને મોટરસાઇકલ અને ડિજેના તાલ સાથે રેલી કાઢવામાં આવી હતી આ તકે ગુજરાત પ્રદેશ અઘ્યક્ષ રાજસિંહજી શેખાવત, મોગલ માતા ઉપક જાહલમાં, ધનસુખભાઇ ભંડેરી સહીતના મહાનુભાવો અને બહોળી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી.
રાષ્ટ્રીય રાજપુત કરણી સેનાના ગુજરાત પ્રદેશ અઘ્યક્ષ રાજસિંહજી શેખાવતે જણાવ્યું હતું કે આજે અમારા શુરવીર મહારાણા પ્રતાપની જન્મ જયંતિ છે જેને લઇને અમે ભારત દેશની જનતા પોતાને કૌરાત્વીક મહેસુસ કરીએ છીએ આજે મહારાણા પ્રતાપની જન્મ જયંતિના ઉપલક્ષમાં રાષ્ટ્રીય રાજપુત કરણી સેના દ્વારા એક રેલીનું ભવ્ય આયોજન કરેલું છે આ દિવસે મહારાજા પ્રતાપને યાદ કરીને એમને શ્રઘ્ઘસુમન અર્પણ કરીએ છીએ.