યુનિવસિેટી ન્યુબોર્ન હીયરીંગ સ્કીનીંગ પ્રોગ્રામનું આયોજન: તબીબી અધિક્ષક, ડિન સહિતના ડોકટરો હાજર
૩જી માર્ચ વિશ્ર્વભરમાં વર્લ્ડ હિયરીંગ ડે તરીકે ઉજવામાં આવે છે. જેના અંતર્ગત શહેરની પી.ડી.યુ. સીવીલ હોસ્પિટલ ખાતે ડબલ્યુ એચ.ઓ. અંતર્ગત અને ગાયનેક અને પીડીયાટ્રીક વિભાગના સહયોગથી દર્દીઓ અને લોકો માટે સીવીલ હોસ્૫િટલ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પી.ડી.યુ. સીવીલ હોસ્પિટલના પીડીયાટ્રીક વિભાગ ખાતે ૩જી માર્ચ વલ્ડ હિયરીંગ ડે ની ઉજવણી નીમીતે યુનિવર્સિટી ન્યુબોન હીયરીંગ સ્ક્રીનીંગ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે ઇ.એમ.ટી. સર્જન ડો. ભરત કાકડીયા, સીવીલ સુપ્રીટેન્ડન્ટ અને ઇ.એન.ટી. વિભાગના વડા ડો. મનીષ મહેતા, મેડીકલ કોલેજ ડિન ડો. ગૌરવી ધ્રુવ, પીડયાટ્રીક વડા ડો. પંકજ બુચ, ગાયનેકના વડા ડો. કમલ ગોસ્વામી તથા ડો. સેજલ મિસ્ત્રી સહિતના તબીબોએ કાર્યક્રમમાં ઉ૫સ્થિત દર્દીઓને હિયરીંગ અને કોર્નિયા ઇમ્પ્લામેન્ટ સહીતીની સારવાર અંગે માહીતગાર કરી જુદા જુદા ઉદાહરણો દ્વારા લોકોને ઉજાગર કરવામાં આવ્યા હતા.